ETV Bharat / science-and-technology

ભારતે બતાવી તાકાત, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ કર્યું પરીક્ષણ - સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન

ભારતે બુધવારે આંદામાન અને નિકોબારમાં (Andaman and Nicobar) સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું (BrahMos supersonic cruise missile) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

ભારતે બતાવી તાકાત, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ કર્યું પરીક્ષણ

author img

By

Published : Mar 24, 2022, 7:09 AM IST

નવી દિલ્હી: ભારતીય વૈજ્ઞાનિકોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે અને દેશનું નામ રોશન કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને બુધવારે આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar) ટાપુઓમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું (BrahMos supersonic cruise missile) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિસાઈલ પરીક્ષણ દરમિયાન એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સહિત અન્ય સંરક્ષણ અધિકારીઓ હાજર હતા.

આ પણ વાંચો: ઈરાને ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું

આ પણ વાંચો: Babur Cruise Missile Test 2021: પાકિસ્તાને કર્યું સફળ પરિક્ષણ, બમણા અંતર સુધી કરશે હુમલો

ભારતે મિસાઈલનું કર્યું પરીક્ષણ : સંરક્ષણ અધિકારીએ કહ્યું કે, આ લાંબા અંતરની મિસાઈલે સચોટતા સાથે પોતાના લક્ષ્ય પર નિશાન સાધ્યું છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સપાટીથી સપાટી પરની સુપરસોનિક ક્રુઝ મિસાઈલના (BrahMos supersonic cruise missile) સફળ પરીક્ષણ પર અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા આંદામાન અને નિકોબારના (Andaman and Nicobar) ટાપુ પ્રદેશમાં છે.

વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30MK-1 : 8 ડિસેમ્બર 2021ના રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર વર્ઝનનું વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30MK-1માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરીને દુશ્મનના ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. સુખોઈ-30 એમકે-1 ફાઈટર જેટમાં ફીટ કરાયેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.