ETV Bharat / opinion

શું પ્લાસ્ટિકનું દૂષણ નાથવા માટેના આપણા પ્રયાસો પૂરતા છે? - પ્લાસ્ટિકના કચરામાંથી નવા ઉત્પાદનોનો વિકાસ કરો

પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યું છે. પ્લાસ્ટિકની ઝેરી અસર વિશે નિષ્ણાતો દ્વારા વારંવાર ચેતવણીઓ અપાતી હોવા છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ટકાઉપણું, પ્રાપ્યતા, ઓછો ખર્ચ અને મેન્ટેનન્સ એ બજારમાં પ્લાસ્ટિકનાં ઉત્પાદનોમાં ઝડપી વધારો થવા પાછળનાં મુખ્ય કારણો છે. અત્યારે ભારતનાં શહેરોમાં 38 કરોડ લોકો વસે છે, તે સંખ્યા વધીને 2030 સુધીમાં 60 સુધી પહોંચે, તેવો અંદાજ છે.

ETV BHARAT
શું પ્લાસ્ટિકનું દૂષણ નાથવા માટેના આપણા પ્રયાસો પૂરતા છે
author img

By

Published : Dec 23, 2020, 5:13 PM IST

ન્યૂઝ ડેસ્કઃ પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યું છે. પ્લાસ્ટિકની ઝેરી અસર વિશે નિષ્ણાતો દ્વારા વારંવાર ચેતવણીઓ અપાતી હોવા છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ટકાઉપણું, પ્રાપ્યતા, ઓછો ખર્ચ અને મેન્ટેનન્સ એ બજારમાં પ્લાસ્ટિકનાં ઉત્પાદનોમાં ઝડપી વધારો થવા પાછળનાં મુખ્ય કારણો છે. અત્યારે ભારતનાં શહેરોમાં 38 કરોડ લોકો વસે છે, તે સંખ્યા વધીને 2030 સુધીમાં 60 સુધી પહોંચે, તેવો અંદાજ છે. તેના પરિમામે મ્યુનિસિપલ ઘન કચરાનો ઢગ પણ તેટલો ઊંચો થશે. વસ્તીની માગ પ્રમાણે માલ-સામાન અને સેવાઓનો પુરવઠો પણ વધી રહ્યો છે. માનવીય ગતિવિધિને કારણે હવા, પામી અને જમીન પ્રદૂષિત થઇ ચૂક્યાં છે, ત્યારે પ્લાસિટ્કના ઉપયોગને નિયંત્રિત કરવો અનિવાર્ય છે. પ્લાસ્ટિકના કચરાનો ખડકલો પશુ-પંખીઓ અને વનસ્પતિ સૃષ્ટિ સામે પણ જોખમ સર્જી રહ્યો છે. સ્વચ્છ ભારત 2.0ના ભાગરૂપે, કેન્દ્ર સરકારે પ્લાસ્ટિકના કચરાના દૂષણને નાથવા પર વિશેષ ભાર મૂક્યો છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2017-18ના વાર્ષિક અહેવાલ અનુસાર, ભારતમાં દૈનિક 26,000 ટન પ્લાસ્ટિકનો કચરો નિકળે છે. 70 ટકા પેકેજિંગ ઉત્પાદનો તાત્કાલિક પ્લાસ્ટિક કચરામાં પરિણમે છે. આ પ્લાસ્ટિક કચરો આસપાસની જમીનને પ્રદૂષિત કરે છે, ભૂગર્ભ જળ સુધી પહોંચે છે અને ઇકોસિસ્ટમને હાનિ પહોંચાડે છે. સમગ્ર દેશનો 10 ટકા કરતાં પણ ઓછો પ્લાસિટ્ક કચરો રિસાઇકલ થાય છે. પ્લાસ્ટિકની બાટલીઓને ડિકમ્પોઝ થતાં (કોહવાઇને માટી સાથે ભળતાં) ૪૫૦ કે તેથી વધુ વર્ષો લાગે છે. વિશ્વભરમાં દર વર્ષે ૮૦ લાખ ટન પ્લાસ્ટિક કચરો જળાશયોમાં ઠલવાય છે. એક અંદાજ અનુસાર, સમુદ્રો અને નદીઓમાં 15 કરોડ ટન પ્લાસ્ટિક એકઠું થયું છે. 2050 સુધીમાં સમુદ્રોમાં માછલીઓ કરતાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી જાય તેવી શક્યતા છે. સંખ્યાબંધ અભ્યાસો દર્શાવે છે કે, આપણા દેશમાં પીવાના પાણીમાં ભારે માત્રામાં પ્લાસ્ટિક ઠલવાય છે. આંચકો લાગે તેવી હકીકત એ છે કે, નવજાત શિશુઓનાં પ્લાઝ્મા સેમ્પલ્સમાં સુદ્ધાં પ્લાસ્ટિકની હાજરી જોવા મળી છે. માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણને કારણે કેન્સર, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને કાર્ડિયાક બિમારીઓમાં વધારો થઇ રહ્યો છે.

ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, 1986ની કલમ-6, 8 અને 25 દ્વારા અપાયેલી સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર દ્વારા એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ (પર્યાવરણ, વન) અને ક્લાઇમેટ ચેન્જમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2015 પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ નિયમો કચરો પેદા કરનારાઓ, સ્થાનિક સંસ્થાઓ, ઉત્પાદકો, ગ્રામીણ પરિષદો, આયાતકારો અને બ્રાન્ડ માલિકોને લાગુ પડે છે. સુધારવામાં આવેલા નિયમો અનુસાર, રિસાઇકલ કરાયેલા પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવેલાં ઉત્પાદનોનો સંગ્રહ કરવા માટે, લાવવા-લઇ જવા માટે કે પેકેજિંગ માટે ઉપયોગ કરવો જોઇએ નહીં. વર્જિન અથવા રિસાઇકલ કરાયેલા પ્લાસ્ટિકમાંથી બનેલી થેલીઓ (કેરી બેગ્ઝ)ની જાડાઇ 50 માઇક્રોન્સ કરતાં ઓછી હોવી જોઇએ નહીં. કેન્દ્ર સરકારે 2022 સુધીમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના તબક્કાવાર નિયમનની હિમાયત કરી છે. ઘણાં રાજ્યોએ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્લાસ્ટિક બેગ, કપ, નાની બોટલ્સ અને સ્ટ્રોનું ઉત્પાદન થવું જોઇએ નહીં કે તેનો વપરાશ પણ થવો જોઇએ નહીં. ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન પ્લાસ્ટિકની જગ્યાએ વાંસ અને માટીમાંથી પ્યાલા બનાવે છે. આવી ઇકો-ફ્રેન્ડલી પહેલ થકી સરકાર ગ્રામીણ રોજગારીને પણ વેગ આપી રહી છે.

ASSOCHAM-EYના સંયુક્ત અભ્યાસ અનુસાર, ભારતનો પેકેજિંગ ઉદ્યોગ 2019-20 દરમિયાન પ્લાસ્ટિકનો સૌથી મોટો વપરાશકર્તા રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે 10 માર્ગદર્શિકા નક્કી કરી છે, જેને 60 દેશો અનુસરે છે. ભારત સરકારે શહેરી અને ગ્રામીણ કચરાના એકત્રીકરણ, પરિવહન અને નિકાલ માટે અસરકારક રણનીતિઓ ઘડી કાઢવી જોઇએ. તમામ શહેરો અને પ્રદેશોમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રો ઊભાં કરવાં જોઇએ. પ્લાસ્ટિકના કચરામાંથી નવાં ઉત્પાદનો વિકસાવવા માટેના સંશોધનને ઉત્તેજન તથા નાણાંકીય સહાય મળવાં જોઇએ. પર્યાવરણના સંરક્ષણની સાથે-સાથે પ્લાસ્ટિક રિસાઇકલિંગ અને તેના સંલગ્ન ઉદ્યોગો રોજગારીની તકો સર્જી શકે છે. ભારતમાં પ્લાસ્ટિક અંગેનાં નિયમનો વર્ષોથી અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં તેમના અમલીકરણનો અભાવ વર્તાઇ રહ્યો છે. રાજકારણીઓ અને આગેવાનોએ પ્લાસ્ટિકના જોખમને નાબૂદ કરવા માટે કટિબદ્ધ વ્યૂહરચનાનું પાલન કરવું જરૂરી છે. તેની સાથે, જનતામાં જાગૃતિ આવે અને લોક-સહભાગીતા પણ એટલાં જ અનિવાર્ય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.