ન્યૂઝ ડેસ્કઃ બે દિવસ પહેલાં જ કેન્દ્રના આરોગ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે 24 કલાકમાં 30 લાખ લોકોને રસી આપીને એક નવો રેકર્ડ કરવામાં આવ્યો હતો. સાથે જ સંસદની સ્ટેન્ડિંગ કમિટીનો અહેવાલ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
રસીકરણની શરૂઆત થઈ તેને બે મહિના થવા આવ્યા છે. આ એક મહા યજ્ઞ જેવું કામ છે અને લોકો સુધી ઝડપથી રસી પહોંચાડવાી છે. અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડ જેટલા લોકોને રસી મળી છે, અને પ્રથમ તબક્કે 50 કરોડ ડોઝ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક હતું. જોકે હજી સુધી આ લક્ષ્યાંકના માત્ર 7 ટકા જ હાંસલ કરી શકાયા છે.
સંસદની સ્ટન્ટિંગ કમિટીના અહેવાલ અનુસાર આ જ ગતિએ રસીકરણ ચાલશે તો સમગ્ર દેશની વસતિને રસી આપવામાં સાત વર્ષ લાગી જશે. વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે કે રસી આપવામાં વિલંબ થશે તો વાઇરસની નવા સ્ટ્રેઇન પેદા થશે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં ફરીથી ચેપ ઝડપથી ફેલાવા લાગ્યો છે અને ચિંતા કરાવી રહ્યો છે. જુદા જુદા રાજ્યોના જિલ્લાઓમાં સાવચેતીના પગલાં લેવાં પડ્યાં છે.
બીજી બાજુ એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે ઘણી બધી જગ્યાએ સમયસર કામગીરી ના થવાના કારણે રસીના ડોઝ નકામા જઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારી તંત્રે વધારે ટેસ્ટ કરવા જોઈએ અને વધારે વૅક્સિનેશન સેન્ટરો ખોલવા જોઈએ. વડા પ્રધાનની વાતને ધ્યાનમાં લઈને દરેક રાજ્યે રસીકરણના કાર્યક્રમને ઝડપથી આગળ વધારવાની જરૂર છે.
પ્રથમ આરોગ્ય વિભાગના અગ્રહરોળના કર્મચારીઓથી શરૂઆત કરીને, બાદમાં પોલીસ તથા અગ્ર હરોળના બીજા લોકોને રસી આપવાની નીતિ સરકારે ઘડી હતી. તે પછી વૃદ્ધોને અને ગંભીર બીમારી ધરાવતા લોકોનો વારો શરૂ કરાયો છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા મંથર ગતિએ, સરકારી લાપરવાહી સાથે જ ચાલી રહી છે. સરકારી આરોગ્ય તંત્રની કામગીરીને ઝડપી કરવાની જરૂર છે.
હવે એ સમય પણ આવી ગયો છે કે માત્ર નિર્ધારિત કરાયેલા ગ્રુપના લોકોને જ રસી આપવાના બદલે રસી આપવા માટેની મુક્તિ બધા લોકો માટે આપી દેવી જોઈએ. હવે પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ ઉપલબ્ધ થાય તેમ છે ત્યારે બધા માટે મુક્ત રીતે રસી આપવાની છૂટ આપી દેવી જોઈએ.
દિલ્હી અને પૂણે જેવા શહેરોમાં સિરોલૉજિકલ સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં જણાયું હતું કે 50 ટકા વસતિમાં એન્ટીબોડીઝ ડેવલપ થયા છે. આવી રીતે એન્ટીબોડી હોય તેવી વ્યક્તિ સૌથી છેલ્લે રસી લે તો પણ ચાલે. પરંતુ તે સિવાયના લોકો રસી લેવા માગતા હોય તેમને રસી આપવા માટે ખાનગી હોસ્પિટલો અને કેન્દ્રોને હવે છૂટ આપી દેવાની જરૂર છે.
કોરોના વાઇરસનો ચેપ નાકથી લાગે છે. શું નાકથી રસી આપવામાં આવે તો તે વધારે અસરકારક થાય ખરી તેની પણ નિષ્ણાતો ચકાસણી કરી રહ્યા છે. જોકે નાકથી રસી આપવાની વાત બાળકો માટે અને વૃદ્ધો માટે સાનુકૂળ હશે કે કેમ તે જોવાનું રહે છે. આ પ્રકારની રસીની પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ છે. સરકાર આ બાબતમાં સહકાર આપે તો ટ્રાયલની પ્રક્રિયા વધારે ઝડપી થઈ શકે છે. આવી રસી સલામત સાબિત થાય તો બીમારી સામે રક્ષણનો વધારે એક વિકલ્પ સમાજને મળશે.
સાથે જ માસ્ક પહેરવાનો, દો ગજની દૂરી રાખવાનો અને વારંવાર હાથ સાફ કરતા રહેવાનો પ્રચાર ચાલુ રાખવાની જરૂર છે. કાળજી લેવી સૌના હિતમાં છે. સાથે જ વધુમાં વધુ લોકો સુધી, ઓછામાં ઓછામાં સમયમાં રસી પહોંચી જાય તે પ્રયાસોને પ્રાથમિકતા આપવી પણ એટલી જ જરૂરી છે.
ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને રસી પહોંચડાવી જરૂરી - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
કોરોના વાઇરસ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે તે ચિંતાનું કારણ છે. નાગપુરમાં ફરીથી લૉકડાઉન લાગ્યું અને, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ઇન્દોર અને ભોપાલ જેવા શહેરોમાં ફરીથી કર્ફ્યૂ અને નાઇટ કર્ફ્યૂ લાદવો પડ્યો તે ગંભીર સ્થિતિ દાખવે છે. કોરોના ચેપનો બીજો તબક્કો શરૂ થયો છે તે કેટલો ચિંતાજનક છે તે આના પરથી સમજવા જેવું છે. શુક્રવારે એકલા મહારાષ્ટ્રમાં 28,000થી વધુ કેસ નોંધાયા, જ્યારે સમગ્ર દેશમાં આંકડો 40,000ની નજીક પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ ફરીથી કેસ 1200નો આંક પાર કરી ગયો છે.