નવી દિલ્હી: સેમસંગે સોમવારે ભારતમાં ગ્રાહકો માટે 2 સસ્તું ગેલેક્સી સ્માર્ટફોન (samsung smartphones) Galaxy A04 અને Galaxy A04e લોન્ચ કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર Galaxy A04 2 વર્ઝનમાં આવે છે. જેમાં 4GB+64GB રૂપિયા 11,999માં અને 4GB+128GB રૂપિયા 12,999માં મળશે. જ્યારે Galaxy A04e 3 વર્ઝનમાં આવે છે. જેમાં રૂપિયા 9,299માં 3GB+32GB, રૂપિયા 9999માં 3GB+64GB હંશે અને રૂપિયા 11,499માં 4GB+128GB આવે (low price smartphones) છે. બંને galaxy Smartphone ડિવાઈઝ મંગળવારથી કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અન્ય પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
એસ રાવનું નિવેદન: સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના જનરલ મેનેજર અક્ષય એસ રાવે એક નિવેદનમાં જણાવ્યું હતું, “Galaxy A04 અને Galaxy A04e A શ્રેણીના વારસાને આગળ ધપાવે છે. જેમાં 8 GB રેમ પ્લસ GB છે. મેમરી 128 GB સુધીનો ઉચ્ચ સંગ્રહ, વિશાળ 5000 mAh બેટરી અને તમારા ફોનને અનલોક કરવા માટે ફેસ રિકગ્નીશન જેવી સેગમેન્ટ અગ્રણી સુવિધાઓ."
સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન: સારી ગુણવત્તાવાળા પોટ્રેટ વધુ સારા પ્રદર્શન, સરળ મલ્ટીટાસ્કીંગ, સીમલેસ એપ નેવિગેશન અને અવિરત ગેમિંગ માટે, Galaxy ડિવાઈઝ RAM Plus ફીચર સાથે 8 GB સુધીની રેમ સાથે આવે છે. Galaxy A04માં 50MP ડ્યુઅલ રીઅર કેમેરા છે. જ્યારે Galaxy A04e 13MP ડ્યુઅલ કેમેરા સેટઅપ ધરાવે છે.
ગેલેક્સી સ્માર્ટફોનની ખાસિયત: કંપનીએ કહ્યું કે, ''બંને સ્માર્ટફોન સેલ્ફી લેવા માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને યાદગાર પળોને કેપ્ચર કરવા માટે વિવિધ મોડ્સ સાથે સારી ગુણવત્તાવાળા પોટ્રેટને સુનિશ્ચિત કરવા પાછળના ડેપ્થ લાઇવ ફોકસ કેમેરા સાથે આવે છે. બંને ડિવાઈઝ 6.5 ઇંચ HD પ્લસ ઇન્ફિનિટી વી ડિસ્પ્લે સાથે આવે છે.'' આ સિવાય કંપનીએ કહ્યું કે, ''ગ્રાહકોને એન્ડ્રોઇડ 12નું સંપૂર્ણ વર્ઝન આઉટ ઓફ ધ બોક્સ મળશે. ઓછી કિંમતનો samsung સ્માર્ટફોન galaxy a04 એફોર્ડેબલ સ્માર્ટફોન galaxy a04e લોન્ચ કર્યો છે.''