- સ્નેપડ્રેગન 780જી સારા એઆઇ પ્રદર્શન માટે થયું છે તૈયાર
- ફોન યુઝર્સને ગેમિંગમાં મળશે અલ્ટ્રા અનુભવ
- ટોપ સ્તરની ક્ષમતાઓ પણ આપશે ફોનમાં
નવી દિલ્હી: સ્નેપડ્રેગન 780જીને શક્તિશાળી એઆઇ પ્રદર્શન અને શાનદાર કેમેરા ફિચર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે યુઝર્સને પોતાની મનપસંદ ક્ષણને કેપ્ચર કરવા અને શેર કરવામાં મદદ મળશે. આ પ્લેટફોર્મ-7 સીરીઝમાં પહેલી વખત પ્રિમીયર સ્તરની સુવિધાઓની પસંદગી કરવાની ક્ષમતા ધરાવે છે. જે આગામી જનરેશનના અનુભવોને વ્યાપક રીતે સુલભ બનાવવામાં મદદ કરશે.
વધુ વાંચો: ઑક્સફર્ડના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી ક્યૂટનેસની રેટિંગ સિસ્ટમ
સિગ્નલ પ્રોસેસર સાથે 7 સીરીઝનું પહેલું પ્લેટફોર્મ
ક્વૉલકૉમ સ્પેક્ટ્રા 570ની વિશેષતા અંગે વાત કરીએ તો સ્નેપ ડ્રેગન 780જી એક ટ્રિપલ ઇમેજ સિગ્નલ પ્રોસેસર સાથે 7 સીરીઝનું પહેલું પ્લેટફોર્મ છે. જે એક સાથે 3 કેમેરાને કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે. સ્નેપડ્રેગન 780 છઠ્ઠી પેઢીના ક્વોલકૉમ એન્જીન દ્વારા સંચાલિત છે. જે 12 ટોપ્સ એઆઇમાં સક્ષમ પ્રદર્શન કરી રહ્યું છે.
વધુ વાંચો: કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાનો ખતરો વધારે: સંશોધન
પ્લેટફોર્મમાં થયો છે બમણો સુધારો
પહેલાં કરતાં તેના પરફોર્મન્સમાં બે ગણો સુધારો થયો છે. ચીપસેટ સંપૂર્ણ રીતે સિલેક્ટ ક્વોલકૉમ સ્નેપડ્રેગન એલીટ ગેમિંગ ફિચર પર સંપૂર્ણ રીતે ઓપ્ટિમાઇઝ્ડ છે. મોબાઇલ સાથે તે ડેસ્કટોપ સ્તરની ક્ષમતાઓ પણ આપશે. જેથી અપડેટ કરવા માટે જીપીયુ ડ્રાઇવર, અલ્ટ્રા સ્મૂથ ગેમિંગનો સમાવેશ થાય છે.