ETV Bharat / jagte-raho

અમદાવાદ: GTU પરીક્ષા રદ્દ કરે તે માટે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓના ડેટા લીક કર્યા

author img

By

Published : Aug 4, 2020, 5:33 PM IST

ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી(GTU)ના વિદ્યાર્થીના ડેટા લીક કરનાર આરોપીની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. GTU તેની પરીક્ષા મોકૂફ રાખે તેવા હેતુંથી IT વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓના ડેટા લીક કર્યા હોવાનું ખુલ્યું છે.

cyber criminal
cyber crime ahmedabad

અમદાવાદ: GTUમાં ઓનલાઈન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓના ડેટા લીક થયા છે. આ મામલે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ટેકનીકલ એનાલીસીસ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પણ આઈટીમાં આર. સી. ટેકનીકલમાં અભ્યાસ કરે છે.

ગુજરાત ટેકનોલોજીક્લ યુનીવર્સીટીના રજીસ્ટ્રારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી હતી કે, 1275 વિદ્યાર્થીઓનો ઓનલાઈન પરીક્ષા લેવામાં હતી. આ પરીક્ષા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે, GTUની લીંક પરથી વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ અને આઈડીપ્રૂફ લીક થયા છે. આ મામલે સાયબર ક્રાઈમે દ્વારા તપાસ હાથ ધરવમાં આવી હતી.

GTU પરીક્ષા રદ્દ કરે તે માટે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓના ડેટા લીક કર્યા

આ ડેટા કેવી રીતે અને ક્યાંથી લીક થયો છે, તે અંગે ટેકનીકલ એનાલીસીસ કરતા જાણવા મળ્યું હતું કે, આર. સી. ટેકનીકલ ઇન્સ્ટીટયુટ ITના સેમેસ્ટર-6માં અભ્યાસ કરનારા મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણીએ ડેટા લીક કર્યો હતો. સાયબર ક્રાઈમે આ આરોપીની ધરપકડ કરી પુછાપરછ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, આરોપીની પુછાપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કોરોના વાઇરસની મહામારીમાં સરકારે પરીક્ષા લેવાનું મોકૂફ રાખ્યું હોવા છતાં GTU દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો હતો, તેથી પરીક્ષા રદ થાય તેવા હેતુથી વિદ્યાર્થીઓના ડેટા લીક કર્યા હોવાનું ખુલ્યું હતું.

1 ઓગષ્ટઃ GTUમાં ઓનલાઈન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ડેટા GTUની જ વેબસાઈટ પર લીક થયા

અમદાવાદ: વધતા જતા કોરોના વાઇરસના કેસના પગલે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાની શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે GTUમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના ડેટા લીક થયા છે. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

23 મેઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી મોક ટેસ્ટનો ફિયાસ્કો

અમદાવાદઃ GTU વિદ્યાર્થીઓએ ઘરે બેઠાં આ પરીક્ષા આપી હતી. તેમની અનેક ફરિયાદો આવી હતી. સૌપ્રથમ તો નેટવર્ક કનેક્ટિવિટી મળતી ન હતી, ત્યારબાદ 30 ગુણની આ પરીક્ષામાં વિકલ્પો જ આપવામાં આવ્યાં ન હતાં, કેટલાક વિદ્યાર્થીઓ લોગીઇન કરી શકતાં ન હતાં અને એક કલાક બાદ ફરીથી તેમની પરીક્ષા લેવી પડી હતી. આના કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. જો કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે ઈટીવી ભારત સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતમાં આટલી મોટી સંખ્યામાં લાખો વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી રહ્યા હોય તેવું સૌ પ્રથમ પગલું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ભર્યું છે. ત્યારે નેટવર્ક કનેક્ટિવિટીની કારણે આ સમસ્યા સર્જાઈ હતી. બીજા કોઈ પણ મુદ્દા ન હતા. એક કલાક બાદ ફરી લેવાયેલી પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને સારી રીતે પરીક્ષા પૂર્ણ કરી હતી અને તેનું રિઝલ્ટ પણ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું.બપોરના સમયે ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપી હતી જેમાં પણ કોઈપણ પ્રકારના પ્રશ્નો ઊભા થયા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.