ETV Bharat / opinion

લૉકડાઉનમાં કલા-સંસ્કૃતિને મોટો ફટકો; યુનેસ્કોએ સહાયનો હાથ લંબાવ્યો

વિશ્વ ભરમાં કોરોના વાઇરસ મહામારીના પ્રકોપના કારણે કલા અને સંસ્કૃતિનાં ક્ષેત્રોને ખૂબ જ સંકટ આવ્યું હોવાથી યુનેસ્કોએ #ShareOurHeritage, #Shareculture ઑનલાઇન અભિયાનો સહિત અનેક પહેલ આદરી છે જેથી આ સામૂહિક ઘર-વાસના સમય દરમિયાન “સાંસ્કૃતિક વારસા આસપાસ સંસ્કૃતિ અને શિક્ષણ મેળવવાને ઉત્તેજન” આપી શકાય.

author img

By

Published : Apr 13, 2020, 8:22 PM IST

#ShareOurHeritage
લૉકડાઉનમાં કલા-સંસ્કૃતિ

ન્યૂઝ ડેસ્ક : જ્યારે કોરોના વાઇરસ રોગ ફાટી નીકળવાના કારણે અને તેના કારણે એકબીજાથી અંતર રાખવાના નિયમના કારણે, વિશ્વભરમાં કલા અને સંસ્કૃતિને ખૂબ જ ફટકો પડ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) કલાકારો અને સાંસ્કૃતિક સંસ્થાઓને ‘આંતરરાષ્ટ્રીય સહાય’ આપવા માટે આહ્વાન કરવાની સાથે આ ક્ષેત્રની રક્ષા માટે અનેક ઑનલાઇન પહેલો આદરવા તૈયાર છે.

“કૉવિડ-૧૯ કટોકટી દરમિયાન સામાજિક એકલતામાંથી બહાર નીકળવામાં” મદદ માટે અને લોકોને આરામ આપવામાં કલા, સંસ્કૃતિ અને વારસા દ્વારા જે અગત્યની ભૂમિકા ભજવાય છે તેના પર ભાર મૂકતાં, યુનેસ્કોના મહા નિર્દેશક ઑડ્રી એઝૉલોએ કહ્યું કે “યુનેસ્કો કૉવિડ-૧૯ મહામારી અને તે પછીના સમયમાં કલાકારો અને સંસ્કૃતિને કઈ રીતે શ્રેષ્ઠ રીતે સહાય કરી શકાય અને દરેક જણ તેમને માનવતા સાથે જોડી રાખે તેવા વારસા અને સંસ્કૃતિના સંપર્કમાં રહી શકે તે માટે વૈશ્વિક ચર્ચા કરાવી રહ્યું છે.”

સાંસ્કૃતિક ઉદ્યોગો અને વારસાને સહાય કરવા યુનેસ્કો આ સામૂહિક ઘર-વાસના સમય દરમિયાન સાંસ્કૃતિક વારસા આસપાસ સંસ્કૃતિ અને વારસાની સાથે પ્રત્યક્ષ થવા માટે પ્રોત્સાહન આપવા #ShareOurHeritage નામના વૈશ્વિક સૉશિયલ મિડિયા અભિયાન ચલાવવા સહિતની પહેલો પણ આદરી રહ્યું છે. આ અભિયાનમાં વિશ્વ ભરમાંથી ડઝનેક વારસાગત સંપત્તિનું ઑનલાઇન પ્રદર્શ– છે જેને ગુગલ આર્ટ્સ ઍન્ડ ટૅક્નૉલૉજીનો ટૅક્નિકલ ટેકો છે. આ સિવાય પણ અન્ય પહેલો યુનેસ્કો હાથ ધરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રોની આ સંસ્થા વધુમાં તેની વેબસાઇટ પર અને સૉશિયલ મિડિયા દ્વારા ઑનલાઇન નકશા દ્વારા કૉવિડ-૧૯ની વિશ્વ વારસાઈ સ્થળો પર અસર અને તેનો પ્રતિભાવ વિશે તાજી માહિતી આપશે. આ સ્થળો અત્યારે આ મહામારીના કારણે ૮૯ ટકા દેશોમાં મુલાકાતીઓ માટે સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બંધ છે.

