ETV Bharat / science-and-technology

નોકિયાએ ફિલ્પકાર્ટ પર બ્લુટૂથ નેકબેન્ડ અને વાયરલેસ ઇયરફોન લોન્ચ કર્યા - science and tech

નોકિયાએ બ્લૂટૂથ હેડસેટ T2000 અને વાયરલેસ ઇયરફોન ANC T3110 ફિલ્પકાર્ટ પર લોન્ચ કર્યા છે. આ હેડસેટ ક્વાલકૉમ QCC3034 બ્લૂટૂથ ચીપ દ્વારા કાર્ય કરે છે. જેમાં ક્વાલકૉમ cVc ઇકો કેન્સલેશન અને નોઇઝ સપ્રેશન ટેક્નૉલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોકિયા વાયરલેસ ઇયરફોન ANC T3110માં એક્ટિવ નોઇસ કેન્સલેશન ફિચર અને IPX7 ટેક્નૉલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નોકિયાએ ફિલ્પકાર્ટ પર બ્લુટૂથ નેકબેન્ડ અને વાયરલેસ ઇયરફોન લોન્ચ કર્યા

author img

By

Published : Apr 6, 2021, 2:58 PM IST

  • નોકિયાએ લોન્ચ કર્યા બ્લૂટૂથ હેડસેટ અને વાયરલેસ ઇયરફોન
  • હેડસેટ ક્વાલકૉમ QCC3034 બ્લૂટૂથ ચીપ ટેક્નૉલોજી પર છે આધારિત
  • અર્બન કૉલેજ સ્ટૂડન્ટ્સ અને પ્રોફેશ્નલ્સને અટ્રેક્ટ કરશે આ પ્રોડક્ટ

બેંગલુરુ: ઇ-કોમર્સ કંપની ફિલ્પકાર્ટએ સોમવારે જાહેરાત કરી છે કે તેના પ્લેટફોર્મ પર નોકિયાની બ્લૂટૂથ નેકબેન્ડ અને ટ્રુ વાયરલેસ ઇયરફોન લોન્ચ કર્યા છે. આ નેકબેન્ડની કિંમત 1,999 કિંમત અને વાયરલેસ ઇયરફોન્સની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે. આ પ્રોડક્ટ ફિલ્પકાર્ટ પર 9 એપ્રિલથી મળશે.

નોઇઝ સપ્રેશન ટેક્નૉલોજીથી સજ્જ છે હેડસેટ

નોકિયા બ્લૂટૂથ હેડસેટ T2000 અને વાયરલેસ ઇયરફોન ANC T3110થી અર્બન કોલેજ સ્ટૂડન્ટ્સ અને એ પ્રોફેન્શલ્સ કે જેમને પ્રિમીયમ પ્રોડક્ટ્સ અને કટિંગ એઇજડ્ ડિઝાઇન ગમે છે તેમને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ હેડસેટ ક્વાલકૉમ QCC3034 બ્લૂટૂથ ચીપ દ્વારા કાર્ય કરે છે. જેમાં ક્વાલકૉમ cVc ઇકો કેન્સલેશન અને નોઇઝ સપ્રેશન ટેક્નૉલોજીથી બેકગ્રાઉન્ડ નોઇઝ અને અવાજ ઓછો કરે છે.

વધુ વાંચો: ભારતમાં નોકિયાએ 5.4 અને 3.4 લોન્ચ કર્યો

ડિવાઇસમાં 5.1 બ્લૂટૂથ ટેક્નોલોજીનો થયો છે ઉપયોગ

ક્વૉલકોમ ઈન્ડિયાના બિઝનેસ ડેવલપમેન્ટ અને સિનિયર ડિરેક્ટર,ઉદય ડોડલાએ જણાવ્યું છે કે, અમારું ક્વાલકોમ QCC3034 બ્લૂટૂથ ઓડિયો SoC, જે aptX ઑડિયો ટેકનોલોજીના આધારે ડિઝાઇન કરવામાં આવી છે. જે યુઝર્સને તેની અનૂકુળતા પ્રમાણે વાયરલેસ સાઉન્ડ સારી સાઉન્ડ કવૉલિટી અને સ્ટૉન્ગ બ્લૂટૂથ કનેક્શન આપશે. પ્રોડક્ટમાં એક હૉપ મોડ આપવામાં આવ્યો છે જેથી યુઝર ડબલ ટેપનો ઉપયોગ કરીને બે ડિવાઇઝ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકશે. નેકબેન્ડમાં રેપિડ ચાર્જર આપવામાં આવ્યું છે. નોકિયા વાયરલેસ ઇયરફોનમાં ANC T3110 એક્ટિવ નોઇસ કેન્સલેશન ફિચર અને IPX7 ટેક્નોલૉજીનો પણ ઉપયોગ થયો છે. બંને ડિવાઇઝમાં 5.1 બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે જેની ડિવાઇઝ સાથે કનેક્ટિવિટી અને કાર્યદક્ષતા વધારે છે.

વધુ વાંચો: 6 એપ્રિલે ઓપ્પો એફ 19 લોન્ચ થશે, જાણો ફીચર્સ

યુઝર્સની હાઇક્વૉલિટી ડિવાઇઝની ઇચ્છા કરશે પૂરી

ફિલ્પકાર્ટના વાઇસ પ્રેસિડેન્ટ ચાણક્ય ગુપ્તાએ જણાવ્યું હતું કે અમને ઑડિયો ડિવાઇઝ સ્પેસમાં નોકિયાના બે પ્રૉડક્ટ લૉન્ચ કરતા આનંદ થાય છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ યુઝર્સની પ્રોફેશ્નલ, પર્સનલ અને એન્ટરટેઇનમેન્ટની જરૂરને પુરી કરશે. નોકિયાના આ ડિવાઇઝ યુઝર્સના હાઇ ક્વૉલિટી ડિવાઇઝની ઇચ્છા પૂરી કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.