ETV Bharat / opinion

બાળકો- કન્યાઓની હેરાફેરીનું દૂષણ - latest news of Smuggling racket

ઑગસ્ટ 1991માં ઇન્ડિયન એરલાઇન્સની એરહોસ્ટેસ અમૃત્તા અહલુવાલીયાએ હૈદરાબાદથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં 10 વર્ષની એક કિશોરીને ડૂસકાં ભરતાં જોઈ હતી. તેમણે પૂછપરછ કરી તો ખબર પડી કે તેના લગ્ન 60થી 70 વર્ષની મોટી ઉંમરના માણસ સાથે કરી દેવામાં આવ્યાં છે અને તેને ગલ્ફમાં લઈ જવામાં આવી રહી છે. આ ઘટના પછી કન્યાઓની હેરાફેરીનો મામલો સૌના ધ્યાને ચડ્યો હતો. એરહોસ્ટેસે પગલાં લીધા અને કિશોરીને ગલ્ફમાં લઈ જતી અટકાવી હતી. એટલું જ નહિ તેના કહેવાતા પતિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે પણ પ્રયાસ કર્યા હતા. જો કે, તે જામીન પર છૂટ્યો પછી નકલી પાસપોર્ટ પર દેશ છોડીને નાસી ગયો હતો.

ETV BHARAT
બાળકો- કન્યાઓની હેરાફેરીનું દૂષણ
author img

By

Published : Aug 4, 2020, 9:00 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ઑગસ્ટ 1991માં ઇન્ડિયન એરલાઇન્સની એરહોસ્ટેસ અમૃત્તા અહલુવાલીયાએ હૈદરાબાદથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં 10 વર્ષની એક કિશોરીને ડૂસકાં ભરતાં જોઈ હતી. તેમણે પૂછપરછ કરી તો ખબર પડી કે તેના લગ્ન 60થી 70 વર્ષની મોટી ઉંમરના માણસ સાથે કરી દેવામાં આવ્યાં છે અને તેને ગલ્ફમાં લઈ જવામાં આવી રહી છે. આ ઘટના પછી કન્યાઓની હેરાફેરીનો મામલો સૌના ધ્યાને ચડ્યો હતો. એરહોસ્ટેસે પગલાં લીધા અને કિશોરીને ગલ્ફમાં લઈ જતી અટકાવી હતી. એટલું જ નહિ તેના કહેવાતા પતિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે પણ પ્રયાસ કર્યા હતા. જો કે, તે જામીન પર છૂટ્યો પછી નકલી પાસપોર્ટ પર દેશ છોડીને નાસી ગયો હતો.

તે પછીના દિવસોમાં 4થી 10 વર્ષના બાળકોને પણ ગલ્ફમાં મોકલી દેવાતા હોવાનું રેકેટ બહાર આવ્યું હતું. ગલ્ફના અબજપતિઓ ઊંટોની રેસ કરે ત્યારે તેના પર બાળકોને બેસાડવા માટે આ હેરાફેરી ચાલતી હતી. ઊંટના ગળે બાળકોને બાંધ્યા હોય એટલે તે ચીસાચીસ કરી મૂકે અને તેના કારણે ઊંટ વધારે ભડકીને ભાગે. આવી રીતે ઊંટોને દોડાવવાના કારણે ઘણી વાર બાળકો ગળે સરખા બાંધ્યા ના હોય તો નીચે પડી જતા હતા અને કચડાઈ જતા હતા. જેમ તેમ રેસ પાર કરી જાય તે બાળકોનો પણ છુટકારો ના થતો અને બીજી રેસમાં જોતરાવું પડતું અને ઘણી વાર તેમનું જાતીય શોષણ પણ થતું હતું.

હાલમાં જ એવી ઘટના બહાર આવી છે કે, ઈંટોના ભઠ્ઠા પર કામ કરનારાનું જાતીય શોષણ કોન્ટ્રેક્ટર કરતો હતો. ઈંટોના ભઠ્ઠા પર કામ કરનારા ઘણા મજૂરો, મહિલા અને બાળકોને પણ વેઠિયાની જેમ જ રાખવામાં આવતા હતા. તેમને અમાનવીય સ્થિતિમાં રાખવામાં આવતા હતા અને કલાકો સુધી તેમની પાસે મજૂરી કરાવાતી હતી. બદલામાં બહુ મામૂલી મજૂરી તેમને આપવામાં આવતી હતી. 2013માં ઈંટોના ભઠ્ઠા પરથી નાસી જવાની કોશિશ કેટલાક મજૂરોએ કરી હતી. તે વખતે કોન્ટ્રેક્ટરોએ તેમને પકડી લીધા અને તેમને વિકલ્પ આપ્યો કે કાં તો હાથ કપાવો, કાંતો પગ.

