ETV Bharat / jagte-raho

અમદાવાદ:સાવધાન, વૉટ્સએપ પણ થઈ શકે છે આ રીતે હેક - સાયબર ગુનો

સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા સોશિયલ મીડિયાને લગતા સાયબર ક્રાઈમમાં પણ ઘણો વધારો થયો છે, ત્યારે લોકોના રોજબરોજના જીવનમાં વપરાતું વૉટ્સએપ પણ હેક થઈ શકે છે અને વૉટસએપ હેક થવાથી શું થઈ શકે છે જાણો.

વૉટ્સએપ પણ થઈ શકે છે આ રીતે હેક
વૉટ્સએપ પણ થઈ શકે છે આ રીતે હેક
author img

By

Published : Dec 3, 2020, 5:11 PM IST

Updated : Dec 3, 2020, 9:22 PM IST

  • રોજિંદા જીવનમાં વપરાતું વૉટ્સએપ પણ થઈ શકે છે હેક
  • OTP દ્વારા વૉટ્સએપ થઈ શકે છે હેક
  • વૉટ્સએપ હેક કરીને થઈ શકે છે તેનો દુરુપયોગ
  • કેવી રીતે થઈ શકે છે વૉટ્સએપ હેક?

અમદાવાદઃ આપણે રોજિંદા જીવનમાં જે વૉટ્સએપનો ઉપયોગ કરીએ છીંએ, તે ખૂબ જ સરળ રીતે હેક થઈ શકે છે. સામાન્ય OTPની જેમ કોઈ વ્યક્તિ આપણો મોબાઈલ નંબર તેના મોબાઈલમાં નાખીને વૉટ્સએપ ચાલુ કરે છે તે બાદ આપણા મોબાઈલમાં OTP આવે છે તે OTP દ્વારા સામેવાળી વ્યક્તિ વૉટ્સએપ હેક કરીને પોતાના મોબાઈલમાં ચલાવી શકે છે.

એક વ્યક્તિનું વૉટ્સએપ હેક થયા બાદ અન્ય વ્યક્તિઓના પણ થઈ શકે

સાયબર ક્રાઈમના DCP અમિત વસાવાના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ એક વ્યક્તિનું વૉટ્સએપ હેક થાય ત્યારે તેના વૉટીસએપના તમામ કોન્ટેક્ટ હેકરના મોબાઈલમાં આવી જાય છે. જે બાદ હેકર સાચા વ્યક્તિના મોબાઇલમાંથી તેના મિત્રોને મેસેજ કરીને OTP મંગાવે છે. જે આસાનીથી મિત્રો આપી દેતાં મિત્રોના પણ વૉટ્સએપ પણ હેક થઈ શકે છે.

હેક કરેલા વૉટ્સએપનો શું ઉપયોગ?

હેક કરેલું વૉટ્સએપ હેકર અલગ અલગ ઉદેશ માટે વાપરે છે. સાયબર ક્રાઈમમાં આ પ્રકારના બનાવને લઈને ફરિયાદ નોંધાઇ હતી. જેમાં હેક કરનારા વ્યક્તિએ અન્ય ભોગ બનનારા વ્યક્તિના વૉટ્સએપ દ્વારા અન્યોને મેસેજ કર્યા હતાં. હેક કરેલા વૉટ્સએપનો ઉપયોગ જાહેરાત કરવા માટે કરવામાં આવે છે, કોઈ વસ્તુની જાહેરાત કરવા વૉટ્સએપ હેક કરીને અન્ય લોકોને મેસેજ કરવામાં આવે છે.

વૉટ્સએપ પણ થઈ શકે છે આ રીતે હેક
વૉટ્સએપ હેક થવાથી બચવા શું કરવું?સૌપ્રથમ જે પણ OTP આવે તેને કોઈ પણ વ્યક્તિને આપવો નહીં, સ્થળ પરથી જ પોલીસને જાણ કરવી અને OTP અંગે જાણ કરવી. આ ઉપરાંત 2 સ્ટેપ સિક્યુરિટી રાખવી, જેથી કોઈ પણ વ્યક્તિ હેક કરવાનો પ્રયાસ કરે તે અગાઉ જ આપણામાં તેનો મેસેજ પહોંચી જાય.જમાનો ડિજિટલ બન્યો છે તો સાથે ગુનાખોરી પણ ડિજિટલ બનતી જાય છે. રોજ નવા નવા સાયબર ક્રાઈમ પોલીસ ચોપડે નોંધાય છે. કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરતાં પહેલાં તે અંગે પૂરી ચકાસણી કરી લેવી જોઈએ.

સાયબર પોલીસ વિશે આ પણ જાણો

ગુજરાતમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મોટાપાયે આર્થિક ગતિવિધિ પણ ઓનલાઈન કરવાનું પ્રમાણ કોરોનાને લઇને વધ્યું છે, ત્યારે સાયબર ક્રાઈમમાં રચ્યાંપચ્યાં લોકો અનેક સાયબર ક્રાઈમ કરી રહ્યાં છે. આ પ્રકારની દુષ્પ્રવૃત્તિનો ભોગ બનેલાં લોકો ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ વિભાગની મદદ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે ગુજરાતની 9 રેન્જમાં સાયબર પોલીસ સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, ગોધરા, ભાવનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ, કચ્છ બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશન કામ કરી રહ્યાં છે. આ 9 રેન્જ હેઠળ રાજ્યના મોટાભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યાં છે. આ સાયબર પોલીસ સ્ટેશનો શરુ કરવાનો હેતુ નાગરિકોને વધુ સુદ્રઢ સુરક્ષા આપવાનો છે. ટેકનોલોજીના વિકસતાં સમયમાં ગુનેગારો પણ ટેકનોસેવી હોય છે. આ કારણે સાયબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસ જનજાગૃતિ કેળવતાં કાર્યક્રમો પણ આપે છે.

Last Updated : Dec 3, 2020, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.