ETV Bharat / science-and-technology

દિલ્હી હાઈકોર્ટે WhatsAppને આપ્યો મોટો ઝટકો - સીસીઆઈની તપાસ

વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની તપાસ ચાલુ રહેશે. દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપની અરજીને ફગાવીને CCIની તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે તપાસને પડકારતી વોટ્સએપ અને તેની પેરન્ટ કંપની મેટા (Facebook)ની અરજીઓ ફગાવી દીધી છે. CCI inquiry against whatsapp privacy policy. Delhi high court on WhatsApp Privacy Policy

Etv Bharatદિલ્હી હાઈકોર્ટે WhatsAppને આપ્યો મોટો ઝટકો

author img

By

Published : Aug 26, 2022, 12:42 PM IST

નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી (WhatsApp Privacy Policy) માં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (Competition Commission of India) ની તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે (Delhi high court) તપાસને પડકારતી વોટ્સએપ અને તેની પેરન્ટ કંપની મેટા (Facebook)ની અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે 25 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન METAએ કહ્યું હતું કે, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ તે WhatsAppની પણ માલિકી ધરાવે છે, એ આધાર પર ફેસબુકની તપાસ કરી શકે નહીં. મેટા (Meta) વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી (Mukul Rohatgi Advocate) એ કહ્યું હતું કે, મેટાની માલિકી વોટ્સએપ પર છે. પરંતુ આનો અર્થ એ નથી કે, સ્પર્ધા પંચ (CCI inquiry)એ ગોપનીયતાના પ્રશ્નની તપાસ કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે, ફેસબુકે 2014માં વોટ્સએપને હસ્તગત કરી લીધું હતું. ભલે મેટા ફેસબુક અને વોટ્સએપની માલિકી ધરાવે છે. પરંતુ બંને સાહસોના માર્ગો અલગ છે અને તેમની નીતિઓ પણ અલગ છે. રોહતગીએ કહ્યું હતું કે, ફેસબુક સામે કંઈ જ મળ્યું નથી. આ નોટિસ સ્વત: સંજ્ઞાન લઈને જારી કરવામાં આવી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટ 2016 અને 2021ની ગોપનીયતા નીતિની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં કોઈ પણ ઓથોરિટીની તપાસ કરવાનો કોઈ અર્થ નથી.

આ પણ વાંચો જાણો Google ફિટબિટએ આ 3 નવાં ફિટનેસ કર્યા પ્રસ્તુત

દિલ્હી હાઈકોર્ટે તપાસ પર સ્ટે આપવાનો ઈન્કાર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફેસબુકની ગોપનીયતા નીતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ વતી યુઝરની અંગત માહિતી શેર કરવાના મામલાની તપાસ કરવાની જરૂર છે. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે, લોકો તેમની ગોપનીયતા વિશે ચિંતિત છે અને તેમાંથી મોટાભાગના લોકોને એ પણ ખબર નથી કે, તેમનો ડેટા સોશિયલ મીડિયા જાયન્ટ્સ દ્વારા ત્રીજા પક્ષકારોને શેર કરવામાં આવી રહ્યો છે. કેમ્બ્રિજ એનાલિટીકાનું ઉદાહરણ આપતા કોર્ટે યુઝર્સના ડેટા શેર કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી.

ગોપનીયતાના રક્ષણ માટે સામૂહિક સુરક્ષા જરૂરી કેન્દ્ર સરકારે એફિડેવિટ દ્વારા નવા IT નિયમોનું ભારપૂર્વક સમર્થન કરતાં કહ્યું કે, IT નિયમોના નિયમ 4(2) હેઠળ ટ્રેસિબિલિટીની જોગવાઈ વૈધાનિક છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તે ઇચ્છે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝરની ગોપનીયતા અને એન્ક્રિપ્શનની સુરક્ષા કરે. કેન્દ્ર સરકારે કહ્યું કે, નિયમ 4(2) વપરાશકર્તાની ગોપનીયતાને અસર કરતું નથી. લોકોની ગોપનીયતાના રક્ષણ માટે સામૂહિક સુરક્ષા જરૂરી છે. કેન્દ્ર સરકારે સામાજિક જવાબદારી નિભાવતા આ IT નિયમો લાગુ કર્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આઈટી નિયમોને પડકારતી વોટ્સએપ અને ફેસબુકની અરજી મેન્ટેનેબલ નથી. કેન્દ્રએ કહ્યું છે કે, વોટ્સએપ અને ફેસબુક બંને વિદેશી કંપનીઓ છે અને તેથી તેમને બંધારણના અનુચ્છેદ 32 અને 226નો લાભ આપી શકાય નહીં.

આ પણ વાંચો પીએમ મોદીએ કહ્યું, આ દાયકાના અંત સુધીમાં 6જી લોન્ચ કરવાની તૈયારી

કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી 27 ઓગસ્ટ 2021ના રોજ હાઈકોર્ટે વોટ્સએપ અને ફેસબુકની અરજીઓ પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. ફેસબુક તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ IT નિયમોમાં ટ્રેસિબિલિટીની જોગવાઈનો વિરોધ કરતા કહ્યું કે, તે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. 9 જુલાઈ, 2021 ના ​​રોજ, WhatsAppએ કોર્ટને જણાવ્યું હતું કે, તે તેની નવી ગોપનીયતા નીતિને હાલ માટે સ્થગિત કરશે. વોટ્સએપ વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને કહ્યું હતું કે, જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ નહીં આવે ત્યાં સુધી તેમની નવી ગોપનીયતા નીતિ લાગુ કરવામાં આવશે નહીં.

વ્હોટ્સેપ અને ફેસબુકની અરજીને ફગાવી 22 એપ્રિલ 2021ના રોજ, જસ્ટિસ નવીન ચાવલાની સિંગલ બેન્ચે વ્હોટ્સેપ અને ફેસબુકની અરજીને ફગાવી દીધી હતી. બંને કંપનીઓએ આ આદેશને ડિવિઝન બેંચ સમક્ષ પડકાર્યો છે. સિંગલ બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન વોટ્સએપ વતી વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, કોમ્પિટિશન કમિશન પાસે વોટ્સએપની ગોપનીયતા નીતિનો આદેશ આપવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. આ બાબતે સરકારે નિર્ણય લેવાનો છે. તેમણે કહ્યું હતું કે, વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી યુઝર્સને વધુ પારદર્શિતા પ્રદાન કરવા માટે છે.

આ પણ વાંચો નાસા દ્વારા એપોલોના 50 વર્ષ પછી નવા ચંદ્ર રોકેટનું પરીક્ષણ

વ્હોટ્સેપની નવી પ્રાઈવેસી પોલીસી કોમ્પિટિશન કમિશને કહ્યું હતું કે, આ મામલો માત્ર પ્રાઈવસી પૂરતો સીમિત નથી, પરંતુ ડેટા એક્સેસનો છે. તેમણે કહ્યું હતું કે, સ્પર્ધા પંચે તેના અધિકારક્ષેત્રમાં આદેશ આપ્યો છે. તેણે કહ્યું હતું કે, ભલે વોટ્સએપની આ પોલિસીને પ્રાઈવસી પોલિસી કહેવામાં આવે છે, પરંતુ માર્કેટમાં તેની હાજરીનો અયોગ્ય ફાયદો ઉઠાવવા માટે તે કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.