થોડા દિવસ પહેલાં અખબારોમાં અહેવાલ હતો કે, એક યુવાન આદિવાસી કન્યા માનસી બારિહા ઈંટોના ભઠ્ટા પર અઠવાડિયે 250 રૂપિયાની મજૂરીએ કામ કરતી હતી. માનસી અને બીજા લોકો કામ મૂકીને જવા માગતા હતા ત્યારે કોન્ટ્રેક્ટરે તેમને બેરહેમીથી માર માર્યો હતો. માનસીએ તેનો વીડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો. જેના કારણે તે વાઇરલ થયો અને તંત્ર જાગ્યું હતું. પોલીસે દરોડા પાડીને તામિલનાડુમાંથી આ રીતે 6000 જેટલા મજૂરોને ભઠ્ઠા પરથી છોડાવ્યા.

આમાંના ઘણા કિસ્સામાં ભોગ બનેલાનું જાતીય શોષણ પણ થતું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ અનુસાર માણસોની હેરાફેરીના 70 ટકા કિસ્સામાં સ્ત્રીઓ અને કન્યાઓની હેરાફેરી થતી હોય છે. તેમના જાતીય શોષણ નહિ તો બીજા શા માટે હેરાફેરી થાય? ભારતમાં પણ સ્ત્રીઓ અને કન્યાઓની હેરાફેરીનું પ્રમાણ આનાથી ઓછું હશે તેવું માનવાને કોઈ કારણ નથી. આ રીતે જાતીય શોષણનો ભોગ બનનારી નારીઓ બહુ ગરીબ હોય છે. તેમણે દેવું કર્યું હોય છે ને ચૂકવી શકે તેવી સ્થિતિમાં હોતી નથી. એવા પણ ઘણા કિસ્સા મળી આવે છે, જેમાં ગરીબીના કારણે કુટુંબે નાના બાળકોને વેચી નાખ્યા હોય. નાના છોકરા-છોકરીના અપહરણ કરીને તેમને હેરાફેરી કરનારી ટોળકીને વેચી દેવાયા હોય તેવા પણ ઘણા બનાવો બને છે.

અન્ય રીતે હેરફેર કરવામાં બાળલગ્ન જેવી ચાલાકી અજમાવવામાં આવે છે. બાળ મજૂર કે વેઠિયા મજૂરના બહાને પણ હેરાફેરી થાય છે. હું માનું છું કે, આ એક પ્રકારની ગુલામી જ છે. છેલ્લામાં છેલ્લા પ્રકારની હેરાફેરી સાયબર ટ્રાફિકિંગની છે, જેમાં યુવાન છોકરીઓને ટોળકીના સભ્યો અને એજન્ટો લલચાવે છે. ઇન્ટરનેટ પર તેમને જાળમાં ફસાવીને પછી દેહ વ્યાપાર વ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે. મોટા ભાગનો વહેવાર ઇન્ટરનેટ પર જ થતો હતો હોય છે. જેના કારણે ભોગ કરનારી યુવતી ટોળકીના લોકોને ઓળખી પણ શકતી નથી. તેના કાણે એજન્ટ અને કોન્ટ્રેક્ટરોને પકડવા મુશ્કેલ બને છે અને કેસ ચલાવવો વધારે મુશ્કેલ હોય છે.

દિલ્હીમાં હાલમાં એક હેરાફેરી કરનારાને પકડવામાં આવ્યો તેના પરથી ખ્યાલ આવે છે કે, આખી માફિયા ટોળકીનો સંબંધ બહુ વગદાર લોકો અને સત્તાધીશો સાથે હોય છે. એક ફિમેલ ટ્રાફિકર દિલ્હીની આસપાસમાં કામ કરતી હતી અને છેક 2000થી પોતાનું કામ કરતી આવી છે. વીસ-વીસ વર્ષ સુધી તે પોતાનું રેકેટ બિનધાસ્ત ચલાવતી રહી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘે બ્લ્યૂ હાર્ટ ઝુંબેશ શરૂ કરી છે, જેથી વૈશ્વિક ધોરણે મનુષ્યોની હેરાફેરીની સમસ્યા તરફ અને સમાજમાં તેની અસરો પર સૌનું ધ્યાન ખેંચાય છે. થોડા દિવસો પહેલાં વર્લ્ડ ડે અગેઇન્સ્ટ ટ્રાફિકિંગ ઇન પરસન્સ ઉજવાયો હતો. હૈદરાબાદની જાણીતી એનજીઓ પ્રજ્વલાએ આ વિષય પર વેબીનાર યોજ્યો તેમાં મને ભાગ લેવાની તક મળી હતી. હેરાફેરીની જાળમાંથી બચી શકેલા ત્રણના અનુભવોને સૌને જણાવાયા હતા. આવી રીતે છોડાવવામાં આવેલા લોકોનું અપરાજિતા નામનું ફોરમ તૈયાર કરાયું છે.

