- એપલ દ્વારા iPadOS 15 કરાઈ લોન્ચ
- પ્રથમ વખત App Library કરાઈ લોન્ચ
- એકસાથે 2 નવા ફીચર્સ કરાયા લોન્ચ
ન્યૂ દિલ્હી: એપલ દ્વારા પોતાની નવી iPadOS 15 ના કેટલાક રસપ્રદ ફીચર્સની જાહેરાત કરવામાં આવી છે. નવી iPadOSમાં સ્ક્રિન પર કોઈ પણ જગ્યાએ એપ્લિકેશન્સને રાખી શકાશે. એપલ દ્વારા સૌપ્રથમ વખત આઇફોનની એપ. લાઈબ્રેરી iPadOS માં લાવવામાં આવી છે. આ સિવાય ફેસ ટાઈમ એપ્લિકેશન માટે ' SharePlay ' નામક ફિચર લૉન્ચ કરાયું છે. જેના થકી ગૃપ કૉલમાં કોઈપણ મીડિયા શેર કરી શકાશે.
તમામ જટિલ ટાસ્ક બનાવી દેશે સરળ
મલ્ટી ટાસ્કિંગ દરમિયાન નવા આઈકોન સરળતાથી મેનેજ થઈ જશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, એક નવું ફીચર ' શેલ્ફ ' પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જે જટિલ ટાસ્કને સરળ બનાવી દે છે.આ સિવાયના પણ ઘણાબધા નવા ફીચર્સ એપલ દ્વારા લોન્ચ કરાયા છે.