ETV Bharat / opinion

વેપારી કુશાગ્રતા શાળામાં જ વિકસે છે

એક સમયે, શિક્ષણનો મુખ્ય હેતુ જ જ્ઞાન આપવાનો હતો. પરંતુ આજે તે નોકરી સુરક્ષિત કરવા માટેનું સાધન બની ગયું છે. શિક્ષણ દ્વારા રોજગાર મેળવવામાં આવે છે. તેથી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (એનઇપી 2020) માં કામ-આધારિત શિક્ષણને પ્રાથમિકતા આપી. પાછલા દાયકામાં, વેપાર ક્ષેત્રે ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ નોકરી સર્જી છે. હકીકતમાં, વેપાર વિશ્વ પર રાજ કરે છે. ઑlનલાઇન રિટેઇલ, ડિજિટલ માર્કેટિંગ, ઑનલાઇન એકાઉન્ટિંગ (ટેલી), કરવેરા અને નાણાકીય તકનીકીએ વેપાર ક્ષેત્રમાં પરિવર્તન લાવ્યું છે.

BUSINESS ACUMEN STARTS AT SCHOOL
વેપારી કુશાગ્રતા શાળામાં જ વિકસે છે
author img

By

Published : Sep 21, 2020, 9:04 AM IST

ન્યૂઝ ડેસ્ક : એક સમયે, શિક્ષણનો મુખ્ય હેતુ જ જ્ઞાન આપવાનો હતો. પરંતુ આજે તે નોકરી સુરક્ષિત કરવા માટેનું સાધન બની ગયું છે. શિક્ષણ દ્વારા રોજગાર મેળવવામાં આવે છે. તેથી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (એનઇપી 2020) માં કામ-આધારિત શિક્ષણને પ્રાથમિકતા આપી. પાછલા દાયકામાં, વેપાર ક્ષેત્રે ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ નોકરી સર્જી છે. હકીકતમાં, વેપાર વિશ્વ પર રાજ કરે છે. ઑlનલાઇન રિટેઇલ, ડિજિટલ માર્કેટિંગ, ઑનલાઇન એકાઉન્ટિંગ (ટેલી), કરવેરા અને નાણાકીય તકનીકીએ વેપાર ક્ષેત્રમાં પરિવર્તન લાવ્યું છે. રોજગારની મોટાભાગની તકો ઉપરોક્ત ક્ષેત્રોમાં છે. વધુ અને વધુ વિદ્યાર્થીઓ વાણિજ્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ રહ્યા છે. લગભગ 40 થી 50 ટકા વિદ્યાર્થીઓ બી.કૉમ.ની પસંદગી કરે છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન, અનેક વિશેષ કૉમર્સ કૉલેજો ઉભરી આવી છે. પરંતુ ભારતમાં, વિદ્યાર્થીઓએ ઉદ્યોગસાહસિકતા અથવા એકાઉન્ટિંગ કુશળતા પ્રાપ્ત કરવા માટે માધ્યમિક શાળા અથવા બારમા સુધી રાહ જોવી પડશે. ફક્ત તે જ જેમણે સી.ઇ.સી.નો અભ્યાસ બારમા ધોરણમાં કર્યો હતો અને બી.કૉમમાં સ્નાતક તેઓને વાણિજ્યની સમજ છે. જેનો અર્થ છે, વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ ન કરે ત્યાં સુધી આ અસંખ્ય રોજગારની તકો મેળવી શકશે નહીં. આ પરિસ્થિતિમાં ફેરફાર થવો જ જોઇએ. બદલાતા સમય સાથે, અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરાવો જોઇએ. શાળાઓએ અભ્યાસક્રમોના ભાગ રૂપે વાણિજ્યની મૂળ બાબતોનો સમાવેશ કરવો આવશ્યક છે.

