નવી દિલ્હી: એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સને માહિતી શેર કરવા માટે પ્રોત્સાહિત કરવાની આદતને કારણે ખોટી માહિતી અને ફેક ન્યૂઝમાં વધારો થયો છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા (યુએસસી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, ઓનલાઈન ખોટી માહિતીના પ્રસારને રોકવામાં યુઝર્સ કરતાં પ્લેટફોર્મ્સ મોટી ભૂમિકા ભજવે છે. પ્રોસીડિંગ્સ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત તારણો અનુસાર, સંશોધનમાં ટોચના સમાચાર શેર કરનારાઓમાંથી લગભગ 15 ટકા જ 30 ટકાથી 40 ટકા ફેક ન્યૂઝ ફેલાવવા માટે જવાબદાર છે.
આ પણ વાંચો: એલોન મસ્કે ટ્વિટર અને Instagram વિશે કહી મોટી વાત, યુઝર્સે આપી પ્રતિક્રિયા
ખોટી માહિતીનો પ્રચાર: સંશોધનમાં લખવામાં આવ્યું છે કે, ''યુઝર્સ રિવર્ડ જેમકે, લાઇક, ફોરવર્ડ, શેરિંગ, વ્યૂ આધારિત શિક્ષણ પ્રણાલીને આધાર તરીકે ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા પર માહિતી શેર કરે છે. જેને અન્ય લોકો દ્વારા માન્યતા આપવામાં આવે છે. રિવર્ડ આધારિત શિક્ષણ પ્રણાલીના આધારે યુઝર્સ પ્રતિસાદના પરિણામને ધ્યાનમાં લીધા વિના ખોટી માહિતી પોસ્ટ કરવા, માહિતીને વ્યાપકપણે ફેલાવવા વગેરેમાં સક્રિય બને છે.'' અમારા તારણો સૂચવે છે કે, ''યુઝર્સની અછત દ્વારા ખોટી માહિતી ફેલાતી નથી.'' યુએસસી સાયકોલોજી અને બિઝનેસના એમેરિટા પ્રોવોસ્ટ પ્રોફેસર વન્ડી વૂડે જણાવ્યું હતું કે. ''આ વાસ્તવમાં સોશિયલ મીડિયા સાઇટ્સના બેદરકાર માળખાને કારણે થાય છે.''
આ પણ વાંચો: Apple new launch: એપ્પલે વધુ શક્તિશાળી નવા ઉત્પાદનોનું લોન્ચિંગ કર્યું
રિવર્ડ યુઝર્સને પ્રોત્સાહિત કરે છે: સંશોધનનું નેતૃત્વ કરનાર ગિઝેમ સિલાને જણાવ્યું હતું કે, ''ખોટી માહિતી ફેલાવવાની વાત આવે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં રિવર્ડ જેમકે લાઇક, ફોરવર્ડ, શેરિંગ, વ્યૂ વગેરે મોટી ભૂમિકા ભજવે છે.'' સંશોધન જણાવે છે કે, ''આ રિવર્ડ્સ યુઝર્સને સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જે તેમને સામગ્રી શેર કરવા માટે વધુ સંવેદનશીલ બનાવે છે. ખોટી માહિતીને અસરકારક રીતે રોકવા માટે ઓનલાઈન પ્રક્રિયામાં ફેરફાર જરૂરી છે.''