- ગોપ્રોની નવી એપથી સારી ગુણવત્તાના ફોટો અને વીડિયોનું રાખી શકાશે બેકઅપ
- ગોપ્રોના સંસ્થાપક અને CEO નિકોલસ વુડમેને એક નિવેદન આપ્યું હતું
- ક્વિક' એપ્લિકેશને ફોનમાં રહેલા ફોટો અને વીડિયોને સરળ બનાવી
આ પણ વાંચોઃ LAVAએ લોન્ચ કર્યો હાર્ટબીટ અને બીપી સેન્સર ફીચર ધરાવતો ફોન
નવી દિલ્હીઃ ગોપ્રોના સંસ્થાપક અને CEO નિકોલસ વુડમેને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'ક્વિક' એપે તમામના ફોન પર વધુ સંખ્યામાં રહેલા ફોટો અને વીડિયોને સરળ બનાવી દીધું છે. વુડમેને કહ્યું હતું કે, તમને તમારો ફોટો વ્યવસ્થિત કરવા માટે ક્વિક એપને ખોલવાની જરૂર નથી. જોકે, ફક્ત હવે તમે પસંદગીના શોટ્સને સીધા પોતાના કેમેરા રોલ, ટેક્સ્ટ થ્રેડ્સ અથવા જ્યાં પણ સર્વશ્રેષ્ઠ શોટ્સ હોય ત્યાં તમે લઈ શકો છો. અમે આને ક્વિક નામ આપ્યું છે.
આ પણ વાંચોઃ હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં
ક્વિક એપ ફ્રી ડાઉનલોડ કરી શકાશે
આ એપના માધ્યમથી યુઝર્સ સારી ગુણવત્તાની સાથે ક્વાઉડ પર ફોટો અને વીડિયોનું બેકઅપ પણ લઈ શકે છે. યુઝર્સ માત્ર તે જ ફોટો અને વીડિયોને પસંદ કરીને પ્રભાવશાળી સંગીતમય વીડિયો બનાવી શકે છે. ક્વિક ફ્રી ડાઉનલોડ કરી શકાશે. આને ટ્રાયલ બેઝ પર પણ ઉપયોગમાં લેવાઈ શકે છે. યુઝર્સ વાર્ષિક રૂ. 499 કે પ્રતિમાસ રૂ. 99 આપીને એપ્લિકેશનના ફીચર્સને અનલોક કરી શકે છે. આમાં તમે ઈમ્પોર્ટ કરેલા ફોટો અને વીડિયો અનલિમિટેડ ક્લાઉડ બેકઅપમાં સામેલ થશે. જ્યારે બેકઅપ ફીચર આ વર્ષના અંતમાં રિલિઝ થશે.