હમણાં સુધી, દરેક વિદ્યાર્થીને ફરજિયાત રીતે માધ્યમિક શાળા પૂર્ણ થયા સુધી છ વિષયોનો અભ્યાસ કરવો પડતો હતો. ફક્ત અગિયાર-બારમામાં, વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયને પસંદ કરવા મળે છે. વર્તમાન શાળા અભ્યાસક્રમ ફક્ત એમપીસી અથવા બીઆઈ.પી.સી. પ્રવાહમાં જોડાનારા લોકો માટે ફાયદાકારક છે. વાણિજ્ય અભ્યાસક્રમનો ભાગ નથી, તેથી સી.ઇ.સી. લેનારાઓને નુકસાન થતું હોય તેવું લાગે છે. એનઇપી 2020 એ 10 + 2 શાળા પ્રણાલિને દૂર કરવાનો નિર્ણય કર્યો. તેથી, શાળાઓએ નવમા ધોરણ પછીથી વિષય તરીકે વાણિજ્ય રજૂ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ હિસાબી અને વાણિજ્યની મૂળ બાબતોનો સંપર્ક થતો હોવાથી તેઓ વધુ સમજદારીપૂર્વક સ્નાતક અભ્યાસક્રમો પસંદ કરી શકે છે.

મહાત્મા ગાંધીએ એવા શિક્ષણની ઈચ્છા કરી હતી કે જે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. જો શાળામાં વહેલી તકે વાણિજ્ય શીખવવામાં આવે, તો વિદ્યાર્થીઓ તેમની ઉદ્યોગસાહસિકતાની કુશળતાને વધુ ધારદાર કરી શકે. આપણા દેશમાં રોજગાર શોધનારા કરતાં વધુ નોકરીસર્જકોની જરૂર છે. હાલમાં કૉમર્સના વિદ્યાર્થીઓને અન્ય કરતાં વધારે તકો છે. સ્વ-રોજગાર એ વાણિજ્ય અભ્યાસક્રમનું બીજું એક વિશિષ્ટ લક્ષણ છે. એક વાણિજ્યનો વિદ્યાર્થી ઑડિટર, સલાહકાર, એકાઉન્ટન્ટ, શૅર બજારના વિશ્લેષક અથવા વેપારી બૅન્કર તરીકે કામ કરવાનું પસંદ કરી શકે છે. જો વિદ્યાર્થી વિકાસ અને કારકિર્દીના આ માર્ગને સમજશે, તો તે ભવિષ્યની યોજના બનાવી શકશે. માત્ર ઍન્જિનિયરિંગ અને મેડિકલ જ નહીં; વિદ્યાર્થીઓ પાસે વિકલ્પોની પ્રચૂર માત્રા રહેશે. ડિજિટલ યુગથી વિદ્યાર્થીઓના સ્વભાવ અને વિચાર પ્રક્રિયામાં પરિવર્તન આવ્યું. આજની ૧૫ વર્ષની વય એટલી પરિપક્વ છે જેટલી એક સમયે ૨૫ વર્ષના વિદ્યાર્થી રહેતી હતી. તેથી, સમાજશાસ્ત્ર અને ગણિતની સાથે વાણિજ્યને એક વિષય તરીકે રજૂ કરવામાં સંપૂર્ણ સમજ છે.

પરિવર્તન ફક્ત એકલા વિષય તરીકે વાણિજ્ય રજૂ કરવા સુધી મર્યાદિત હોવું જોઈએ નહીં. સંદેશાવ્યવહાર અને જીવન કુશળતા અભ્યાસક્રમનો એક ભાગ બને તે પણ આવશ્યક છે. આ રીતે, વિદ્યાર્થીઓ રોજગારની કુશળતા પ્રાપ્ત કરવા ઉપરાંત જ્ઞાનની તરસને છીપાવી શકે છે. શરૂઆતથી જ યોગ્ય માર્ગદર્શન સાથે, તેઓ જીવનના દરેક તબક્કે સફળ થઈ શકે છે. આ જ એનઇપી ૨૦૨૦નું લક્ષ્ય છે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.