ETV Bharat / opinion

વિધાનસભા ચૂંટણી 2021: ઐતિહાસિક પરિણામો

કોરોના સંકટ વચ્ચે વિધાનસભાની ચૂંટણીઓ આવી પડી અને તેની વચ્ચે તામિલનાડુમાં એઆઈએડીએમકે અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ બંને ત્રીજી મુદત માટે સતત સત્તામાં રહેવા માટે મેદાનમાં ઉતર્યા હતા. કોરોના મહામારી વચ્ચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 824 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ હતી.

વિધાનસભા ચૂંટણી 2021
વિધાનસભા ચૂંટણી 2021
author img

By

Published : May 4, 2021, 9:06 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોના સંકટ વચ્ચે વિધાનસભાની ચૂંટણીઓ આવી પડી અને તેની વચ્ચે તામિલનાડુમાં એઆઈએડીએમકે અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ બંને ત્રીજી મુદત માટે સતત સત્તામાં રહેવા માટે મેદાનમાં ઉતર્યા હતા. કેરળમાં ડાબેરી મોરચો આ વખતે સતત બીજી વાર જીતીને વિક્રમ કરવા માગતો હતો, જ્યારે ભાજપ આસામમાં ફરી સત્તા મેળવવા સાથે પશ્ચિમ બંગાળમાં સત્તા કબજે કરવાના સપના જોઈ રહ્યો હતો. આ રીતે કોરોના મહામારી વચ્ચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 824 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ અને નેતાઓએ ચૂંટણી સભાઓમાં ટોળાં એકઠી કરીને ચેપને વકરાવ્યો.

આ 824 બેઠકોમાંથી 2016માં ભાજપ પાસે માત્ર 64 બેઠકો હતી. તે વખતે પહેલી વાર આસામમાં ભાજપને સત્તા મળી હતી. પાંચ વર્ષ પછી ફરી આવેલી આ ચૂંટણીઓમાં ભાજપ આ વખતે સમગ્ર દેશમાં પોતાની હાજરી વર્તાઈ આવે તેવા ઈરાદા સાથે ઉતર્યો હતો.

પુડુચેરીમાં રંગા સ્વામીના પક્ષ સાથે ગઠબંધન કરીને ભાજપે ચૂંટણી લડી. તેના કારણે દક્ષિણના એક નાના પ્રદેશમાં ભાગીદારીમાં ભાજપને સત્તા મળી પણ ખરી. જોકે દર વખતની જેમ આ વખતે પણ સર્વેક્ષણ કરનારા મતદારોનો મૂડ જાણવામાં સચોટ રહ્યા નહોતા.

1975માં એમ. કે. કરૂણાનિધિએ પોતાના પુત્ર એમ. કે. સ્ટાલિનને કહ્યું હતું કે “બેટા, ઇન્દિરા ગાંધી ઈચ્છે છે કે તું મોટો નેતા બને, માટે મુશ્કેલીઓ માટે તૈયાર થઈ જા.” તે પછીના આ વર્ષો દરમિયાન સ્ટાલીને મુશ્કેલીઓનો અનુભવ કર્યો પણ ખરો. પરંતુ આખરે આ આકરી મહેતન અને પદયાત્રાઓ કરી તેની સ્ટાલીનને ફળી છે. તેમણે નમાક્કુ નામે એવા સૂત્ર સાથે આ પદયાત્રાઓ સમગ્ર રાજ્યમાં કરી અને આખરે આ ચૂંટણીમાં સારા પરિણામો તેમને મળ્યા.

તામિલનાડુના મતદારોએ 37 ટકા મતદાન ડીએમકેની તરફેણમાં કરીને તેને વિજય અપાવ્યો. જોકે મતદારોએ એઆઈએડીએમકેનો પણ સાવ ત્યાગ કર્યો નથી. એઆઈએડીએમકેને પણ 33 ટકા મતો મળ્યા અને 77 બેઠકો પણ મળી છે.

કેરળમાં મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને પોતાની વહિવટી કુશળતા અને આયોજનથી કાળજી લીધી હતી કે કોરોના મહામારીમાં લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. તેનો ખૂબ સારો બદલો કેરળની જનતાએ આ વખતે વિજયનને આપ્યો. ભાજપે ગત વિધાનસભા ચૂંટણી વખતે કેરલમાં ખાતું ખોલાવ્યું હતું, પરંતુ આ વખતે ભાજપનું જોર ના ચાલ્યું અને એક પણ બેઠક તેને મળી નથી. બીજી ઘણી રીતે પણ કેરળનું પરિણામ ઐતિહાસિક છે.