યુનેસ્કો વિશ્વ વારસાઇ સ્થળોના પ્રબંધકો દ્વારા જાતે અનુભવેલી સ્થિતિને પણ જણાવશે. આ મેનેજરો અત્યારે તેઓ જે સ્થળો સંભાળે છે અને તેની આસપાસ જે સમુદાયો રહે છે તેના પર કૉવિડ-૧૯ની અસર પર વાત કરવા માટે યોગ્ય સ્થાનોએ છે. વિશ્વભરનાં બાળકોને વિશ્વની વારસાઈ સંપત્તિનાં ચિત્રો મૂકવા માટે આમંત્રણ આપશે જેનાથી તેમને તેમની સર્જનાત્મકતા અને વારસા સાથે તેમના જોડાણને અભિવ્યક્ત કરવાની તક મળશે. એક વાર કટોકટી પૂરી થઈ જાય તે પછી વિશ્વ વારસાઈ સ્થળોની રક્ષા કરવા અને ટકાઉ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે #Shareculutre અને #ShareOurHeritage અભિયાનોને જાળવી રાખવામાં આવશે.

૧૫ એપ્રિલ ૨૦૨૦ના રોજ વિશ્વ કલા દિવસે, યુનેસ્કો ઇલેક્ટ્રોનિક સંગીતના સ્થાપક અને યુનેસ્કોના સદ્ભાવના દૂત જીન માઇકલ જેર્ર સાથએ ભાગીદારીમાં ‘ResiliArt Debate’ નામની ઑનલાઇન ચર્ચા અને સૉશિયલ મિડિયા અભિયાન યોજશે, જે કલાકારો અને ઉદ્યોગના મહત્ત્વના અભિનેતાઓને સાથે લાવશે અને કલાકારો અને સાંસ્કૃતિક વ્યાવસાયિકોની આજીવિકા પર કૉવિડ-૧૯ની કેવી અસર થઈ છે તેની ચિંતા વ્યક્ત કરશે.

આ કટોકટીમાંથી બહાર આવવા સર્જકો અને સમુદાયોને મદદ કરી શકે તેવી નીતિઓ અને આર્થિક વ્યવસ્થા વિકસાવવા વિશે માહિતી આપવા આ ચર્ચા ઘડવામાં આવી છે. વિશ્વભરના સર્જકો અને સર્જનાત્મક કામદારોને સૉશિયલ મિડિયા પર ‘ResiliArt Debate’માં જોડાવા અને સાથી કલાકારોને તેમણે ઘર-વાસ દરમિયાન જે કામ કર્યું છે તે દર્શાવવા આમંત્રણ આપવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે.

૨૨ એપ્રિલે યુનેસ્કો કૉવિડ-૧૯ અને સંસ્કૃતિ પર તેની અસર પર ઑનલાઇન બેઠકમાં વિશ્વના સંસ્કૃતિ પ્રધાનોને એક સાથે લાવશે.

“હવે, લોકોને પહેલાં કરતાં વધુ સંસ્કૃતિની જરૂર છે,” તેમ યુનેસ્કોના સંસ્કૃતિ માટેના સહાયક મહા નિર્દેશક અર્નેસ્ટો ઑટ્ટોનેએ કહ્યું હતું. “સંસ્કૃતિ આપણને લવચિક બનાવે છે. તે આપણને આશા આપે છે. તે આપણને સ્મરણ કરાવે છે કે આપણે એકલા નથી. આથી જ યુનેસ્કો અત્યારે અને આ કટોકટી પૂરી થાય તે પછી આપણા વારસાની રક્ષા કરવા અને કલાકારો તેમજ સર્જકોને સશક્ત કરવા માટે સંસ્કૃતિને સહાય કરવા માટે તે જે કરી શકે તે તમામ કરી રહ્યું છે.” વારસાઈ સ્થળો, સંગ્રહાલયો, થિયેટરો અને સિનેમાગૃહો તેમજ અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓ બંધ થઈ જવાથી સર્જકો અને સર્જનાત્મક ઉદ્યોગો માટે અને આ અસાધારણ સ્થળોની રક્ષા માટે તેમજ સ્થાનિક સમુદાયોની આજીવિકા તથા સાંસ્કૃતિક વ્યાવસાયિકો માટે નાણાંનો સ્રોત ખોરવાઈ ગયો છે. કૉવિડ-૧૯એ અનેક અપ્રત્યક્ષ સાંસ્કૃતિક વારસાઈ પ્રથાઓ જેમાં રિવાજો અને સમારોહનો પણ સમાવેશ થાય છે તેને બંધ કરી દીધા છે જેની અસર દરેક જગ્યાએ સમુદાયો પર પડી છે. તેનાથી અનેક નોકરીઓ ગઈ છે અને વિશ્વભરમાં કલાકારો કે જેમાંના અનેક તેમની આવક મેળવવા તેમની કળા પર આધારિત છે અને તેના માટે અનુષંગિક પ્રવૃત્તિઓ પર આધારિત છે તેઓ હવે તેમના છેડા ભેગા કરી શકતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.