ETV Bharat / international

કાબુલના શિયામાં બ્લાસ્ટ, 19 લોકોના મૃત્યું અને 27 ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તા દેશની રાજધાની કાબુલનો શિયા વિસ્તાર ફરી એકવખત બોંબ ઘડાકાથી ધણધણી ઊઠ્યો છે. ખાસ કરીને એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાનીના એક શિયા વિસ્તાર (Blast in Shiite area of Kabul) માં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 19 લોકો મૃત્યું પામ્યા છે અને 27 ઈજાગ્રસ્ત થયા છે. આંતરિક મંત્રાલયના તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, વિસ્ફોટ વહેલી સવારે થયો હતો, પરંતુ વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી.

Etv Bharatકાબુલના શિયા વિસ્તારમાં બ્લાસ્ટ, 19 લોકો માર્યા ગયા અને 27 ઘાયલ

author img

By

Published : Sep 30, 2022, 3:12 PM IST

કાબુલ: કાબુલ પોલીસ વડાના તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તાએ કહ્યું કે, અફઘાનિસ્તાનની રાજધાનીના એક શિયા વિસ્તાર (Blast in Kabul) માં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 19 લોકો મૃત્યું પામ્યા છે. 27 ઈજાગ્રસ્ત થયા છે. પ્રવક્તા ખાલિદ ઝદરાનનું કહેવું છે કે, કાબુલના દશ્તી બરચી પડોશમાં શુક્રવારે સવારે (Kabul blast) વિસ્ફોટ થયો હતો. આ વિસ્તારમાં મોટાભાગે અફઘાનિસ્તાનના લઘુમતી શિયા સમુદાયના સભ્યોની વસ્તી છે.

હજારા સમુદાયને નિશાન: હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી. ઓગસ્ટ 2021 માં અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી તાલિબાનના મુખ્ય હરીફ ઇસ્લામિક સ્ટેટ જૂથે ભૂતકાળમાં હજારા સમુદાયને નિશાન બનાવ્યુ છે

વિસ્ફોટક મોર્નિંગ: એક તાલિબાન અધિકારીએ પુષ્ટિ કરી હતી, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના શિયા પડોશમાં શુક્રવારે સવારે એક વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, વિસ્ફોટ દશ્તી બરચી વિસ્તારમાં એક શિક્ષણ કેન્દ્રની અંદર થયો હતો. આંતરિક મંત્રાલયના તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, વિસ્ફોટ વહેલી સવારે થયો હતો પરંતુ વધુ વિગતો આપવા મળી નથી.

જવાબદારી કોનીઃ ટાકોરે કહ્યું, વધુ વિગતો મેળવવા માટે અમારી ટીમ વિસ્ફોટના સ્થળે રવાના થઈ ગઈ છે. કોઈએ તરત જ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. એક વર્ષ પહેલાં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો કર્યો ત્યારથી સતત હિંસાએ જોર પકડ્યું છે. તાલિબાનના ટોચના હરીફ ઇસ્લામિક સ્ટેટ જૂથે અગાઉ મસ્જિદ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ખાસ કરીને અફઘાનિસ્તાનના શિયા સમુદાયના સભ્યોને હુમલામાં નિશાન બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.