ઈન્ટરનેશનલ ઈવેન્ટઃ આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખતા વર્ષ 1980માં તેને ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ જાહેર કરવામાં આવ્યો. આ કાર્નિવલ અને તે સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી દીધી છે. આ ફેસ્ટિવલ બે ભાગમાં યોજાઈ છે. એક કાર્નિવલ અને બીજો કાર્નિવલ ઓધ ધ સ્ટ્રીટ. કાર્નિવલમાં જુદા જુદા ગ્રૂપ હોય છે. જ્યારે સ્ટ્રીટ કાર્નિવલ લૂઝમાં યોજાઈ છે. શેરીમાં મોટાપાયે આની ઉજાણી કરવામાં આવે છે.
સ્પેનમાં ઉત્સવઃ જેમા પરંપરાગત નૃત્યો કરવામાં આવે છે. યુનેસ્કોઆ આને ઈન્ટરનેશનલ ઈવેન્ટ જાહેર કરી દીધી છે. જેને જોવા માટે વિદેશમાંથી પણ લોકો સ્પેનમાં જાય છે. વર્ષ 1987માં સિંગલ સેલિયા ક્રુઝે બિલ્લોસના કારકાસ બોય સાથે ગાયેલા ગીતને માણવા માટે અઢી લાખ લોકો આવ્યા હતા. જેના કારણે આ ઈવેન્ટનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે.
ખાસ પરેડઃ કાર્નિવલ ચૂંટણી ગાલાની રાણી એટલી લોકપ્રિય છે કે તે માત્ર રાષ્ટ્રીય ટીવી પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રસારિત થાય છે. કાર્નિવલ રાણીઓ બાળકો, વયસ્કો અને વરિષ્ઠ સહિત વિવિધ શ્રેણીઓમાંથી પસંદ કરવામાં આવે છે. દર વર્ષે આ કાર્નિવલમાં કોસ્ચુયમ અને લાઈટ ડેકોરેશનને જોવા માટે સૌથી વધારે લોકો આવે છે. દેશ વિદેશમાંથી લોકો આ પરેડને ખાસ જોવા માટે આવે છે. જેમાં ભારે વજનદાર કપડાં પહેરીને પર્ફોમ કરવામાં આવે છે.
આવી રીતે થઈ શરૂઆતઃ સાન્તાક્રુઝ ડી ટેનેરીફ કાર્નિવલની શરૂઆત 15મી સદીની છે. વર્ષ 1492માં સ્પેનિશ વિજય પછી ટાપુ પર કાર્નિવલ લાવવામાં આવ્યો હતો. મોટા ભાગના કાર્નિવલની જેમ તે તહેવારની છેલ્લી તક હતી. એ પછી સતત આ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાભરમાં આ ફેસ્ટિવલની એક ઝલક માટે લોકો લાખો રૂપિયા ખર્ચી કાઢે છે.
આ પણ વાંચો: Achievement News: 4 ભારતીય વિદ્યાર્થીઓની કમાલ, અમેરિકામાં NAE માટે ચૂંટાયા
ફ્રાન્કોનું અવસાન: કાર્નિવલની રાણી માટેના પર્ફોમરર્સ એવા કોસ્ચ્યુમ પહેરે છે. જે 5 મીટરથી વધુ ઊંચાઈ અને 80 કિલોગ્રામથી વધુ વજન ધરાવે છે. શહેર દ્વારા પ્રથમ ઓફિશિલ ટેનેરાઇફ કાર્નિવલનું આયોજન 1925માં થયું હતું.
વિન્ટર પાર્ટીઃ જો કે થોડા સમય પછી ફ્રાન્કો સરમુખત્યાર શાહી દરમિયાન, કાર્નિવલને રદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ફક્ત "વિન્ટર પાર્ટી" નામ હેઠળ ઉજવણી ચાલુ રહી. જો કે, જ્યારે 1980 માં ફ્રાન્કોનું અવસાન થયું, ત્યારે કાર્નિવલ તેના મૂળ નામ પર પાછો શરૂ થયો હતો.
મોટી ઈવેન્ટઃ બ્રાઝિલના રિયો ડી જાનેરો પછી વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય અને જાણીતી આને માનવામાં આવે છે, સાન્ટા ક્રુઝ ડી ટેનેરાઇફનો કાર્નિવલ ઉત્સવો આપે છે. જેમાં કાર્નિવલ રાણીની ચૂંટણી, શેરી પાર્ટીઓ, પરેડ, કોસ્ચ્યુમ અને ડ્રેગ ક્વીન સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. જેમાં અલગ અલગ ઈવેન્ટ કરીને લોકો જોરદાર સેલિબ્રેશન કરે છે.
3 કલાકની તૈયારીઃ ખાસ વાત તો એ છે કે, આ દરેક પર્ફોમર્સને તૈયાર થતા ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય લાગે છે. મુગટથી લઈને સ્કર્ટ સુધીની તમામ વસ્તુઓ એટલી ભારે હોય છે એક ડ્રેકનો વજન 80 કિલો સુધી પહોંચી જાય છે. એ પછી એ પરેડમાં જોડાય છે અને ટેબ્લો પર પર્ફોમન્સ આપે છે. આ ટેબ્લો જે તે રૂટ પર આગલ વધે છે અને લોકો તેને નિહાળે છે.