ETV Bharat / science-and-technology

Invisible Black Hole:અન્ય એક 'અદ્રશ્ય' બ્લેક હોલની શોધ, ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરવા આતુર

અદ્રશ્ય બ્લેક હોલને (Invisible Black Hole) શોધવા માટે વૈજ્ઞાનિકોની ટીમે ઘણા વર્ષોથી 2 અલગ અલગ પ્રકારના અવલોકનોને જોડવા પડ્યા, આ પ્રભાવશાળી સિદ્ધિ અગાઉ શોધાયેલ સ્વતંત્ર બ્લેક હોલ વિશે જાણવાની નવી રીત પણ પૂરી પાડે છે.

Invisible Black Hole:અન્ય એક 'અદ્રશ્ય' બ્લેક હોલની શોધ, ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરવા આતુર
Invisible Black Hole:અન્ય એક 'અદ્રશ્ય' બ્લેક હોલની શોધ, ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરવા આતુર
author img

By

Published : Feb 8, 2022, 10:01 PM IST

ન્યૂઝ ડેસ્ક: તમને 2019માં બ્લેક હોલની પહેલી પ્રત્યક્ષ ઈમેજ (First Ever Direct Image Of A Black Hole In 2019) યાદ હશે. તે ઈમેજ એટલા માટે પણ ખાસ હતી કારણ કે, જબરદસ્ત ગુરુત્વાકર્ષણવાળા (With Gravity So Strong ) બ્લેક હોલની ઈમેજ લેવી સરળ નથી. ફરી એકવાર હબલ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરતી બીજી ટીમે દાવો (Astronomers claim) કર્યો છે કે, તેમને કંઈક એવું મળ્યું છે જે પહેલાં કોઈએ જોયું ન હતું અને તેની દૃષ્ટિએ તે કદાચ બ્લેક હોલ છે.

એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં દાવો કરવામાં આવ્યો

બે સભ્યોની ટીમમાં ખગોળશાસ્ત્રના અનુસ્નાતક સંશોધન વિદ્યાર્થી એડમ મેકમાસ્ટર, ધ ઓપન યુનિવર્સિટી અને એસ્ટ્રોફિઝિક્સ એજ્યુકેશનના પ્રોફેસર એન્ડ્રુ નોર્ટનનો સમાવેશ થાય છે. ધ ઓપન યુનિવર્સિટી એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં (Astrophysical Journal) પ્રકાશિત એક સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે પણ હજુ આ સંશોધનની સમીક્ષા કરવાની બાકી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ

2 પ્રકારના ગુરુત્વાકર્ષણ લેન્સિંગ અવલોકનોને જોડ્યા

આવા અદ્રશ્ય બ્લેક હોલને શોધવા (A Black Hole Which Is Completely Invisible) માટે, વૈજ્ઞાનિકોની ટીમે ઘણા વર્ષોથી બે અલગ અલગ પ્રકારના અવલોકનોને જોડવા પડ્યા. આ પ્રભાવશાળી સિદ્ધિ અગાઉ શોધાયેલ સ્વતંત્ર બ્લેક હોલ વિશે જાણવાની નવી રીત પણ પૂરી પાડે છે. આ નવા સંશોધનના લેખકોએ બ્લેક હોલની શોધમાં 2 પ્રકારના ગુરુત્વાકર્ષણ લેન્સિંગ અવલોકનોને જોડ્યા છે.

બ્લેક હોલ છે કે અસ્પષ્ટ તારો તે શોધવા ઘણું કામ કરવાની જરૂર

આ બ્લેક હોલ છે કે અસ્પષ્ટ તારો છે તે શોધવા માટે ઘણું કામ કરવાની જરૂર હતી અને અને ત્યારે જ અન્ય પ્રકારના ગુરુત્વાકર્ષણ લેન્સિંગ અવલોકનો કામમાં આવ્યા હતા. તારો કેટલો દૂર ગયો છે તે માપવા માટે લેખકોએ 6 વર્ષ સુધી હબલ સાથે વારંવાર ચિત્રો લીધા હતા. હવે વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે કદાચ આ એક બ્લેક હોલ છે જેના વિશે અત્યાર સુધી કોઈ જાણતું ન હતું.

આ પણ વાંચો: Lunar Mission of India: અંતરિક્ષમાં ભારતની વધુ એક ઊંચી છલાંગની તૈયારી, ઓગસ્ટ 2022માં લોન્ચ થશે ચંદ્રયાન 3

ખગોળશાસ્ત્રીઓ બ્લેક હોલનો અભ્યાસ કરવા આતુર

ખગોળશાસ્ત્રીઓ બ્લેક હોલનો અભ્યાસ કરવા આતુર છે કારણ કે, તેઓ તારાઓના ખતમ થવાની રીત વિશે ઘણું જણાવી શકે છે. બ્લેક હોલના દળને માપીને, તારાઓની છેલ્લી ક્ષણોમાં શું થાય છે તે શોધવાનું શક્ય છે, કે તેમના કોરો કેવી રીતે તૂટી રહ્યા છે અને તેમના બાહ્ય સ્તરો ક્ષીણ થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.