ETV Bharat / international

શ્રીલંકા સેનાએ શાંતિ જાળવવા કરી અપીલ, કહ્યું-"જલ્દી જ ઉકેલ મળશે" - શ્રીલંકાના આર્મી ચીફ જનરલ શવેન્દ્ર સિલ્વા

શ્રીલંકામાં સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક બની રહી છે. રસ્તાઓ પર વિરોધીઓએ કબજો કરી લીધો છે. સેનાએ તેમને શાંતિ જાળવવા અપીલ કરી (Sri Lankan Army Called For Peace) છે. તેમણે સશસ્ત્ર દળો અને પોલીસને સમર્થન આપવા વિનંતી કરી છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ ક્યાં છે તે કોઈને ખબર નથી.

શ્રીલંકા સેનાએ શાંતિ જાળવવા કરી અપીલ
શ્રીલંકા સેનાએ શાંતિ જાળવવા કરી અપીલ
author img

By

Published : Jul 10, 2022, 12:55 PM IST

Updated : Jul 10, 2022, 2:18 PM IST

નવી દિલ્હી/ચેન્નઈ/કોલંબો: શ્રીલંકાના આર્મી ચીફ જનરલ શવેન્દ્ર સિલ્વાએ (Sri Lankan Army Chief General Shavendra Silva) રવિવારે એક નિવેદન જારી કરીને લોકોને શાંતિ જાળવવા (Sri Lankan Army Called For Peace) વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, વર્તમાન રાજકીય સંકટનો ઉકેલ શક્ય છે. તેમણે લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરી છે. સેના પ્રમુખના નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામું આપવા સંમત થયા છે. તેઓ સંભવતઃ 13 જુલાઈના રોજ પદ છોડી દેશે.

આ પણ વાંચો: શ્રીલંકામાં આર્થિક સંકટઃ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ જાહેર કરી ઈમરજન્સી

ખાનગી નિવાસને આગ : શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી (Economic Crisis In Sri Lanka) અંગે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે શનિવારે સેન્ટ્રલ કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં આવેલા રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં મોટી સંખ્યામાં વિરોધીઓ ઘૂસી ગયા હતા. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપવાની ઓફર કર્યા પછી પણ, વિરોધીઓએ તેમના ખાનગી નિવાસને આગ ચાંપી દીધી હતી.

આ પણ વાંચો: શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ કરી જાહેર

ઉકેલ માટે ઝડપથી કાર્ય : પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે આ સરકારને, અથવા કોઈપણ નવી, બંધારણીય રીતે ચૂંટાયેલી સરકારને વિનંતી કરીએ છીએ કે, તેઓ એવા ઉકેલોને ઓળખવા અને અમલમાં મૂકવા માટે ઝડપથી કાર્ય કરે જે લાંબા ગાળાની આર્થિક સ્થિરતા હાંસલ કરે અને વીજળી, ખોરાક અને પાણીની પહોંચમાં સુધારો કરે." રાષ્ટ્રપતિ રાજપક્ષે હાલમાં ક્યાં છે તે જાણી શકાયું નથી અને 73 વર્ષીય નેતા વિશાળ ભીડ આવે તે પહેલા જ ઘર છોડી ગયા હોવાનું માનવામાં આવે છે.

Last Updated : Jul 10, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.