ETV Bharat / science-and-technology

સરકાર ઇલેક્ટ્રિક કાર અને ટુ વ્હીલર પર આપી રહી છે સબસિડી - ઇલેક્ટ્રિક વાહન

જો તમે ઇલેક્ટ્રિક વાહન (electric vehicle) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી (Subsidy on EV) વિશે ચોક્કસથી માહિતી મેળવો. ફોર વ્હીલર માટે 1.5 લાખથી 4.5 લાખ રૂપિયા અને ટુ વ્હીલર માટે 10 હજારથી 30 હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને આ છૂટ આપી રહી છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રકમની છૂટ આપવામાં આવી રહી છે.

સરકાર ઇલેક્ટ્રિક કાર અને ટુ-વ્હીલર પર આપી રહી છે સબસિડી

author img

By

Published : Nov 14, 2022, 2:51 PM IST

નવી દિલ્હી: કાર ખરીદવી દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ તેની કિંમત ચૂકવવી દરેક વ્યક્તિનો વ્યવસાય નથી. જો જાણ કરવામાં આવે કે, સરકાર ઈલેક્ટ્રિક કાર (electric vehicle)ને પ્રમોટ કરીને 4.5 લાખ રૂપિયાની મદદ (Subsidy on EV) કરી રહી છે, તો કેવી પ્રતિક્રિયા આપશો. ચોક્કસપણે ખરીદી કરવાનું ચૂકવા માંગતા નથી. હા, આ કહેવા જેવી વાત નથી પણ હકીકત છે. આ અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ પર જઈને મેળવી શકાશે.

4.5 રૂપિયાની સબસિડી: અનુષ્કા રાઠોડે આ વિશે ઇન્સ્ટાગ્રામ પર સંપૂર્ણ માહિતી આપી છે. આ હિસાબે સરકાર 4.5 રૂપિયાની સબસિડી આપી રહી છે. તેમણે લખ્યુ છે કે, આગળ વધો 1 કાર ખરીદો અને ઇંધણના ઘણા પૈસા બચાવો. કેવી રીતે સબસિડી મેળવી શકો છો તેની માહિતી પણ તેમણે આપી છે.

ઈ અમૃત પોર્ટલની મુલાકાત: ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે કેન્દ્ર સરકાર પાસેથી 3 લાખ રૂપિયા સુધીની સબસિડી મેળવી શકો છો. ઈચ્છો તો મિનીસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રીની ફેમ-2ની વેબસાઈટ પર જઈને તેના વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો. જો 3 લાખ રૂપિયા પછી 1.5 લાખ રૂપિયાની વધારાની સબસિડી જોઈતી હોય તો તેના માટે રાજ્ય સરકારને અરજી કરવી પડશે. વિગતવાર માહિતી માટે, ઈ અમૃત પોર્ટલની મુલાકાત લઈને વિગતો મેળવી શકો છો.

ટેક્સ બચાવી શકો છો: ઈચ્છો તો, ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80EEB હેઠળ ઈવી માટે લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજમાં 1.5 લાખ સુધીની કપાત કરીને પણ ટેક્સ બચાવી શકો છો. દેખીતી રીતે જો તમે EV ખરીદો છો, તો અંતે, તમે પેટ્રોલ અથવા ડીઝલના ખર્ચમાં હજારો અને લાખો રૂપિયા બચાવી શકો છો. ઈ અમૃત પોર્ટલ પર ઉપલબ્ધ ટ્રાવેલ કોસ્ટ કેલ્ક્યુલેટર પર ઈંધણની સરેરાશ કિંમત તપાસી અને તેની તુલના કરી શકાય છે. સબસિડી માત્ર ફેર વ્હિલર વાહનો માટે જ નહીં, પણ ટુ વ્હીલર, ઈ રિક્ષા અને ઈ ઓટો રિક્ષા માટે પણ ઉપલબ્ધ છે. કેટલીક રાજ્ય સરકારોએ EVs પર મુક્તિની જાહેરાત કરી છે. કેટલીક સરકારો તેના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

ડિસ્કાઉન્ટ ઓફર: સરકારે ઉત્તર પ્રદેશમાં EV સંબંધિત નીતિ તૈયાર કરી છે. આ મુજબ કિંમતમાં 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી ચાલી રહી છે. રજીસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાં પણ છૂટ આપવામાં આવશે. પંજાબમાં ઓટો રિક્ષા, ઈ રિક્ષા અને ફોર વ્હીલર પર છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં EV કાર ખરીદવા પર 1.5 લાખ સબસિડી મળી શકે છે. ટુ વ્હીલર માટે 10 હજાર રૂપિયાની સબસિડી મેળવી શકો છો. પ્રથમ 1.1 લાખ ગ્રાહકોને ટુવ્હીલર પર 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં ફોર વ્હીલર પર દોઢ લાખ રૂપિયા અને ટુ વ્હીલર પર 30 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

અન્ય રાજ્યોમાં ડિસ્કાઉન્ટ: મહારાષ્ટ્રમાં EV ખરીદવા માટે પ્રતિ કિલો વોટના દરે સબસિડી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ સબસિડી 10 હજાર રૂપિયાની હોય છે. 1.5 લાખ ફોર વ્હીલર માટે રૂપિયા સબસિડી મળી શકે છે. EV રજીસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સ ફી પણ લેવામાં આવી રહી નથી. આસામમાં વર્ષ 2026 સુધી ફોર વ્હીલર માટે 1.5 લાખ અને ટુ વ્હીલર માટે, તમે 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. 5 વર્ષ માટે પાર્કિંગ ચાર્જ, રોડ ટેક્સમાં પણ છૂટ છે. મેઘાલયમાં ટુ વ્હીલર માટે 10 હજાર ડિસ્કાઉન્ટેડ છે. હરિયાણામાં નવી EV કાર પર 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

સબસીડીની જોગવાઈ: આ સિવાય થોડા દિવસો પહેલા સરકારે EV ચાર્જિંગ સ્ટેશનને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. આ ઉપરાંત EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપતી કંપનીઓને સબસિડી આપવામાં આવશે. પાવર સેક્રેટરી આલોક કુમારે જણાવ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વાહનો (FAME)ના ઝડપી ઉત્પાદન અને અપનાવવા માટેની યોજનામાં સુધારો કરશે. ટ્રાન્સફોર્મર જેવી પાયાની સુવિધા ઉભી કરનાર માટે સબસીડીની જોગવાઈ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.