નવી દિલ્હી : Telephone Equipment Manufacturing Association of India (TEMA)ના ચેરમેન પ્રોફેસર એન.કે.ગોયલનું કહેવું છે કે, ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ફોન કે ભારતમાં ચીની કંપનીઓ દ્રારા બનાવવામાં આવેલા ફોનમાં ચીની એપની જેમ સુરક્ષાનો ખતરો છે.
તેમનું કહેવું છે કે, આપણે ભારતીયોએ અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે વિચારવું જોઈએ. ચીની અર્થવ્યવસ્થાને વિકસિત કરવી જોઈએ નહી.મેડ ઈન ચાઈના ફોન સસ્તા હોય છે. તેમના વિકલ્પો વિશે પ્રો.એન.કે ગોયલ કહે છે કે, મેડ ઈન ચાઈના ફોનનો વિકલ્પ મેડ ઈન ઈન્ડિયા ફોન છે.