નાસાઃ સૌપ્રથમ ગેલિલીયોએ દૂરબીન ઉપયીગ કરી બ્રહ્માંડના અભ્યાસ માટેની એક નવી દિશા ખોલી હતી. ખગોળિય પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો ભગીરથ પ્રયાસ શરુ થયો હતો. આ જ રીતે 20મી સદીમાં એડવીન હબલે પોતે બનાવેલા દૂરબીન વડે બ્રહ્માંડનો અભ્યાસ કર્યો, પરંતુ પૃથ્વી પર રહેલા દૂરબીન દ્વારા બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જેથી નાસાએ એક દૂરબીન અંતરીક્ષમાં મુકવાની યોજના બનાવી હતી.
24 એપ્રિલ, 1990માં સ્પેસ શટલ ડીસ્કવરીની મદદથી નાસાએ અંતરીક્ષમાં એક ટેલિસ્કોપ છોડ્યો. જે ટેલિસ્કોપનું નામ એડવીશ હબલે ખગોળ ક્ષેત્રે આપેલા અમુલ્ય પ્રદાન બદલ હબલ સ્પેશ ટેલિસ્કોપ રાખવામાં આવ્યું.
1993માં આ ટેલીસ્કોપના મુખ્ય લેન્સમાં મુશ્કેલી ઉભી થતાં સ્પેસ શટલ દ્વારા અંતરીક્ષ યાત્રીઓ અંતરીક્ષમાં જઈ લેન્સની આ ક્ષતી દૂર કરી હતી. છેલ્લે 2002માં ફરી રિપેર કરવામાં આવ્યો હતો. આ હબલ ટેલીસ્કોપનું આયુષ્ય 20 વર્ષનું માનવામાં આવતું હતું. એટલે કે 2010 સુધી કામ કર્યું હતું. હબલ ટેલિસ્કોપમાં ફોટોગ્રાફ મેળવવા માટે વિવિધ પ્રકારના કેમેરા અને વર્ણપટ માટે સ્પટ્રોમીટર રાખાયું હતું.
હબલ સ્પેસ ટેલિસ્કોપે પૃથ્વીથી 560 કિલોમીટર ઉપર અવકાશમાં પ્રદક્ષિણા કરી. હબલે વિજ્ઞાનક્ષેત્રે માણસને હરણફાળ ભરાવી છે. હબલ જેવું શક્તિશાળી, સક્ષમ અને ફળદ્રુપ વૈજ્ઞાનિક ઉપકરણ બીજું એકય બન્યું નથી. હબલની મદદથી 30 હજારથી પણ વધુ અવકાશીય અજાયબીઓ શોધી શકાઈ. સમગ્ર બ્રહાંડની દૂર દૂર સુધીની 6 લાખથી પણ વધુ તસ્વીરો આ ટેલિસ્કોપે લીધી છે.
હબલ માત્ર એક ટેલિસ્કોપ નહીં પણ સંપૂર્ણ સ્પેસ વેધશાળા છે. ચોક્કસ સમયે વૈજ્ઞાનિકો સ્પેસમાં હબલની સર્વિસિંગ અને અપગ્રેડેશન કરી આવે છે. આ માટે જ આજે આ ટેલિસ્કોપ લોન્ચ કરાયો હતો. સૌરમંડળની બહાર પણ આ ટેલિસ્કોપે 400 જેટલા ગ્રહો શોધી નાખ્યા છે. વર્ષોથી વિજ્ઞાનને મુંઝવતા ગામા કિરણો અને ડાર્ક મેટર વિષે પણ સંશોધન કરવું હવે શક્ય બન્યું છે. હબલ ટેલિસ્કોપે મેળવેલી સિધ્ધિઓએ સાચે જ એડવિન હબલને અમર બનાવી દીધો છે.
આમ, સૌપ્રથમ ગેલિલીયોએ દૂરબીન ઉપયીગ કરી બ્રહ્માંડના અભ્યાસ માટેની એક નવી દિશા ખોલી હતી. ધરતી પરના ટેલિસ્કોપની એક મર્યાદા હોય છે. આ માટે 1946થી વૈજ્ઞાનિકોએ સ્પેસમાં ઓબ્ઝર્વેટરી લોન્ચ કરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. 1953માં હ્રદયરોગના હુમલાને કારણે હબલનું અવસાન થયું. જ્યારે 1990માં સૌથી મોટો સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરાયો, ત્યારે હબલના માનમાં વૈજ્ઞાનિકોએ તેનું નામકરણ હબલ સ્પેસ ટેલિસ્કોપ રાખ્યું હતું. આ હબલ ટેલિસ્કોપે આપણી બ્રહાંડને જોવાની દ્રષ્ટિ કાયમ માટે બદલી નાખી.
- હબલનું વજન 11.6 ટન,
- 100 મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા પુરી કરવી
- સાત હજાર પ્રકાશવર્ષ દૂરની આકાશ ગંગાની તસ્વીરો પણ ખેંચવી
- હબલની લંબાઈ 13.2 મીટર, વ્યાસ 4.2 મીટર
- મુખ્ય લેન્સનો વ્યાસ 2.44 મીટર
- હબલે મોકલાવેલી તસ્વીરો ઉપરથી લગભગ 3000 જેટલા સંશોધન રિપોર્ટ પ્રસિદ્ધ