ETV Bharat / opinion

બાંગ્લાદેશ સ્વતંત્રતાનાં 50 વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે સુવર્ણ અધ્યાય પુનઃસ્થાપિત કરવા પર ભારતનું ધ્યાન કેન્દ્રિત થયું

author img

By

Published : Mar 26, 2021, 5:46 PM IST

બાંગ્લાદેશની રચનાની સુવર્ણ જયંતિ ઉજવવા રાષ્ટ્રીય ઉજવણીઓમાં સન્માનનીય અતિથિ તરીકે ભારતીય વડા પ્રધાન બાંગ્લાદેશની મુલાકાત લે તે ઉચિત છે. છેવટે, પચાસ વર્ષ પહેલાં ભારતે જ તે દેશની પ્રસૂતિ કરાવી હતી અને પાકિસ્તાન સાથેની તેની નાળ તોડી નાખવામાં મદદ કરી હતી અને ખરેખર, તો બે રાષ્ટ્રના સિદ્ધાંતના પાયાને હચમચાવી નાખ્યો હતો. 6 ડિસેમ્બર 1971ના રોજ સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશને માન્યતા આપનાર પહેલા દેશોમાં ભારત હતું.

ત્યારે સુવર્ણ અધ્યાય પુનઃસ્થાપિત કરવા પર ભારતનું ધ્યાન કેન્દ્રિત થયું
બાંગ્લાદેશ સ્વતંત્રતાનાં 50 વર્ષ ઉજવી રહ્યું છે

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની આ રાષ્ટ્રની મુલાકાત દરમિયાન 26 માર્ચ અને 27 માર્ચ 2021ના રોજ ઢાકામાં સ્વતંત્રતા દિવસની મુખ્ય ઉજવણીમાં જોડાશે. તેઓ તે રાષ્ટ્રના પિતા 'બંગબંધુ' શૈખ મુજિબુર રહેમાનનું સન્માન પણ કરશે. જેમની જન્મશતાબ્દિ 'મુજિબ બોર્સો' તરીકે ઉજવાઈ રહી છે અને તે આ ઉજવણી સાથે સંયોગે આવી છે. આ ઉપરાંત બાંગ્લાદેશ-ભારત રાજદ્વારી સંબંધોનાં ૫૦ વર્ષની ઉજવણી પણ થઈ રહી છે.

'બંગબંધુ' સંગ્રહાલયની મુલાકાત પણ લેશે

પ્રવર્તી રહેલા કૉવિડ-૧૯ રોગચાળાના લીધે મંદ પડેલી આ ઉજવણી માટે ઢાકાની મુલાકાત લઈ રહેલા વિશ્વ નેતાઓ 1971ની સ્વતંત્રતા લડાઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લેશે. વિશેષ સૈન્ય પરેડને નિહાળશે, દેશ તરફથી આયોજિત ભોજન સમારંભમાં જોડાશે અને 'બંગબંધુ' સંગ્રહાલયની મુલાકાત પણ લેશે. "ભારત વડાપ્રધાન તુંગીપરામાં (તેમના ગામના ઘર) 'બંગબંધુ' સમાધિની પણ મુલાકાત લેશે અને ઢાકાની બહાર બે હિન્દુ મંદિરની પણ મુલાકાત લેશે," તેમ બાંગ્લાદેશ સરકારના પ્રવક્તાએ કહ્યું હતું. તેમાં દેશની પશ્ચિમ બંગાળ સાથેની સરહદ પાસે આવેલા સત્ખિરામાં આવેલા 'જેસોરેશ્વરી' કાલી મંદિરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યું છે. 1971થી આ પ્રાચીન મંદિર મંગળ અને શનિવારે સાંપ્રદાયિક પૂજા કરતું આવ્યું છે. મોદી મુલાકાત લેશે ત્યારે પણ વિધિ થશે.

સૌથી લાંબી 4,096.7 કિલોમીટર સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે

