ETV Bharat / international

Blast in iraq: ઇરાકના એરબિલમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ પાસે વિસ્ફોટ, ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડસે લીધી જવાબદારી - આંતરરાષ્ટ્રીય ન્યૂઝ

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું હતું કે, તેમણે ઈરાકના અર્ધ-સ્વાયત્ત કુર્દિસ્તાન ક્ષેત્રમાં ઈઝરાયેલના 'જાસૂસી હેડક્વાર્ટર ' પર હુમલો કર્યો છે, આ અંગે મીડિયાએ સોમવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો, જ્યારે વિશિષ્ટ દળોએ જણાવ્યું હતું કે, તેઓએ ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ સીરિયામાં પણ હુમલા કર્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 8:50 AM IST

બગદાદઃ ઈરાકના એરબિલમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ નજીક અનેક વિસ્ફોટ થયા હોવાની માહિતી મળી છે. એબીસી ન્યૂઝે ઈરાકી સુરક્ષા સ્ત્રોતને ટાંકીને આ માહિતી આપી છે. એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીએસ) એ હુમલાની જવાબદારી લીધી છે. IRGS એ કહ્યું છે કે, તે બેલેસ્ટિક મિસાઇલો વડે પ "જાસૂસોના મુખ્ય મથક" અને પ્રદેશના કેટલાંક ભાગમાં ઈરાન વિરોધી આતંકવાદી મેળાવડાને નિશાન બનાવી રહ્યું છે.

  • BREAKING : Footage of loud explosions in Erbil #Iraq targeting US consulate and airport. Arabic media reporting 6 explosions using missiles and drones https://t.co/MgObwqXcNY

    — Joyce Karam (@Joyce_Karam) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બોમ્બ વિસ્ફોટોમાં 4નાં મોત: એબીસી ન્યૂઝે ઈરાકી સુરક્ષા સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે આઈઆરજીએસ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટોમાં ચાર લોકો માર્યા ગયા હતા. ઈરાકી સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે એરબિલમાં બોમ્બ વિસ્ફોટમાં કોઈ ગઠબંધન અથવા યુએસ સૈનિકો માર્યા ગયા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન દળોએ ઈરાકના એરબિલ એરપોર્ટ નજીક ત્રણ ડ્રોનને તોડી પાડ્યા હતા. એબીસી ન્યૂઝે ઈરાકી સુરક્ષા સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો છે કે એરબિલમાં એર ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર બોમ્બ વિસ્ફોટ અત્યંત હિંસક હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ કોન્સ્યુલેટની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

તણાવભરી સ્થિતિ: બે અમેરિકી અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે, મિસાઇલ હુમલાથી યુએસની કોઈપણ સુવિધાઓને અસર થઈ નથી. ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાયેલા સંઘર્ષમાં વધારો થવાની ચિંતા વચ્ચે આ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં ઈરાનના સહયોગી દેશ લેબનોન, સીરિયા, ઈરાક અને યમન તરફથી પણ યુદ્ધમાં ઉતરી રહ્યા છે.

ઈરાનનું વલણ: ઇરાન, જે ઇઝરાયેલ સાથેના તેના યુદ્ધમાં હમાસને સમર્થન આપે છે, તેણે યુએસ પર ગાઝામાં ઇઝરાયેલી ગુનાઓને સમર્થન આપવાનો આરોપ મૂક્યો છે. અમેરિકાએ કહ્યું છે કે તે તેના અભિયાનમાં ઈઝરાયેલને સમર્થન આપે છે. જોકે, તેણે માર્યા ગયેલા પેલેસ્ટિનિયન નાગરિકોની સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. એક નિવેદનમાં, કુર્દીસ્તાન સરકારની સુરક્ષા પરિષદે આ હુમલાને "ગુના" તરીકે વર્ણવતા જણાવ્યું હતું કે, એરબિલ પરના હુમલામાં ઓછામાં ઓછા ચાર નાગરિકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા.

  1. India-Maldives row: માલદીવ સરકારે ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યું
  2. Alliance Air: લક્ષદ્વીપ જનારા મુસાફરોની સંખ્યામાં વધારો, એલાયન્સ એરને વધારાની ફ્લાઇટ્સ શરૂ કરવી પડી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.