ઓકુમા, જાપાનઃ ફૂકુશિમા દાઈચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ઓપરેટરે કહ્યું કે ગુરૂવારે પ્રશાંત મહાસાગરમાં રેડિયોએક્ટિવ પાણીનો પહેલો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. જાપાનમાં એક્ઠા થઈ રહેલા રેડિયોએક્ટિવ પાણીના ભંડાર પર થતા વિવાદમાં જાપાનની આ એક જીત છે.
એક દસકાનો વિવાદઃ રેડિયોએક્ટિવ પાણીને છોડવા મુદ્દે છેલ્લા દસકાથી ચાલી રહેલા વિવાદમાં ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપનીએ ઓપરેટર દરિયામાં સીવોટર પંપથી પાણી છોડે છે તેવું દર્શાવતો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ઓપરેટર કહી રહ્યો છે કે પાણી દરિયામાં જઈ રહ્યું છે. જેને TEPCO કન્ફર્મ કરે છે કે 01:03 કલાકે સીવોટર પંપ એક્ટિવ થઈ ગયો છે. TEPCO કહે છે કે પાણીનો પ્રથમ જથ્થો મહાસાગરમાં છોડી દીધાના 20 મિનિટ બાદ વધુ વેસ્ટ વોટર પંપ છોડશે. પ્લાન્ટ તરફથી જણાવાયું છે કે બધુ સમુ સુતરૂ પાર ઉતરી રહ્યું છે.
સીફૂડની ક્વાલિટી બગડશેઃ જાપાની માછીમારો આ પ્રક્રિયાનો વિરોધ કરતા કહે છે કે આ પાણી દરિયામાં છોડાતા તેમના સીફૂડનો સ્વાદ ખરાબ થશે અને સીફૂડ ઈન્ડસ્ટ્રીની ઈમેજને દાગ લાગશે. ચીન અને દક્ષિણ કોરિયા આ મુદ્દે રાજકીય અને ડિપ્લોમેટિક મુદ્દો ઉઠાવી રહ્યા છે. જાપાની સરકાર અને TEPCO કહે છે કે આ પાણીને પ્લાન્ટમાંથી દૂર કરવું જરૂરી છે. કારણ કે તેના સંગ્રહથી એક્સિડેન્ટલ લીક થવાનું જોખમ રહે છે. ડાયલ્યૂટેડ વોટર આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું છે અને તે પર્યાવરણને આંશિક નુકસાન પહોંચાડશે. જો કે વૈજ્ઞાનિકો કહે છે કે લાંબા સમયગાળે નુકસાન કરી શકે છે.
આઈએઈએનું તારણઃ ગુરૂવારે ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિઆનો ગ્રોસી કહે છે કે, અમારા નિષ્ણાંતોએ દરિયામાં છોડવામાં આવતા રેડિયોએક્ટિવ પાણીની તપાસ કરી છે જેમાં આઈએઈએના સુરક્ષા માપદંડોને અનુસરવામાં આવ્યા છે. યુનાઈટેડ નેશન્સ એજન્સી પણ કહે છે કે પાણીના ડિસ્ચાર્જનો લાઈવ ડેટા દર્શાવતું વેબપેજ પણ લોન્ચ કરવામાં આવશે.તથા આઈએઈએના અધિકારીઓ પાણી છોડવામાં આવે ત્યારે પ્લાન્ટ પર હાજર રહેશે.
