ETV Bharat / science-and-technology

નવી સ્પેસ ટેક્નોલોજીથી ઈલેક્ટ્રિક કારને માત્ર 5 મિનિટમાં ચાર્જ કરી શકાશે

author img

By

Published : Oct 8, 2022, 11:52 AM IST

દેશ અને દુનિયામાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી રહી છે અને તેના ચાર્જિંગ માટે પણ નવી ટેકનોલોજીની શોધ (New technology for electric car charging) થઈ રહી છે. વાહનોના ચાર્જિંગનો સમય ઘટાડવા માટે, નાસા (NASA) એ ઇલેક્ટ્રિક કારને પાંચ મિનિટમાં ચાર્જ કરવાની ટેક્નોલોજી વિકસાવી છે.

NEW SPACE TECH CAN CHARGE ELECTRIC CARS IN JUST FIVE MINUTES NASA

વોશિંગ્ટન: ભવિષ્યના અવકાશ મિશન માટે નાસા (NASA) દ્વારા વિકસિત નવી ટેક્નોલોજી (New technology for electric car charging) માત્ર પાંચ મિનિટમાં પૃથ્વી પર ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરી શકે છે. આનાથી મોટી સંખ્યામાં તમામ પ્રકારના વાહનોનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થયો છે, યુએસ સ્પેસ એજન્સીએ આ જાણકારી આપી છે. અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધકોએ બે તબક્કાના પ્રવાહી પ્રવાહ માટે ફ્લો બોઇલિંગ અને કન્ડેન્સેશન એક્સપેરીમેંટ વિકસાવ્યો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લાંબા ગાળાના માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં હીટ ટ્રાન્સફર પ્રયોગો હાથ ધરવામાં આવશે.

નવી અવકાશ તકનીક: આ નવી ટેક્નોલોજી અન્ય પદ્ધતિઓની સરખામણીમાં ઉષ્માના ટ્રાન્સફરને મોટા પ્રમાણમાં વધારશે અને તેનો ઉપયોગ અવકાશમાં ભવિષ્યના સાધનોમાં તાપમાનને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે. સંશોધકોએ જણાવ્યું કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ પૃથ્વી પર પણ થઈ શકે છે. આનાથી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધશે. હાલમાં રસ્તાની બાજુના ચાર્જિંગ સ્ટેશન પર ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવામાં 20 મિનિટ લાગે છે, જ્યારે ઘરોમાં ચાર્જ થવામાં ઘણા કલાકો લાગે છે.

ઇલેક્ટ્રિક કાર ચાર્જ: ચાર્જ કરવામાં લાંબો સમય લાગે છે અને ચાર્જરનું સ્થાન, જે બંને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગતા લોકો માટે મુખ્ય ચિંતાનો વિષય હોવાનું કહેવાય છે. ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવામાં લાગતા સમયને 5 મિનિટ સુધી ઘટાડવા માટે, 1400 એમ્પિયર (amps) વીજળી પ્રદાન કરતી ચાર્જિંગ સિસ્ટમની જરૂર પડશે.

NASA: હાલમાં અદ્યતન ચાર્જર્સ માત્ર 520 એમ્પિયર (amps) પાવર પ્રદાન કરવામાં સક્ષમ છે અને ગ્રાહકો પાસે ઉપલબ્ધ મોટા ભાગના ચાર્જર 150 amps કરતા ઓછો પાવર વહન કરે છે. તાજેતરમાં નાસાના પ્રયોગોમાંથી શીખેલી તકનીકનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવાની પ્રક્રિયામાં કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.