નવી દિલ્હી એપ્પલે નવો આઈફોન લોન્ચ (Apple launches new iPhone 14) કર્યો છે. આઈફોન 14 (Apple iPhone 14 Series) સીરિઝની લોન્ચ ઈવેન્ટ કંપનીના કેલિફોર્નિયામાં હેડક્વાર્ટરમાં થઈ હતી અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર, કંપનીએ આઈફોન 14ના 4 વેરિએન્ટ રજૂ કર્યા છે.
આ પણ વાંચો Apple લાવી રહ્યું છે કમાલના ડિવાઈસ, દિલ ખુશ થઈ જશે
iPhone 14 - 799 ડોલર (લગભગ રૂપિયા 63000)
iPhone 14 Plus - 899 ડોલર (અંદાજે રૂપિયા 71,000)
iPhone 14 Pro - 999 ડોલર (અંદાજે રૂપિયા 79000)
iPhone 14 Max - પ્રારંભિક કિંમત: 1099 ડોલર (અંદાજે રૂપિયા 87000)
Appleની નવી ઘડિયાળ પણ લૉન્ચ કરવામાં આવી છે એપ્પલે આ ઇવેન્ટમાં આઈફોન 14 સિરીઝની સાથે નવી Apple Watch Series 8 અને Air Pods Pro 2 પણ લૉન્ચ કરવામાં આવી છે.
આ પણ વાંચો શું આપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, જૂઓ આ કંપનીની ધમાકેદાર ઓફર
આઈફોન 14 પ્લસ લોન્ચ આ વખતે મિની મૉડલ નથી આવ્યું. મિની મૉડલ લૉન્ચ થયા પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ વખતે મિની મૉડલને લાઇનઅપમાં સામેલ કરવામાં આવશે નહીં. આ વાત સાચી સાબિત થઈ. આ વખતે આઈફોન 14 મિની નથી. iPhone 14માં નવા ગેસ્ટનો ઉમેરો થયો છે. iPhone 14 Plus લૉન્ચ કરવામાં આવ્યો છે.
એપ્પલ આઈફોન 14 સીરિઝ ટિમ કુકે આઈફોન 14 સિરીઝમાં આઈફોન 14 પ્લસ રજૂ કર્યો છે, જે એકદમ નવું મૉડલ છે. આ મૉડલને મિની મૉડલને બદલે રજૂ કરવામાં આવ્યું છે. આઈફોન 14 પ્લસમાં 6.7 ઈંચની OLED ડિસ્પ્લે છે અને હા, એપ્પલ આઈફોન 14 અને આઈફોન 14 પ્લસમાં A15 બાયોનિક ચિપસેટ છે. એપ્પલ આ વખતે આઈફોન 14 સીરીઝમાં 5 કોર GPU લાવી રહ્યું છે.