ETV Bharat / opinion

મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?

"વધુ એક ચૂંટણી ઢંઢેરો જે ડીએમકેના ચૂંટણી ઢંઢેરાને પડકારતો હોય તેમ લાગે છે, તે બહાર આવી ચૂક્યો છે. જેમ સ્પર્ધક કંપનીઓ હરાજીમાં બોલી લગાવે છે, તેઓ આપણાં વચનોમાં સુધર્યાં હોય તેમ લાગે છે અને તેઓ આ સૂર્ય હેઠળ જે કંઈ છે તે દરેકનું વચન આપતા હોય તેમ લાગે છે." દસ વર્ષ પહેલાં ડીએમકેના નેતા અને તમિલનાડુના મુખ્ય પ્રધાન શ્રી કરુણાનીધિએ કહ્યું હતું.

મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?
મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?
author img

By

Published : Mar 19, 2021, 2:31 PM IST

"વધુ એક ચૂંટણી ઢંઢેરો જે ડીએમકેના ચૂંટણી ઢંઢેરાને પડકારતો હોય તેમ લાગે છે, તે બહાર આવી ચૂક્યો છે. જેમ સ્પર્ધક કંપનીઓ હરાજીમાં બોલી લગાવે છે, તેઓ આપણાં વચનોમાં સુધર્યાં હોય તેમ લાગે છે અને તેઓ આ સૂર્ય હેઠળ જે કંઈ છે તે દરેકનું વચન આપતા હોય તેમ લાગે છે." દસ વર્ષ પહેલાં ડીએમકેના નેતા અને તમિલનાડુના મુખ્ય પ્રધાન શ્રી કરુણાનીધિએ કહ્યું હતું.

બે દ્રવિડિયન પક્ષોના સર્વોચ્ચ નેતાઓ જયલલિતા અને કરુણાનીધિનાં નિધન પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી છે જેમાં ફરી એક વાર વચનોનું રાબેતા મુજબ ઘોડાપૂર આવ્યું છે. તમિલનાડુ વિધાનસભાની ૨૩૪ બેઠકોની ચૂંટણી આવતા મહિનાની છ તારીખે થશે. ૬.૧ કરોડ મતદાતાઓને આકર્ષવા એમ. કે. સ્ટાલીનના નેતૃત્વવાળા ડીએમકેએ ૫૦૦ વચનો આપ્યાં છે. વચનોમાં સરકારી શાળાઓ અને કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને મફત ડેટા ટેબ આપવું, પેટ્રોલ, ડીઝલ અને એલ.પી.જી.ના ભાવમાં ઘટાડો, રેશન કાર્ડ ધરાવતી દરેક મહિલાને રૂ. ૧,૦૦૦, હિન્દુ મંદિરોની યાત્રા પર જતી વ્યક્તિઓને રૂ. ૨૫,૦૦૦થી લઈ રૂ. ૧ લાખ સુધીની આર્થિક સહાય આપવાનાં વચનોનો સમાવેશ થાય છે.

ત્રીજી વાર શાસનમાં પુનરાગમનનું ધ્યેય ધરાવતા એઆઈએડીએમકેએ ડીએમકેના વચનોમાં વધુ સુધારો કર્યો અને વૉશિંગ મશીન અને વચનોમાં સૉલર સ્ટવ નિઃશુલ્ક આપવાં, રેશન કાર્ડ ધાવતી દરેક મહિલાને રૂ. ૧,૫૦૦ આપવા, વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૩માં, સર્વોચ્ચ ન્યાયાલયે એવું અવલોકન કર્યું હતું કે આવાં મફત આપવાનાં વચનો મતદારોને પ્રભાવિત કરે છે અને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવામાં બાધારૂપ છે. તેણે ચૂંટણી પંચને આ પ્રકારના વલણને હતોત્સાહ કરવા માર્ગદર્શિકા ઘડી કાઢવા નિર્દેશ આપ્યો હતો. રાજકીય પક્ષો સાથે સઘન મંત્રણા પછી ચૂંટણી પંચે ઘડી કાઢેલી માર્ગદર્શિકાથી ચૂંટણી વચનોના ઘોડાપૂરને અટકાવી શકી નથી. દરેક ચૂંટણીમાં આ પૂરવાર થતું આવ્યું છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે

એ નોંધવું નિરાશાજનક છે કે રાજકીય પક્ષો સત્તાનાં ફળ ખાવા માટે મતદારોને પોતાની જાળમાં ફસાવે છે જેનાથી રાજ્યો દેવાની જાળમાં ફસાતાં જાય છે.

