- સુરતમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
- વિદ્યાર્થિનીએ હોમવર્ક ન કરતા માતાએ શિક્ષકને જાણ કરી હતી
- વાલીજગતમાં ચિંતાનો માહોલ
સુરત : શહેરના ડીંડોલી ખાતે આવેલા આલોક રેસિડેન્સીમાં રહેતા ઝેરોક્ષની દુકાન ચલાવતા પ્રકાશ પટેલની 15 વર્ષીય દીકરી ખુશી પ્રકાશ પટેલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ઉત્તરાયણના રોજ વિદ્યાર્થિનિ ખુશીએ ઓનલાઇન અભ્યાસ ન કરતા તેમની માતાએ શિક્ષકને ફોન પર જાણ કરી હતી. ખુશીને આ વાત લાગી આવતા એકલતામાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રકાશ પટેલની ખુશી એકની એક દીકરી હતી તેમને મૂળ મહેસાણાના વતની છે. ખશીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.
વિદ્યાર્થીનિ ગુસ્સાવાળા સ્વભાવની હતી
ખુશી માતા-પિતાની એકના એક દીકરી ખુશી પહેલાથી જ ગુસ્સાવાળી હતી. ગત રોજ ખુશીએ ઓનલાઇન હોમવર્ક ન કરતા માતાએ ઓનલાઇન અભ્યાસ બાબતે શિક્ષકને જાણ કરી હતી. ખુશીને એ વાતનું લાગી આવતા ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતો. ખુશી એ ઝેરી દવા પીધી હોવાની માતાને જાણ કરતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ખુશીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.