નવી દિલ્હી: ક્રિયા મેડિકલ ટેકનોલોજીને RT-PCR કિટ (Kriya Medical RT PCR Kit) માટે DCGIની મંજૂરી મળી છે. આ કિટ ઓમિક્રોન વેરિયન્ટ (Omicron In India) અને તેનાથી જોડાયેલા અન્ય પેટા વેરિયન્ટને શોધીને 45 મિનિટમાં શોધી શકે છે. કંપનીના CEO અને સ્થાપક અનુ મોતુરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કિટ ખરીદવા માટે 150 રૂપિયા (Kriya Medical RT PCR Kit Cost) અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે.
દર મહિને 50 લાખ ટેસ્ટ કિટ બનાવવાની ક્ષમતા
આ પણ વાંચો: Omicron Test Kit: ઓમિક્રોનની તપાસ કરતી ટાટાની Omisure કિટને ICMRએ આપી મંજૂરી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કિટ એરપોર્ટના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટિંગ (Corona Testing At Airports) માટે સૌથી યોગ્ય અને સસ્તી છે. કંપનીએ કહ્યું કે, તે કિટને ચેન્નાઈ (Medical device firm Chennai)માં તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીથી શરૂ કરશે. કંપની હાલમાં દર મહિને 50 લાખ ટેસ્ટ કિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે અને આગામી બે અઠવાડિયામાં તેને વધારીને એક કરોડ ટેસ્ટ કિટ કરવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચો: Omicron Test Kit 2021 : ગુજરાત બાયોટેકએ ખાસ કીટ વિકસાવી, હવે 6 કલાકમાં આવશે ઓમિક્રોનનું પરિણામ
SARS-CoV-2 વાયરસને શોધી કાઢે છે
ઇમ્યુજેનિક્સ બાયોસાયન્સ (ImmuGenix Biosciences Pvt Ltd Chennai)ના સહયોગથી વિકસિત આ કિટ, SARS-CoV-2 વાયરસને શોધી કાઢે છે અને કોરોના વાયરસના ડેલ્ટા અને ઓમિક્રોનનો ફર્ક પણ બતાવે છે.