ETV Bharat / jagte-raho

પોતે પિતા બનાવા સક્ષમ નથી તો પુત્ર કોનો? વહેમના લીધે પિતાએ કરી પુત્રની હત્યા - મોતને ઘાટ

અરવલ્લી જિલ્લો ક્રાઈમનું હબ બની રહ્યો છે. મેઘરજ તાલુકામાં એક ઇસમે તેના જ 4 વર્ષના પુત્રની હત્યા 3 સપ્ટેમ્બરના રોજ કરી હતી. આરોપીની પોલીસે ગોંડલથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક તેનો પુત્ર ન હોવાની શંકાને કારણે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

aravalli murder
aravalli murder
author img

By

Published : Sep 7, 2020, 6:09 PM IST

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં 3 સપ્ટેમ્બરના રોજ પોતાના જ પુત્રની હત્યા કરનારા પિતાને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ હાલ આરોપીની પુછપરછ કરી રહી છે. જો કે, પ્રાથમિક તપાસમાં કેટલાક આશ્ચર્યજનક ખુલાસા થયા હતા.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા અંતોલી ગામમાં પોતાના જ પુત્રની હત્યા કરનારા આરોપી નૈનેશ નિનામાને પોલીસે ગોંડલથી ઝડપી લીધો છે. 5 દિવસ પહેલા આરોપી નૈનેશે તેના 4 વર્ષના બાળકને ફક્ત એટલા માટે મોતને ઘાટ ઉતાર્યો કેમ કે, તેને શંકા હતી કે, મૃતક ધ્રૃવ તેનો પુત્ર નથી.

પોતે પિતા બનાવા સક્ષમ નથી તો પુત્ર કોનો

પ્રાથમિક પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, આરોપીએ 3 વાર પ્રેમલગ્ન કર્યા હતા. આરોપી નૈનેશ જાણતો હતો કે, તે પિતા બનવા સક્ષમ નથી. તેથી તેને વહેમ હતો કે, મૃતક તેનો પુત્ર નથી. આરોપીએ 3 વખત લગ્ન કર્યા હતા, જેમાંથી મૃતક ધૃવ બીજી વખતની પત્નીનો પુત્ર હતો.

આરોપીએ પોતાના પુત્રને વાળ કપાવવા લઇ જવાનું જણાવી નિર્દયાતાપુર્વક તેને ગળે ટુંપો આપી દીધો હતો. મૃતકના દાદાએ શોધખોળ કરતા ધ્રૃવ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેના ગળાના ભાગે દોરી બાંધેલી હતી, બાળક શ્વાસ લેતો હતો પણ સ્થિતિ નાજૂક હોવાને કારણે મોડાસા અને ત્યાર બાદ હિંમતનગર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

જાણો સમગ્ર ઘટના :- અરવલ્લી: મેઘરજના અંતાલી ગામે પિતાએ ચાર વર્ષના પુત્રની હત્યા કરી

3 સપ્ટેમ્બર - અરવલ્લીના મેઘરજ તાલુકાના અંતાલી ગામમાં પિતાએ તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ મુજબ આરોપી પિતાનું માનવુ હતું કે, મૃતક બાળક તેના અને નવી પત્નીના સબંધોમાં તિરાડ ઉભી કરી રહ્યો હતો.

અરવલ્લીમાં થયેલી હત્યાની અન્ય ઘટનાઓ

22 ઓગસ્ટ - અરવલ્લીમાં પત્નીના આડા સંબંધને લઇ વધુ એક હત્યા, અરોપી પોલીસના સકંજામાં

એક વર્ષ અગાઉ અરવલ્લી જિલ્લાના માનડા ગામમાં હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીને જિલ્લા LCBએ ઝડપી પાડ્યો છે. આરોપીએ તેની પત્ની સાથે તેના સાઢુના આડા સંબધોને લઇ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તેના 26 વર્ષીય સાઢુ રણજીત ડામોરની દારૂમાં ઝેર નાખી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને પાણીમાં નાખી દીધો હતો.

20 ઓગસ્ટ - અરવલ્લીમાં પુત્રએ દારૂડીયા પિતાને મોતને ઘાટ ઉતાર્યા

ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામે રહેતા દિનેશે તેના 58 વર્ષિય પિતા ધુળાભાઈ નાથાભાઈ તરારનું ઘાતક હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું. મૃતક ધુળાભાઈ દારૂ પીને તેમની પત્ની લીલાબેન સાથે અવારનવાર મારપીટ કરતા હતા. પોતાની માતા ઉપર થતો અત્યાચાર પુત્ર દિનેશથી સહન ન થતા બુધવારે રાત્રે ધુળાભાઈને ઘાતક હથિયારના ઘા મારીને પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

15 ઓગસ્ટ - અરવલ્લીના હેલોદરમાં બે પિતારાઇ ભાઇઓની હત્યા થતા ચકચાર

માલપુરઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામે 14 ઓગષ્ટની રાત્રી દરમ્યાન વિક્રમભાઈ અને મનુભાઈ નામના પિતરાઈ ભાઈઓ કોઈક ને મળવા ગયા હતા. જોકે થોડીવારમાં બન્નેના મોબાઇલ સ્વીચ ઓફ જણાતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. 15 ઓગષ્ટની વહેલી સવારે ગામની સીમમાંથી બન્ને પિતરાઈ ભાઈઓના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઇ હતી.

26 મે - માલપુરના ટુણાદર ગામે જમીન મામલે પિતા અને બે પુત્રોએ જમીન માલિકનું કાઢ્યું કાસળ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટુણાદર ગામે જમીન વિવાદમાં ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સામાન્ય બબાલ બાદ મૃતક અને આરોપીઓ વચ્ચે ખેચતાણ થઇ હતી. જેમાં મૃતક જમીન પર પટકાતા ઘટના સ્થળે તેમના પ્રાણ પખેરૂ ઉડી ગયા હતા. માલપુર પોલીસે આરોપીઓ વિરૂદ્વ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

22 ફેબ્રુઆરી - ભાઇઓએ સગાભાઇની હત્યા કરી, મૃતદેહને પોટલામાં બાંધી ફેંકી દીધો

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં યુવકની હત્યા મામલે પોલિસે ભેદ ઉકેલી બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા. 8 ફેબ્રુઆરી 2020ના રોજ મેઘરજમાં રાજસ્થાનના એક યુવકનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

18 જાન્યુઆરી - મેઘરજના ગામમાં નજીવી બાબતમાં યુવકની હત્યા થતાં ચકચાર

અરવલ્લીઃ મેઘરજ તાલુકાના ભુવાલ ગામે નજીવી બાબતે એક યુવકની હત્યા થતાં ચકચાર મચી હતી. આરોપી પોતાનું ઘર બનાવવા માટે લાકડાની વડીઓ લાવ્યો હતો. જેની ચોરી થઈ હોવાનો વહેમ રાખી તેણે બુધવાર રાત્રે પાંચ લોકો સાથે મળીને એક યુવકને કુહાડી અને લાકડીથી માર માર્યો હતો. જેમાં યુવકનું મોત થયું હતું. જ્યારે બે મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓને જેલ ભેગા કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.