મોટોરોલાએ 16 માર્ચે, 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ ધરાવતા એકમાત્ર વેરિઅન્ટ માટે રૂ. 1,24,999 ના ભાવે, ભારતમાં રેઝર (2019) નું અનાવરણ કર્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે , "રાષ્ટ્રીય હિતને ટોચ પર રાખીને, અમે સરકારના નિયમોનું પાલન કરી રહ્યા છીએ અને ઇ-કોમર્સ ભાગીદારો આ ક્ષણે આવશ્યક ચીજવસ્તુ પહોંચાડે તેવુ ઇચ્છીએ છીએ,"
- ફોનની બહારનું 2.7 ઇંચનું OLED 'ક્વિક વ્યૂ' ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વપરાશકાર ને કનેક્ટ રાખશે.
- જ્યારે ફોન ખુલ્લો હોય ત્યારે 6.2 ઇંચનું 'ફ્લેક્સ વ્યૂ' ડિસ્પ્લે સાથે 21:9 'સિનેમાવિઝન' દૃષ્ટિ ગુણોત્તર આપે છે - આ જ અલ્ટ્રા-વાઇડ ડાયમેન્શન ફિલ્મ ઉદ્યોગ દ્વારા વપરાય છે.
- આ ફોનમાં 16 એમ.પી ડ્યુઅલ યુઝ કેમેરા (એફ / 1.7 અપાર્ચર) છે જે ખુલતી વખતે રીઅર કેમેરા અને જ્યારે બંધ હોય ત્યારે સેલ્ફી કેમેરા બને છે.
- આ ફોનમાં 'નાઇટ વિઝન' મોડ છે જેથી અંધારામાં, અત્યંત ઓછી-પ્રકાશ સ્થિતિમાં પણ ઉપયોગ કરી શકાય છે .
- આ સ્માર્ટફોન , એન્ડ્રોઇડ 9 પાઇ સોફ્ટવેર અને 'મોટો એક્સપિરિયન્સ' થી સજ્જ છે જે અમારા ચાહકો જાણે છે અને પ્રેમ કરે છે, મોટો રેઝર બ્લોટવેર મુક્ત, જાહેરાત મુક્ત સ્માર્ટફોનનો અનુભવ આપે છે.