TEPCOની જીતઃ બાર વર્ષ પહેલા માર્ચ 2011માં આવેલા ભયંકર ભૂકંપ અને ત્સુનામી બાદ પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. જાપાની સરકાર અને TEPCO માટે આ એક દસકની લડત બાદની જીત છે કારણ કે રીએક્ટરમાં જમા થતા પાણીના જથ્થાને લીધે પ્લાન્ટને નુકસાન થતું હતું. મિક્ષિંગ પૂલમાંથી 10 મિનિટ બાદ સેકન્ડરી પૂલમાં ડાયલ્યૂટે પાણીનો પ્રથમ જથ્થો છોડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પાણીને અન્ડરગ્રાઉન્ડ ટનલમાં કિનારાથી લગભગ 1 કિમી (0.6 માઈલ) દૂર છોડવામાં આવે છે.આ ટનલમાં પાણી બહુ ધીમી ગતિથી પસાર થાય છે અને સમગ્ર ટનલને પાર કરતા પાણીને 30 મિનિટ લાગે છે. ઓપરેટર ચાર મોનિટર દ્વારા પાણીના જથ્થા, પંપની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
1000 ટેન્કમાં સ્ટોરેજઃ TEPCOના એક્ઝિક્યૂટિવ જુનિચિ માસ્ટુમોટોએ કહ્યું કે, ગુરૂવારે પાણીના નાના જથ્થાને દરિયામાં છોડવાની યોજના છે. બગાડ થયેલા પાણીને આંશિક રીતે રિસાયકલ કરીને કૂલિંગ વોટરમાં રૂપાંતરીત કરી 1000 ટેન્કમાં સ્ટોર કરવામાં આવે છે. આ ટેન્કની કેપેસિટી 1.37 મિલિયન ટન છે જેમાં 98 ટકા પાણી ભરવામાં આવે છે. આ ટેન્ક સમગ્ર પ્લાન્ટનો મોટો ભાગ આવરી લે છે.
1200 ટન પાણી પર ટ્રીટમેન્ટઃ મંગળવારે પાણીને દરિયાના 1200 ટન પાણીથી ટ્રીટમેન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મિશ્રણને બે દિવસ માટે પ્રાયમરી પૂલમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં તેનું અંતિમ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે દરિયામાં છોડવામાં આવતા પાણીના જથ્થાનું કદ 460 ટન રાખવામાં આવ્યું છે.
ચાયના દ્વારા રેડિયેશન ટેસ્ટિંગઃ ફૂકુશિમાના મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન અને અર્થ વ્યવસ્થા અત્યારે કુદરતી આફતોમાંથી ધીરે ધીરે બેઠી થઈ રહી છે ત્યારે દરિયામાં છોડવામાં આવતું પાણી વધુ મુશ્કેલીઓ પેદા કરશે. આ વિસ્તારનો માછીમારી ઉદ્યોગ અત્યારે પાંચમા ભાગનો થઈ ગયો છે. ફૂકુશિમાની રેડિયેશન પ્રોડક્ટનું ચાયના રેડિયેશન ટેસ્ટિંગ કરી રહ્યું છે.
એડિલેઈડ યુનિવર્સિટીનો મતઃ એડીલેઈડ યુનિવર્સિટીના રેડિયેશન રિસર્ચના ડાયરેક્ટર ટોની હૂકરે કહ્યું કે, ફૂકુશિમા પ્લાન્ટમાંથી છોડવામાં આવતું પાણી બિનહાનિકારક છે. આ પાણી WHOના પીવાલાયક પાણીની માર્ગદર્શિકાનું પાલન કરે છે. દરિયામાં રેડિયેશનવાળા પાણીને છોડવાનો મુદ્દો હવે રાજકીય મુદ્દો બની ગયો છે. મને જનતાની ચિંતા છે તેથી જ અમે વૈજ્ઞાનિક તરીકે પાણી વિશે વધુ શૈક્ષણિક રીતે સમજાવી રહ્યા છીએ.
જાપાનના વડાપ્રધાનનું નિવેદનઃ ફ્યુમિઓ કિશિદાએ કહ્યું, આ પાણીને છોડવાનું ભવિષ્યમાં ઠેલવાય તેમ નથી. 2 નંબરના રિએક્ટરમાં રેડિયોએક્ટિવ પાણીનો ઘણો જથ્થો એકત્રિત થઈ ગયો છે. તેમાંથી પાણીનો થોડોક જથ્થો છોડવામાં આવ્યો છે. આવનારા સમયમાં અમે રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ થતા જાયન્ટ રોબોટિક આર્મથી આ કામ કરીશું.