બલુચિસ્તાનઃ બલુચિસ્તાનના પ્રાંતમાં એક ત્રાસવાદી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક આર્મી બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જેનો ખાતમો બોલી ગયો છે. સામે જવાબી કામગીરીમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાના પણ રીપોર્ટ છે. આ ત્રાસવાદી તહરીક એ જેહાદ ત્રાસવાદી સંગઠનના હોવાનું જાણવા મળે છે. આ હુમલાની જવાબદારી આ સંગઠને લીધી છે.
નાગરિકો હતા ટાર્ગેટઃ ત્રાસવાદીઓનો હેતું નાગરિકોને ફૂંકી મારવાનો હતો. જોકે, આતંકવાદને લઈને પાકિસ્તાનની છબી અંગે અનેક વખત ચર્ચા થઈ રહી છે. હવે પાકિસ્તાનને પણ ત્રાસવાદીઓ ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યા છે. સૈનિકોને જે સર્વિસ આપવામાં આવતી હતી એ કેન્દ્ર ઉપર જ ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. નાનકડા એરિયા પર હુમલો થતા આ સમગ્ર વિસ્તાર હવે કાળમાળમાં ફેરવાયો છે. આ પહેલા પણ આ જુલાઈ મહિનાની શરૂઆતમાં ચાર સૈનિકો ત્રાસવાદીઓના હાથા માર્યા ગયા હતા.
પાંચને ઈજાઃ આ હુમલો બપોરના સમયે થયો હોવાનું જાણવા મળે છે. પાંચ જવાનોને ગંભીર ઈજા પહોંચી છે. આર્મી કેમ્પ પાસે તૈયાર કરવામાં આવેલી બાઉન્ડ્રી લાઈન પરથી ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું. દિવાલની પાછળ રહીને ફાયરિંગ કરાયું હતું. જ્યારે સૈનિકો બહાર હતા એ સમયે એક સાથે ફાયરિંગ કરાયુ હતું. હુમલો થયા બાદ એક યુનિટ ઘટના સ્થળે મોકલાયું છે. જવાબી કામગીરીમાં ત્રાસવાદીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલો થયા બાદ આખા વિસ્તારને સીલ કરી દેવાયો હતો. હવે દરેક પરિવારના ઘરની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બીજો હુમલોઃ આ જ પ્રાંતમાં એક જ મહિનામાં આ બીજો હુમલો છે. જેના કારણે સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સૈન્યના અન્ય યુનિટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વધારાની ટુકડી પણ રવાના કરી દેવામાં આવી છે. જોકે, આ પહેલા પણ કોઈ ક્નેકશન મળ્યા છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે.