- પરિણીતાનું શંકાસ્પદ મોત
- પિયરપક્ષે મૃતદેહ બહાર કઢાવ્યો
- પીએમ માટે જામનગર જીજી હોસ્પિટલ લવાયો મૃતદેહ
જામનગરઃ મળતી વિગત અનુસાર કચ્છમાં બે દિવસ પહેલા એક પરિણીતાનું મોત અગમ્ય કારણોસર નીપજ્યું હતું. બાદમાં સાસરિયાં પક્ષના લોકોએ મહિલાની અંતિમવિધિ પણ કરી દીધી હતી. જોકે પિયર પક્ષના લોકોને શંકા જતા આખરે આ મહિલાનો મૃતદેહ દફનાવાયો હતો તે બહાર કાઢી અને પેનલ પીએમ માટે જામનગર લવાયો છે. અહીં પાંચ ડોક્ટરોની પેનલ પીએમ કરશે.
- મોતનું ખરું કારણ પીએમ રિપોર્ટમાં આવશે
પરિણીતાના પિયર પક્ષના લોકોને આશકા છે કે, તેમની દીકરીની હત્યા નીપજાવવામાં આવી છે. સાસરિયા પક્ષે પરિણીતાનું મર્ડર કર્યા બાદ મૃતદેહ દફનાવી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ કચ્છ પોલીસ દ્વારા પરિણીતાના મૃતદેહનો કબજો મેળવી PM માટે જી જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. મહિલાનું મોત મિસ્ટ્રી બન્યું છે તેે પીએમ રીપોર્ટમાં જ મોતની મિસ્ટ્રી ઉકેલાશે.