ETV Bharat / opinion

રાંધણ ગેસના ભાવમાં અધધ વધારો

લોકોને બે મોરચે માર પડી રહ્યો છે. એક તરફ, તેમની રાંધણ ગેસ સબસિડી ઘટાડી દેવામાં આવી છે, બીજી તરફ એલપીજી પર અન્ય વેરાઓમાં તીવ્ર વધારો કરવામાં આવ્યો છે. લાકડાં, કોલસા અને કેરોસીનનાં ઈંધણના બદલે રાંધણ ગેસ અપનાવવા લોકોને ધકેલવામાં આવ્યા હતા. આમ કર્યા પછી, સરકારે રણનીતિપૂર્વક રાંધણ ગેસની સબસિડી ઘટાડી નાખી છે. ગરીબ લોકો આ અસહ્ય બોજો કેવી રીતે સહન કરી શકશે? અનિયંત્રિત મોંઘવારીની નકારાત્મક અસરથી તેઓ પોતાની જિંદગી કેવી રીતે બચાવી શકશે?

રાંધણ ગેસ
રાંધણ ગેસ
author img

By

Published : Mar 8, 2021, 4:10 PM IST

ચાર મહિના પહેલાં, એક લોકપ્રિય ઊર્જા સંશોધન અને સલાહકારી સંસ્થા- વૂડ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં રાંધણ ગસ (એલપીજી)ના વપરાશની રીતે ભારત ચીનને પાછળ છોડી દેશે. જોકે આજની સરકારો જાહેરમાં સ્વીકારતા ખચકાય છે, પણ હકીકત એ રહે છે કે ભારતે ઈંધણ પર લાદેલા વેરાની રીતે વિશ્વ વિક્રમ કરી દીધો છે. આ વેરાઓના પરિણામે, એલપીજી સિલિન્ડરના ભાવ સામાન્ય માનવી માટે અસહ્ય બની ગયા છે અને ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં રૂ. ૨૨૫ સુધી પહોંચી ગયા છે. પેટ્રોલિયમ ખાતાના કેન્દ્રીય પ્રધાને જાહેર કર્યું છે કે ઈંધણના ભાવ એપ્રિલ સુધીમાં નીચે આવશે, એવો અંદાજ છે કે તે સમય દરમિયાન ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૦૦૦ એ પહોંચી જશે. એ સાચે જ અવિશ્વસનીય છે કે દરેક વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૮૦૦ની નજીક પહોંચી ગયો છે.

દેશના દરેક રાજ્યમાં લાખો રાંધણ ગેસ જોડાણો છે. રાંધણ ગેસના ભાવમાં ખૂબ જ વધારો દરેક પરિવારના બજેટને અસર કરે છે. રાંધણ ગેસ પર સબસિડી માટે લાભનું સીધું હસ્તાંતરણ (ડીબીટી) ખૂબ જ ઝડપથી નાબૂદ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં, દરેક સિલિન્ડર પર ડીબીટી રૂ. ૫૩૫ હતું જ્યારે દરેક બાટલાનો ભાવ રૂ. ૧,૦૦૦ હતો. ગત મહિનાથી, સબસિડીમાં એક સિલિન્ડર દીઠ રૂ. ૪૧નો ઘટાડો થયો હતો. રાંધણ ગેસના ભાવમાં સાપ્તાહિક ભાવ વધારો સામાન્ય માણસના ખિસ્સામાં કાણાં પાડી રહ્યો છે. ઈંધણ એજન્સીઓ સતત એમ કહે છે કે ગેસ પૂરાવવાનાં મથકથી ઘણે દૂર રહેતા લોકોને સબસિડી લાગુ કરાઈ રહી છે. અન્યો માટે, રાંધણ ગેસ બજારના દરે વેચાઈ રહ્યો છે. ગરીબમાં ગરીબ વર્ગોને બજારના ઉતારચડાવમાં ધકેલી દેવા તે બીજું કંઈ નહીં પણ એક ક્રૂર મજાક જ છે.

વર્ષ ૨૦૧૫માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ પર તેમની સબસિડી જતી કરવા ખમતીધર વર્ગોને આહ્વાન કર્યું હતું. તેના જવાબમાં, ૧.૧૩ કરોડ લોકોએ તેમનો સબસિડીનો દાવો જતો કર્યો હતો. આનાથી અંદાજે રૂ. ૫,૦૦૦ કરોડની બચત થઈ હતી.

રસોઈ બનાવવાથી સામાન્ય ગ્રામવાસીની તબિયત પર પ્રતિ કલાક ૪૦૦ સિગરેટ ફૂંકવા જેટલી ખરાબ અસર થાય છે તેવી દલીલ કરતાં, કેન્દ્ર સરકારે રૂ. ૮,૦૦૦ કરોડના ખર્ચ પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દાખલ કરી હતી. યોજનાનો હેતુ ત્રણ વર્ષના સમયગાળામાં ગરીબ રેખાની નીચે જીવતા પાંચ કરોડ લોકોને રાંધણ ગેસ જોડાણો પૂરા પાડવાનો હતો.

તાજેતરમાં સંબંધિત કેન્દ્રીય સરકારી સચિવે જાહેરાત કરી કે ઉજ્જવલા યોજના હેઠળ મહિલા સશક્તિકરણ કરવાના હેતુ અને મહિલાઓને સ્વચ્છ ઈંધણ આપવા અને સારી તબિયત આપવા, આઠ કરોડ લોકોને ચાર વર્ષના સમયગાળામાં એલપીજી જોડાણો આપવામાં આવ્યાં હતાં. તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં આજે કુલ ૨૯ કરોડ રાંધણ ગેસ જોડાણો છે. કેન્દ્ર સરકાર સતત કહેતી આવી છે કે તે આવતા બે વર્ષમાં એક કરોડ વધુ જોડાણો આપવા ઉજ્જવલા યોજનાને ઉદાર બનાવશે. જકે સરકાર રાંધણ ગેસની કિંમતનો બોજો ગરીબ પર જે પડી રહ્યો છે તેના પર કોઈ વિચાર નથી કરી રહી. ૨૦ કરોડ ગ્રાહકોની કમર તોડી નાખતાં, કેન્દ્રના તાજા બજેટમાં રાંધણ ગેસની વાર્ષિક સબસિડીની માત્રા અગાઉ રૂ. ૪૦,૯૧૫ કરોડ હતી તે ઘટાડી રૂ. ૧૨,૯૯૫ કરોડ કરી નાખામાં આવી છે.

લોકોને બે મોરચે માર પડી રહ્યો છે. એક તરફ, તેમની રાંધણ ગેસ સબસિડી ઘટાડી દેવામાં આવી છે, બીજી તરફ એલપીજી પર અન્ય વેરાઓમાં તીવ્ર વધારો કરવામાં આવ્યો છે. લાકડાં, કોલસા અને કેરોસીનનાં ઈંધણના બદલે રાંધણ ગેસ અપનાવવા લોકોને ધકેલવામાં આવ્યા હતા. આમ કર્યા પછી, સરકારે રણનીતિપૂર્વક રાંધણ ગેસની સબસિડી ઘટાડી નાખી છે. ગરીબ લોકો આ અસહ્ય બોજો કેવી રીતે સહન કરી શકશે? અનિયંત્રિત મોંઘવારીની નકારાત્મક અસરથી તેઓ પોતાની જિંદગી કેવી રીતે બચાવી શકશે?

આ પણ વાંચો: બધી નજર ફરી નેપાળ પર મંડાઈ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.