સાત દાયકા પહેલાં, ન્યાયમૂર્તિ ચાગલાએ નિવેદન કર્યું હતું કે ભારતમાં એક સમાન પુખ્ત મતાધિકાર છે, તેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મતદારો બંનેની પ્રમાણિકતા અને અખંડિતતા જાળવી રાખવી જોઈએ. રાજકીય પક્ષોએ નાણાં હસ્તાંતરણ જેવી લાલચો દ્વારા મતદારોને પ્રભાવિત કરવાની કળા હસ્તગત કરી લીધી છે. સરકારની તિજોરીનાં નાણાં લોકોના છે. આ રીતે આપણા રાજકીય પક્ષો લોકોનાં નાણાંથી જ લોકોના મત ખરીદવાનો દુષ્ટ રસ્તો અપનાવી રહ્યા છે.

ચીનને કાબૂમાં રાખવા QUAD દેશોનું સંગઠન

સર્વોચ્ચ ન્યાયાલયે એ સ્પષ્ટ કર્યું છે કે રાજકીય પક્ષો તેમના ચૂંટણી ઢંઢેરા દ્વારા જે લાલચો આપે છે તેને જન પ્રતિનિધિ અધિનિયમની કલમ ૧૨૩ હેઠળ ભ્રષ્ટાચાર તરીકે ગણી શકાય નહીં. ચૂંટણી પંચ મુજબ, બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો વિવિધ પ્રકારના કલ્યાણની છૂટ આપે છે, તેથી ચૂંટણી ઢંઢેરામાં વચન અપાયેલી કલ્યાણકારી યોજનાઓની સામે વાંધો લઈ શકાય નહીં. જોકે ચૂંટણી પંચે એવી નિરર્થક સલાહ આપી છે કે રાજકીય પક્ષોએ એવાં વચનો આપવાથી વેગળા રહેવું જોઈએ જેનાથી ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જોખમાય.

ચૂંટણી પંચે અન્ય લોકતાંત્રિક દેશોમાં જે રીતે ચૂંટણી યોજાય છે તેના પર સંશોધન કર્યું હતું. તેમાં તેને જણાયું કે ભૂતાન અને મેક્સિકોમાં ચૂંટણી ઢંઢેરામાં વાંધાજનક પાસાંને હટાવી શકાય છે. બ્રિટનમાં રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા બંધાયેલા છે. ભારતમાં ચૂંટણી પંચની ભૂમિકા મૂંગા દર્શક પૂરતી સીમિત છે, જ્યારે રાજકીય પક્ષો તમામ લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે ત્યારે પણ તે મૌન જોઈ રહે છે. આના કરતાં વધુ કરુણતા શું હોઈ શકે?

તમિલનાડુની ચૂંટણીમાં અપાયેલાં વચનો પર પાછા ફરીએ તો, રેશનકાર્ડ ધરાવતી દરેક મહિલાને દર મહિને રૂ. ૧,૦૦૦ આપવાનું વચન પૂર્ણ કરવા માટે વાર્ષિક રૂ. ૨૧,૦૦૦ કરોડ જોઈશે.

દસ વર્ષમાં તમિલનાડુમાં માથા દીઠ દેવું રૂ. ૧૫,૦૦૦થી વધી રૂ. ૫૭,૦૦૦ થઈ ગયું છે. રાજ્યએ લીધેલી લૉન ભરપાઈ કરવા તે વાર્ષિક રૂ. ૫૧,૦૦૦ કરોડ ખર્ચે છે. આવી સ્થિતિમાં, મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.