ETV Bharat / opinion

લોકમાન્ય તિલકના સમાજ સુધારણા અને રાષ્ટ્રવાદ વિશેના વિચારો - લોકમાન્ય તિલક સમાજ સુધારણા

લોકમાન્ય બાલગંગાધર તિલકને ભારતમાં રાષ્ટ્રવાદના હિમાયતી, દ્રષ્ટા અને પ્રવક્તા માનવામાં આવે છે. સંસ્કૃતિ અને ધર્મ એ તિલકના રાષટ્રવાદના વિચારોના મુખ્ય પાયા છે. તેમણે આર્થિક આધાર અથવા રાષ્ટ્રવાદની પણ હિમાયત કરી હતી.

લોકમાન્ય તિલક
લોકમાન્ય તિલક
author img

By

Published : Aug 1, 2020, 12:06 PM IST

હૈદરાબાદ: લોકમાન્ય બાલગંગાધર તિલકને ભારતમાં રાષ્ટ્રવાદના હિમાયતી, દ્રષ્ટા અને પ્રવક્તા માનવામાં આવે છે. સંસ્કૃતિ અને ધર્મ એ તિલકના રાષટ્રવાદના વિચારોના મુખ્ય પાયા છે. તેમણે આર્થિક આધાર અથવા રાષ્ટ્રવાદની પણ હિમાયત કરી હતી.

તિલકે જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદને ભૌતિક રીતે જોવો ન જોઈએ અથવા તે કોઈ ભૌતિક કે આધ્યાત્મિક વસ્તુ નથી. આ એક એવો વિચાર, નિર્ણય, ઈચ્છા કે ભાવ છે જેને અનુભવી શકાય છે, પરંતુ જોઈ શકાતો નથી. દરેક દેશે એ વાતની ખાતરી કરવી જોઈએ કે, રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરવામાં આવે અને તેને લોકોને પણ વારંવાર તેની યાદ અપાવવામાં આવે.

રાષ્ટ્રવાદ માટે તિલકનું દર્શન અને તેમની વિચારધારા બે રીતે અજોડ હતી: એક તો લોકોમાં રાષ્ટ્રવાદ માટે ભાવના ઉભી કરવામાં અને તેને વધુને વધુ ઉજાગર કરવામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અન્ય રાજકીય સંગઠનોની ભૂમિકા પર તેઓ ભાર મુકતા હતા અને આર્થિક તેમજ અન્ય (ખાસ કરીને શૈક્ષણિક) ક્ષેત્રો પર ભાર મુકવાનો તેમનો આગ્રહ બ્રીટીશ રાજને નબળુ બનાવવા માટે કારણભૂત બન્યા હતા. તો બીજી તરફ ભારતીય રાષ્ટ્રવાદનો તેમનો વિચાર બે સ્તરે કાર્યરત થયો; પ્રાદેશીક અને રાષ્ટ્રીય. 1890ના દાયકા દરમીયાન તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન સ્થાનિક મુદ્દાઓ અને રાજકીય ચળવળ પર કેન્દ્રીત કર્યું.

હોમ રૂલ લીગ:

યુદ્ધના વર્ષોમાં તેમણે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી અને ત્યાર બાદ તિલકની રાષ્ટ્રીય નેતા તરીકેની રાજકીય કારકીર્દીના વર્ષોમાં પણ તે આગળ ચાલી હતી.
તેમણે દાદાભાઈ નવરોજીની ઇકોનોમીકલ ડ્રેઇનની થીયરીને સ્વીકારી હતી અને દેશના સંસાધનોનું શોષણ કરવા બદલ બ્રીટીશ સરકારની ટીકા પણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, વિદેશી રોકાણો અને સાહસો દેશમાં ભ્રમણાનું કારણ બન્યા છે, જ્યારે સત્ય કંઈક અલગ જ હતું.

તિલકને અહેસાસ થયો હતો કે, બ્રીટીશ સરકાર પાસે દેશના સ્થાનિક સાહસોને સુરક્ષા આપવાની અપેક્ષા રાખી શકાય તેમ નથી. તિલક દ્વારા ચલાવવામાં આવેલી બે ચળવળો, ‘બહિષ્કાર’ અને ’સ્વદેશી’નો ધ્યેય સ્થાનિક અને સ્વતંત્ર આર્થિક વિકાસ સાધવાનો છે.
1900ના દાયકાના શરૂઆતના સમયગાળામાં તિલક અને જમશેદજી તાતાએ ભારતમાં ઉત્પાદીત થયેલી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે બોમ્બે સ્વદેશી કો-ઓપરેટીવ સ્ટોર્સની શરૂઆત કરી હતી.