બીજી બાજુ પશ્ચિમ બંગાળ માટેની લડાઈ પર સમગ્ર દેશનું ધ્યાન હતું. ભાજપે પોતાની પૂરી તાકાત આ રાજ્યમાં લગાવી દીધી હતી અને 10 વર્ષથી સત્તામાં રહેલા મમતા બેનરજીને યેનકેન પ્રકારેણ હરાવી દેવા માટે મચી પડ્યો હતો. આ વખતની ચૂંટણીમાં સૌથી મોટું રાજ્ય પશ્ચિમ બંગાળનું હતું અને સૌથી લાંબો સમય અને તબક્કામાં ચૂંટણી અહીં યોજાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજવાનો ચૂંટણી પંચનો નિર્ણય હોય કે પછી પોલિંગ એજન્ટ નિમવાના નિયમમાં છૂટછાટની વાત હોય કે પછી સીઆરપીએફના દળો ચારે બાજુ ખડકી દેવાની બાબત હોય - ભાજપ અને ચૂંટણી પંચ સામે તૃણમૂલ કોંગ્રેસ મક્કમ બનીને લડતો રહ્યો.

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળ 'દોસો કે પાર' - બસ્સો બેઠકો મેળવશે. જોકે પશ્ચિમ બંગાળના મતદારોએ મમતાને જ પસંદ કર્યા અને તેમને ગયા વખત કરતાંય બે બેઠકો વધારે સાથે 213 બેઠકો આપી દીધી.

બીજી બાજુ ભાજપને પણ ઘણી વધુ બેઠકો મળી. ગયા વખતે 2016માં ભાજપને માત્ર 10.2 ટકા મતો અને 3 બેઠકો જ મળી હતી. તેની સામે 2019ની લોકસભામાં ભાજપનું પ્રભુત્વ વધી ગયેલું દેખાયું હતું. લોકસભાની 18 બેઠકો ભાજપે જીતી લીધેલી અને તે ગણતરીએ વિધાનસભાની 121 બેઠકો પર તેને વિજય મળવો જોઈતો હતો.

થોડું વધારે જોર લગાવીને, થોડી વધારે બેઠકો મેળવી લેવી અને સત્તા કબજે કરી તેવી ગણતરી સાથે ભાજપે પોતાની બધી જ તાકાત પશ્ચિમ બંગાળમાં કામે લગાવી દીધી હતી. ટીએમસીમાં બહુ મોટા પાયે તોડફોડ કરવામાં આવી અને અનેક પક્ષપલ્ટુઓને પોતાના ખોળે બેસાડી દેવાયા. મમતાના હાથે માત થયેલા મોટા ભાગના ડાબેરી ટેકેદારો પણ આ વખતે ભાજપની સાથે બેસવાનું નક્કી કર્યું હતું.

પશ્ચિમ બંગાળમાં બહુ જોરશોરથી પ્રચાર થયો અને એક બીજા સામે બહુ ખરાબ ભાષામાં અને અસંસ્કારી રીતે આક્ષેપો થયો. ચૂંટણીની સ્પર્ધાને બદલે એક બીજાને પાડી દેવા માટે દુશ્મનો લડી રહ્યા હોય તેવું લાગતું હતું.

ગત ચૂંટણીમાં ડાબેરી મોરચાને 32 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 44 બેઠકો. આ વખતે બંનેએ સમજૂતિ કરીને ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું, પણ તેમની કોઈ ગણતરી મતદારોએ કરી નહીં. મોરચાને એક પણ બેઠક મળી નથી. પશ્ચિમ બંગાળમાં સીધી લડાઈ માત્ર ટીએમસી અને ભાજપ વચ્ચેની જ બની રહી. આખી ચૂંટણીની વક્રતા એ છે કે મમતા બેનરજીએ સત્તા સાચવી લીધી, પણ પોતાના જ જૂના સાથી શુભેન્દુ અધિકારી સામે નંદીગ્રામમાં થોડા મતોથી હારી ગયા.

2016માં ઈશાન ભારતમાં ભાજપને આસામમાં સત્તા સાથે સારી તક મળી હતી. આ વખતે આસામની ચૂંટણી મુશ્કેલ લાગતી હતી, છતાં ભાજપ બીજી વાર પણ અહીં જીતી શક્યો. આ વખતે કોંગ્રેસે અજમલના પક્ષ AIUDF સાથે સમજૂતિ કરીને 34 ટકા મુસ્લિમ મતો મેળવવાની આશા રાખી હતી. આમ છતાં ભાજપ ફરી જીતી શક્યો અને આ વખતે 72 બેઠકો મેળવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.