ETV Bharat / science-and-technology

Twitter Boosts Character Limit : હવે ટ્વીટર પર લખાશે 4 હજાર અક્ષરો, બ્લુ ટિકવાળાને મળશે સુવિધા - Twitter

ટ્વીટર પર હવે 4 હજાર અક્ષરો લખી શકાશે. ટ્વિટરે બ્લુ ટિક યુઝર્સ માટે ખાસ આ નવી સુવિધાની જાહેરાત કરી છે. તેઓ લાંબી ટ્વીટ્સ પોસ્ટ કરી શકે છે, પરંતુ બિન-સબ્સ્ક્રાઇબર્સ ટ્વીટ્સ વાંચી જવાબ આપી, રીટ્વીટ અને ક્વોટ કરી શકે છે.

રૂપિયા
રૂપિયા
author img

By

Published : Feb 9, 2023, 4:38 PM IST

Updated : Feb 9, 2023, 5:27 PM IST

સાન ફ્રાન્સિસ્કો: ટ્વિટરે બ્લુ ટિક વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. બ્લુ સબ્સ્ક્રાઇબર્સ હવે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર 4 હજાર અક્ષરો સુધીની ટ્વીટ પોસ્ટ કરી શકશે.

  • need more than 280 characters to express yourself?

    we know that lots of you do… and while we love a good thread, sometimes you just want to Tweet everything all at once. we get that.

    so we're introducing longer Tweets! you're gonna want to check this out. tap this 👉… https://t.co/lge9udRzLE

    — Twitter Blue (@TwitterBlue) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટ્વીટર પર 4 હજાર અક્ષરો લખાશે: ટ્વીટર કંપનીએ તેના TwitterBlue એકાઉન્ટમાંથી પોસ્ટ કર્યું છે કે 'Tweetingના મોટાભાગના પ્રમાણભૂત કાર્યો હજુ પણ લાગુ પડે છે, પછી ભલે તમે ચિત્ર પોસ્ટ કરવા માંગો છો, હેશટેગનો ઉપયોગ કરવા માંગો છો અથવા મતદાન બનાવવા માંગો છો. પરંતુ હવે તમે 4,000 અક્ષરો સુધી ટાઈપ કરી શકો છો. જો કે, હમણાં વેબ પર લાંબી ટ્વીટ્સ ડ્રાફ્ટ તરીકે સાચવી શકાતી નથી અથવા પછીથી મોકલવા માટે શેડ્યૂલ કરી શકાતી નથી. 'અમે જાણીએ છીએ કે લાંબી ટ્વીટ્સ માટે ઘણું સ્ક્રોલ કરવું પડે છે. તેથી તે તમારી ટાઈમલાઈન પર 280 અક્ષરો પર મર્યાદિત હશે અને તમે સંપૂર્ણ ટ્વિટને ક્લિક કરવા અને વાંચવા માટે 'વધુ બતાવો' પર ક્લીક કરીને સમગ્ર પોસ્ટ વાંચી શકશો.

  • more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more words more… https://t.co/0mcFJ1wwZK

    — Twitter (@Twitter) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Twitter Blue Tick: ભારતમાં શરૂ થઈ બ્લુ ટિકની સુવિધા, દર મહિને ચૂકવવા પડશે આટલા પૈસા

બ્લુ સબ્સ્ક્રાઇબર્સ માટે સેવા: આ સુવિધા માત્ર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ માટે છે તેઓ લાંબી ટ્વીટ્સ પોસ્ટ કરી શકે છે, પરંતુ બિન-સબ્સ્ક્રાઇબર્સ ટ્વીટ્સ વાંચી જવાબ આપી, રીટ્વીટ અને ક્વોટ કરી શકે છે. આ ઉપરાંત, બ્લુ યુઝર્સ 4 હજાર અક્ષરો સુધીના લાંબા ટ્વીટ્સનો જવાબ આપી શકશે અને ક્વોટ કરી શકશે. અગાઉ ટ્વીટ માત્ર 280 અક્ષરો સુધી મર્યાદિત હતી, જે હજુ પણ બિન-સબ્સ્ક્રાઇબર્સને લાગુ પડે છે.

આ પણ વાંચો: WhatsApp New Feature: વોટ્સએપનું નવું ફીચર, યુઝર્સ 30ની જગ્યાએ 100 ફોટો અને વીડિયો મોકલી શકશે

ભારતમાં બ્લુ સેવા માટે 900 રૂપિયા ચાર્જ: Twitter વેબ પર વેરિફિકેશન સાથે તેની બ્લુ સેવા માટે દર મહિને રૂપિયા 650 અને ભારતમાં એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ ઉપકરણો પર રૂપિયા 900 ચાર્જ કરશે. ટ્વિટર બ્લુ હવે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સુધી વિસ્તારવામાં આવ્યું છે. એલોન મસ્ક દ્વારા સંચાલિત ટ્વિટર ભારતમાં દર વર્ષે રૂપિયા 6800નો ડિસ્કાઉન્ટેડ વાર્ષિક પ્લાન પણ ઓફર કરી રહ્યું છે, જે દર મહિને અંદાજે રૂપિયા 566.67 થાય છે

Last Updated : Feb 9, 2023, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.