તેમાંની એક કન્યાને તેની માતાએ જ દેહ વેપાર માટે વેંચી નાખી હતી. બીજા કિસ્સામાં ફ્રેન્ડ પ્રેમજાળમાં કિશોરીને ફસાવી હતી અને વેંચી નાખી હતી. ત્રીજા કિસ્સામાં હૈદરાબાદની કિશોરી જે શાળામાં ભણતી હતી તેના એક કર્મચારીએ તેને ઉઠાવીને દિલ્હીમાં વેશ્યાગૃહમાં વેચી નાખી હતી. આ કિશોરીઓને જે આફતમાંથી પસાર થઈ હતી તે સાંભળીને સૌ કોઈ હચમચી ગયા હતા. એ જ રીતે 14 રાજ્યોના જુદા જુદા ભોગ બનેલાની આપવીતિ બહુ કંપારી દેનારી હતી.

સમાજ તરીકે આપણે આવી હેરાફેરી અટકાવવા માટે શું કરી શકીએ? આજની સ્થિતિ પ્રમાણે એવું લાગે છે કે આ દૂષણ સાવ બંધ થાય તેવું લાગતું નથી, પરંતુ આછોમાં આછું તેને નિયંત્રિત કરવાના પ્રયાસ કરવા જોઈએ. આપણા જેવા કલ્યાણ રાજ્યોની એ જવાબદારી બને છે કે તે પોતાના બાળકો, કન્યાઓ અને મહિલાઓની સુરક્ષા માટેની કોશિશ કરે. તેમને પણ માનભર્યું જીવન જીવવાનો હક મળે. જાતીય કે અન્ય રીતે તેમનું શોષણ ના થાય તે જોવું રહ્યું. કાયદાનું પાલન કરનારી એજન્સીઓએ વધુ સજાગ રહેવું જોઈએ, જેથી હેરાફેરી કરનારા અને તેમાં બાળકોને ધકેલી દેનારા વચ્ચેની કડી તૂટે.

પરિવર્તન માટેના મક્કમ ઇરાદા સાથે આ પગલાં લેવાવાં જોઈએ. હેરાફેરીનો ભોગ બનેલા માટે આશ્રય સ્થાન બનાવવા જોઈએ, જેનું સૂચન ત્રણેય બચી ગયેલી કન્યાઓએ કર્યું હતું. આ સાથે જ આશ્રય સ્થાન પર પણ નિયંત્રણ અને દેખરેખ રાચવા જોઈએ, જેથી અહીં તેમનું શોષણ ના થાય. બિહારના મુઝફ્ફરપુરમાં રાજકીય આશ્રય સાથે અને સરકારી ફંડ સાથે જ બન્યું હતું તે રીતે સામુહિક બળાત્કારનું કામ ના થાય તે જોવું પડે.

આ બધામાં સમાજની ભૂમિકા બહુ અગત્યની બની જાય છે. હું માનું છું કે, આપણા બધાની ફરજ બને છે કે આપણે સાવધ રહીએ અને કોઈ પણ જગ્યાએ બાળ-મજૂરી, વેઠિયા મજૂરી થતી દેખાતી હોય તો સત્તાધીશોને જાણ કરીએ. કદાચ જાતીય શોષણનો કિસ્સો ના હોય તો પણ સાવધ કરવા જોઈએ. કોઈ પણ રીતે હેરાફેરીની શંકા જતી હોય ત્યાં સત્તાવાળાઓને સાવધ કરીએ. આપણે સૌ સાથે મળીને પગલાં નહિ લઈએ ત્યાં સુધી આ દૂષણ સમાજના બાળકો અને કન્યાઓનો ભોગ લેતું રહેશે.

- જસ્ટિસ (નિવૃત્ત) મદન બી. લોકુર, સર્વોચ્ચ અદાલતના માજી ન્યાયમૂર્તિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.