ભારત તેની સૌથી લાંબી 4,096.7 કિલોમીટર સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે અને તેની સાથે જમીન અને દરિયાઈ સીમા વિવાદ ઉકેલી નાખ્યો છે. હકીકતે, 1974થી જમીન સીમા સમજૂતી અભેરાઈએ ચડી ગઈ હતી. વર્ષ 2015માં મોદીની બાંગ્લાદેશની શરૂઆતની મુલાકાતના માત્ર પહેલાં તેને અનુમતિ મળી હતી. સમકાલીન વિશ્વમાં પાંચમી સૌથી લાંબી સરહદ ધરાવતા ભારત અને બાંગ્લાદેશ ખૂબ જ નિકટની સામાજિક-સાંસ્કૃતિક, ભાષાકીય અને આર્થિક કડીઓ ધરાવે છે જે સામાન્ય ઐતિહાસિક વારસા અને ભૌગોલિક નિકટતાનું પરિણામ છે. આ કડીઓ જ છે જેને એ રીતે મજબૂત કરવામાં આવી રહી છે જેથી ભૌગોલિક સીમા લગભગ અપ્રાસંગિક બની જાય જ્યારે પ્રાકૃતિક, સામાજિક-આર્થિક, ઐતિહાસિક અને ભૌગોલિક જોડાણો પ્રાથમિકતા ધરાવે અને બંને દેશો વચ્ચેના સંબંધોને 'સોનાર અધ્યાય' અથવા 'સુવર્ણ અધ્યાય'ના યુગમાં મૂકી દે.

કુલ 54 નદીઓ ભારત-બાંગ્લાદેશ વચ્ચે વહે છે

આ એ જ કડી અને સામાન્ય બાબતો છે જેણે ભારત-બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષી સંબંધોને છેલ્લાં ૫૦ વર્ષમાં મોટા ઉતાર-ચડાવનો અનુભવ કરતા જોયા છે, જે દક્ષિણ એશિયાના આ સૌથી ગીચ વસતિવાળા પૂર્વીય પ્રદેશમાં રાજકારણની અવનતિ અને પ્રવાહ સાથે સંયોગ પામ્યા છે. મોટા ભાગે, સમસ્યા ગંગા, પદ્મા અને તીસ્તા નદીઓનાં પાણી વહેંચવામાંથી ઉદ્ભવ્યા છે. ઉપરોક્ત નદીઓ ઉપરાંત 54 નદીઓ ભારત-બાંગ્લાદેશ વચ્ચે વહે છે જે બંને બાજુએ લોકોની જીવનદોરી બને છે અને સીમા આસપાસ કાદવવાળી જમીન બને છે. તેનાથી લોકો સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકે છે. મોટા ભાગે તેઓ આજીવિકા રળવા અને વધુ સારી તકો મેળવવા આમ કરતા હોય છે.

બાંગ્લાદેશની સરેરાશ GDP 8 ટકાથી વધુ

કેટલાક રાજકીય પક્ષો તેને મોટા સ્થળાંતર તરીકે વર્ણવે છે, તે બાંગ્લાદેશીઓનું ભારતમાં સ્થળાંતર હવે અટકી ગયું છે. અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હેન્રી કિસિંગરે એક વાર કુખ્યાત રીતે તેને 'બાસ્કેટ કેસ' તરીકે ઉલ્લેખ કર્યો હતો તે આર્થિક શક્તિ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેની સરેરાશ જીડીપી આઠ ટકા કરતાં વધુ છે અને તે સંપૂર્ણ પ્રદેશમાં વૃદ્ધિને શક્તિ પૂરી પાડવા જોઈ રહ્યું છે. સૌથી ઓછા વિકસિત દેશના દરજ્જામાંથી બાંગ્લાદેશને બહાર કાઢી મધ્ય આવકવાળા અર્થતંત્ર તરફ લઈ જવાના યશનો મોટો ફાળો વડાં પ્રધાન શૈખ હસીનાને મળવો જોઈએ. તેઓ શૈખ મુજિબુર રહેમાનનાં પત્ની છે. તેમણે વર્ષ ૨૦૦૯થી સતત સરકારનું નેતૃત્વ કર્યું છે. એ કોઈ રહસ્ય નથી કે, દરિયાઈ અને જમીન સીમા સમજૂતીઓ ઉકેલાઈ અને હસીના તેમજ મોદી દ્વારા પ્રોત્સાહિત કરાઈ તે પછી છેલ્લાં પાંચ વર્ષમાં ભારત-બાંગ્લાદેશ સંબંધો ફૂલ્યા-ફાલ્યા છે પરંતુ રાજકારણના કારણે ગયા વર્ષે તે લગભગ બગડી જ ગયા છે.

