ETV Bharat / science-and-technology

iOS યુઝર્સ માટે વેરિફિકેશન શરૂ, હવે વેરિફિકેશન બેજ માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે

ટ્વિટરે iOS પર આપેલા અપડેટમાં 'Twitter Blue' નો ઉલ્લેખ (twitter blue checkmark verification service starts ) કર્યો છે. 'Twitter Blue'માં વેરિફિકેશન બેજ (Blue tick subscription) સહિત અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. કંપની સાઇન અપ કરનારા લોકોને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

Etv BharatiOS યુઝર્સો માટે વેરિફિકેશન શરૂ, હવે બ્લુ ટિક માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે

author img

By

Published : Nov 7, 2022, 12:01 PM IST

Updated : Nov 7, 2022, 12:46 PM IST

વોશિંગ્ટનઃ ટ્વિટરે iOS યુઝર્સ માટે વેરિફિકેશન બેજ સર્વિસ શરૂ (twitter blue checkmark verification service starts ) કરી છે. હવે iOS યુઝર્સને વેરિફિકેશન બેજ (Blue Tick) માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે. આ સાથે આ ફેરફાર વર્ષ 2009માં શરૂ થયેલી ટ્વિટરની વેરિફિકેશન સિસ્ટમનો અંત પણ દર્શાવે છે. જે વેરિફિકેશન બેજ દ્વારા સેલિબ્રિટીના એકાઉન્ટને વેરિફાય કરવા માટે શરૂ કરવામાં આવી હતી. Twitter એ સમજાવ્યું કે, Blue Tick માટે (Blue tick subscription) ચકાસણી પ્રક્રિયા હાલમાં યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકેમાં iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

ડિસ્કાઉન્ટઃ ટ્વિટરે iOS પર આપેલા અપડેટમાં 'Twitter Blue' નો ઉલ્લેખ કર્યો છે. 'Twitter Blue'માં વેરિફિકેશન બેજ (Blue Tick) સહિત અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. કંપની સાઇન અપ કરનારા લોકોને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. ઓલોન મસ્કે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, વેરિફિકેશન બેજ માટે 8 ડોલર મહિને ચાર્જ લેવામાં આવશે. કંપની હાલમાં 'Twitter Blue' માં જોડાતા લોકો પાસેથી 7.99 ડોલર મહિને ચાર્જ કરી રહી છે. Epoch Times ના રિપોર્ટ અનુસાર, હાલમાં કેટલાક યુઝર્સને 4.99 ડોલર ચૂકવવા પડશે. તેમને ડિસ્કાઉન્ટ મળશે. અન્ય તમામ યુઝર્સ માટે 7.99 ડોલરની સ્કિમ લાગુ થશે.

એલોન મસ્કની ટીકા: ટ્વિટરે iOS યુઝર્સ (એપલ)ને કહ્યું કે, જે યુઝર્સ હવે નવું એકાઉન્ટ બનાવશે. તેઓ તેમના નામ સાથે વેરિફિકેશન બેજ મેળવી શકશે. જેમ કે અગાઉ કેટલીક અગ્રણી હસ્તીઓ, કંપનીઓ અને રાજકારણીઓના ખાતામાં આવી હતી. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટર ખરીદ્યું છે. જે બાદ એલોન મસ્કે સીઈઓ પરાગ અગ્રવાલ સહિત અનેક અધિકારીઓને બરતરફ કર્યા હતા. જો કે આ નિર્ણય માટે દરેક જણ એલોન મસ્કની ટીકા કરી રહ્યા છે.

  • Folks at Twitter past and present are strong and resilient. They will always find a way no matter how difficult the moment. I realize many are angry with me. I own the responsibility for why everyone is in this situation: I grew the company size too quickly. I apologize for that.

    — jack (@jack) November 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જેક ડોર્સીએ માફી માંગી: આ અગાઉ ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ ભૂતપૂર્વ કર્મચારીઓની માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, હાલમાં ટ્વિટરમાં કામ કરતા લોકો ખૂબ જ મજબૂત છે. તેઓ હંમેશા પોતાને માટે એક માર્ગ શોધી કાઢશે. પછી ભલે તે ક્ષણ કેટલી મુશ્કેલ હોય. રવિવારે અન્ય એક ટ્વિટમાં તેણે કહ્યું કે, ટ્વિટર પર ભૂતકાળ અને વર્તમાનના લોકો મજબૂત અને સમાધાનકારી છે. ગમે તેટલી મુશ્કેલ ક્ષણ હોય તો પણ તેઓ હંમેશા રસ્તો શોધશે. મને ખ્યાલ છે કે, ઘણા લોકો મારાથી નારાજ છે. દરેક વ્યક્તિ જે પરિસ્થિતિમાં છે તેના માટે હું જવાબદાર છું. મેં કંપનીનું કદ ખૂબ જ ઝડપથી વધાર્યું. તે માટે હું માફી માંગુ છું.

Last Updated : Nov 7, 2022, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.