સંઘીય રાષ્ટ્ર:
તિલક માનતા હતા કે, ભારત પાસે ભાષા અને ધર્મની વિવિધતા છે અને માટે તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકા જેવુ બની શકે છે. આ ઉપરાંત દેશના જુદા જુદા રાષ્ટ્રોએ રાષ્ટ્રવાદના ભાવ સાથે આગળ આવવુ જોઈએ. આપણે માનવ શરીરના એક ભાગ જેવા છીએ કે જ્યાં જો આંખમાં કોઈ ખામી સર્જાય તો તેનો મતલબ એ નથી કે આંખની સારવાર માટે હાથ મદદ ન કરે. જો શરીરના દરેક ભાગ એકસાથે મળીને કામ ન કરે તો શરીર મૃત્યુ પામે છે.

ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર:
લોકમાન્ય તિલક હંમેશા સંસદીય લોકશાહીની તરફેણમાં રહ્યા છે. ‘રાષ્ટ્ર’ના ખ્યાલને તેમણે વૈદિક સંસ્કૃતિના પાયા પર વિકસાવ્યો હતો. તેઓ માનતા હતા કે વૈદિક ધર્મ એક બીજા માટે કામ કરવાની અને એકબીજા માટે જીવન જીવવાનુ કહે છે. વૈદિક ધર્મ અન્ય લોકોના વિચારોને સ્વીકારવાની વાત કરે છે. હજારો વર્ષો સુધી લોકોએ એકબીજાના દ્રષ્ટિકોણને સ્વીકારીને તેની સાથે સહમત થતા હતા. હકીકતમાં ભારત, એક રાષ્ટ્ર તરીકે બધા જ ધર્મો, વિચારો, સંસ્કૃતિ વગેરેનો અપનાવીને વિવિધતામાં પણ એકતાના દર્શન કરાવનારો દેશ છે.

તેમણે જણાવ્યુ હતુ કે, “ભારતમાં આપણને ઘણી જ વિવિધતા જોવા મળે છે. આ બધા જ તફાવતો સાથે આપણે જો ઇંગલેન્ડથી એક બોટમાં યાત્રા શરૂ કરીએ છીએ તો ઇડન બંદર પર પહોંચતા સુધીમાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાંના ખુબ ઓછા તફાવતોનું અસ્તિત્વ રહ્યુ હોય છે. આપણે સુએજ કેનાલથી રાતા સમુદ્ર સુધી પ્રવાસ કરીએ છીએ ત્યારે તેમાંથી પણ મોટા ભાગના તફાવતો નાશ પામ્યા હોય છે. જ્યારે આપણે આપણા પ્રવાસને તેનાથી પણ ધપાવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ જ તફાવત રહેતો નથી. ‘આપણે બંધનમાં છીએ અને આપણો દેશ ગુલામીમાં છે’ તે એક માત્ર મુશ્કેલીનું જાણે અસ્તિત્વ રહે છે.”

સામાજીક સુધારણા:

તિલક સમાજ સુધારણાના વિરોધમાં ન હતા પરંતુ જે સમાજની સુધારણા એ તેમનો ઉદ્દેશ હતો એ સમાજ પર આ બદલાવોને તેઓ જબરદસ્તી લાગુ કરવા માગતા ન હતા. તેઓ એ વાત સાથે સહમત હતા કે સમયમાં આવતા બદલાવની સાથે સામાજીક સંસ્થાઓ અને રીત-રીવાજોમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. હકીકતમાં તેમણે પોતે રૂઢીચુસ્ત વલણ વિરૂદ્ધ લડત પણ છેડી હતી. તિલક જે ઉદારમતવાદી સુધારકોનો વિરોધ કરતા હતા તેનાથી તિલકની સામાજિક સુધારણાની થીયરી અલગ હતી. તેઓ સ્વયંભૂ, ઉત્ક્રાંતિવાદી અને મૌલિક સુધારાઓની તરફેણમાં હતા. લોકોના વારસા સાથે જોડાયેલા અને આ વારસાથી જ પ્રોત્સાહિત થયેલા ધીમી ગતીના અને ઉંડાણપૂર્વકના ફેરફારોના તેઓ હિમાયતી હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.