2019ની રાષ્ટ્રીય ચૂંટણી પછી ભારત દેશ વિશે ખૂબ જ નકારાત્મક ધારણા હતી

ભારતમાં વર્ષ 2019ની રાષ્ટ્રીય ચૂંટણી પછી ભારત દેશ વિશે ખૂબ જ નકારાત્મક ધારણા હતી તેને બદલવા માટે નુકસાન નિયંત્રણ હાથ ધરવામાં આ કઠોર પરિશ્રમ લાગ્યો છે. ભારતીય નાગરિકત્વ સુધારા અધિનિયમ(સીએએ) અને બાંગ્લાદેશીઓ સામે અપમાનજનક ભાષાથી બંને દેશોના સંબંધો ઠંડા પડી ગયા હતા. ખૂબ જ લાગણીથી ભરેલા સાંસ્કૃતિક સંબંધોમાં સાંપ્રદાયિક ઉમેરણ કરવું તે બાંગ્લાદેશને ગળે ઉતર્યું નહીં. સાર્કની અંદર સૌથી વધુ એવા પ્રતિ વર્ષ 10 અબજ અમેરિકી ડૉલરના આર્થિક સંબંધથી ભારતના બહુમતિવાદનાં વલણને ભારત તરફથી ધ્યાન હટાવી લેતા અટકાવી શક્યું નહીં.

ભારત અને બાંગ્લાદેશ ગણતંત્રના પિતાને સંયુક્ત રીતે દર્શાવવા તે મુખ્ય પાસું

જોડાણ અને વિશ્વાસ ફરી બનાવવાના મહત્ત્વના મુદ્દાઓએ બાંગ્લાદેશ પ્રત્યે તેનાં અનેક વચનો પૂર્ણ કરવાના ભારતના મહાન પ્રયાસોને જોયા છે. મોદીની મુલાકાતમાં બંગબંધુ-બાપુ (મહાત્મા ગાંધી) પ્રદર્શન, ભારત અને બાંગ્લાદેશ ગણતંત્રના પિતાને સંયુક્ત રીતે દર્શાવવા તે મુખ્ય પાસું રહેશે તેમ ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ કહ્યું હતું.આ મહિનાની અગાઉની તેમની મુલાકાત દરમિયાન, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે બાંગ્લાદેશ સાથેના ભારતના રણનીતિત્મક સંબંધોને '360 અંશની ભાગીદારી' તરીકે વર્ણવ્યા હતા જેમાં મજબૂત સંરક્ષણ અને સુરક્ષા ઘટકનો સમાવેશ થાય છે અને વધી રહેલા આર્થિક વજનનો સમાવેશ થાય છે. ભારતની 'પડોશી પ્રથમ નીતિ'માં બાંગ્લાદેશ કેન્દ્રમાં છે અને ભારતની 'પૂર્વ તરફ કામ કરો નીતિ' માટે વધુ ને વધુ પ્રાસંગિક બની રહ્યું છે.

તાજેતરમાં બન્ને દેશો વચ્ચે વહેતી ફેની નદી પર બંધાયો 1.9 કિ.મી.નો મૈત્રી સેતુ

તાજેતરમાં સંપન્ન આંતરમાળખા પરિયોજનાઓમાં ત્રિપુરામાં સબરુમ અને બાંગ્લાદેશમાં રામગઢ વચ્ચે વહેતી ફેની નદી પર બંધાયેલ 1.9 કિમીનો મૈત્રી સેતુ (મિત્રતાનો પૂલ)નો અને રેલવે લાઇન ફરીથી ખોલવાનો સમાવેશ થાય છે. તે અનંત જોડાણ અને આર્થિક સુવિધા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. ભારતે લાઇન ઑફ ક્રેડિટની સાથે પૂરા પાડેલા સહાય કાર્યક્રમોના ભાગ રૂપે આ ભારતીય જોડાણ પરિયોજનાઓ રાજકીય નુકસાનને ભૂંસવાની શરૂઆત છે. 17 ડિસેમ્બર 2020ના રોજ બંને વડા પ્રધાનોએ યોજેલી આભાસી (વર્ચ્યુઅલ) શિખર મંત્રણામાં પણ નોંધપાત્ર ઉષ્મા જોવા મળી.

કોરોના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ

"પચાસ વર્ષ પહેલાં, 1971માં ભારતે બાંગ્લાદેશના લોકોના સ્વતંત્રતા સંઘર્ષના સમર્થનમાં તેમના માટે પોતાની સરહદ ખોલી નાખી હતી. આજે આપણે એક સાથે મળીને એક સમૃદ્ધ ક્ષેત્ર બનાવી રહ્યાં છીએ." તેમ શૈખ હસીનાએ તાજેતરમાં કહ્યું હતું. આ રોગચાળો ફાટી નીકળ્યો તે પછી મોદીની ભારત બહાર આ પહેલી મુલાકાત છે. તે આ લાગણીને નક્કર રીતે મજબૂત કરવા માટે કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.