ETV Bharat / lifestyle

હવે ટ્વીટર પર લાઈવ વીડિયો સર્ચ અને શેર કરવું બન્યુ સરળ

ટ્વિટર સ્પેસને નવું અપડેટ મળી રહ્યું છે. આ અપડેટ ઓડિયો ફીચર્સને શોધવા અને શેર કરવાનું સરળ બનાવશે. આ નવી સુવિધા સાથે વપરાશકર્તાઓ સ્પેસમાંથી સીધું જ એક નવું ટ્વિટ કંપોઝ કરી શકશે, જે ઓડિયો ચેટ અને કોઈપણ હેશટેગ સાથે લિંક થઈ શકશે.

author img

By

Published : Jul 31, 2021, 6:18 PM IST

ટ્વીટર
ટ્વીટર
  • ટ્વીટર IOS પર નવું 'ગેસ્ટ મેનેજમેન્ટ કન્ટ્રોલ' ફીચર
  • સ્પેસને ક્લબહાઉસના સ્પર્ધકના રૂપમાં કર્યુ લોન્ચ
  • કંપનીએ ફીચરના વેબ વર્ઝન માટે સમર્થન આપ્યું

સૈન ફ્રાન્સિસ્કો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરની સ્પેસને વધુ એક અપડેટ મળી રહ્યું છે, જેનાથી ઓડિયો ફીચર્સ શેર અને સર્ચ કરવાનું સરળ બન્યું છે.

વાતચીત કરવાની સાથે તે જ સમયે ટ્વીટ કરવાની પણ સુવિધા

ઈન્ગેજેટ દ્વારા મળેલા અહેવાલ મુજબ, વપરાશકર્તાઓ હવે સ્પેસમાંથી સીધું જ એક નવું ટ્વીટ કંપોઝ કરી શકશે, જે ઓડિયો ચેટ અને કોઈપણ હેશટેગને લિંક કરશે. અગાઉ સ્પેસને કારણે યુઝરે નવી ટ્વીટ લખવી પડતી હતી. કમ્પોઝર સીધુ જ સ્પેસમાં મળવાને કારણે યુઝરને વાતચીત કરવાની સાથે તે જ સમયે ટ્વીટ કરવાની પણ સુવિધા મળી શકશે.

આ પણ વાંચો- ટ્વીટર પર ઓથેન્ટિફિકેશન મેથડ તરીકે વાપરી શકાશે સિક્યોરિટી કીઝ

સ્પેસ ટેબમાં એક નવા સર્ચિંગ ફીચરની સુવિધા આપી

ટ્વીટર IOS પર નવું 'ગેસ્ટ મેનેજમેન્ટ કન્ટ્રોલ' ફીચર પણ મળી રહ્યું છે, જે યુઝર્સને કોણ સ્પેસ પર ઉપલબ્ધ છે અને કોણે બોલવા માટે રિકવેસ્ટ કરી છે. સાથે જ કંપનીએ સ્પેસ ટેબમાં એક નવા સર્ચિંગ ફીચરની સુવિધા આપી છે, જેનું પરિક્ષણ તેમણે જૂન મહિનામાં શરૂ કર્યુ હતું. હવે એક્ટિવ સ્પેસની ક્યૂરેટેડ લીસ્ટની જગ્યાએ ટેબ સુધી પહોંચનારા યૂઝર્સ ટાઈટલ અથવા હોસ્ટના નામ કે હેન્ડલ દ્વારા સ્પેસ સર્ચ કરવામાં સમર્થ થશે.

વાતચીત માટે અનુમતી આપવાની સાથે વપરાશ પણ શરુ

ગત વર્ષના અંતમાં સ્પેસને ક્લબહાઉસના સ્પર્ધકના રૂપમાં લોન્ચ કર્યા બાદ ટ્વીટર તેને સતત અપડેટ કરી રહ્યું છે. કંપનીએ હાલમાં જ ફીચરના વેબ વર્ઝન માટે સમર્થન આપ્યું છે. યૂઝર્સને વાતચીત માટે અનુમતી આપવાની સાથે વપરાશ પણ શરુ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.