નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત નાજુક(Former Pakistani President Pervez Musharraf is in critical condition) છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કેન્સરની બીમારીથી લડી રહ્યા(disease of cancer) છે. તે હાલમાં દુબઈની હોસ્પિટલમાં દાખલ છે. તેમને ઘણા દિવસોથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે આ બાબતને, પરિવારજનોએ નકારી કાઢી છે. 78 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ(President of Pakistan from 1999 to 2008) તરીકેની સેવા આપી છે. 1999 માં, નવાઝ શરીફના બળવા પછી તેઓ દેશના 10મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે મહાભિયોગ ટાળવા માટે 2008માં રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો - ખાડો બન્યો મોતનો કુવો : એક જ પરિવારના આઠ લોકો હોમાયા
પરવેઝની હાલત નાજૂક - મુશર્રફ માર્ચ 2016માં સારવાર માટે દુબઈ ગયા હતા, ત્યાર બાદ તેઓ ક્યારેય પાકિસ્તાન પરત ફર્યા નથી. 17 ડિસેમ્બર, 2019 ના રોજ, એક વિશેષ બેંચે મુશર્રફને રાજદ્રોહના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. એક ઈન્ટરવ્યુમાં મુશર્રફે કહ્યું હતું કે, તેઓ કોર્ટનો આદર કરતા કેસોનો સામનો કરવા ચોક્કસપણે પાછા આવશે, પરંતુ બાદમાં તેમણે પાછા ફરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. માર્ચ 2018માં પાકિસ્તાન કોર્ટના આદેશ બાદ તેમનો પાસપોર્ટ અને ઓળખ કાર્ડ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - PRESIDENTIAL ELECTION : જમ્મુ કાશ્મીર આ કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે નહીં
કારગીલ માટે જવાબદાર - 1999માં જ્યારે ભારતે કારગીલ યુદ્ધ જીત્યું ત્યારે તેઓ પાકિસ્તાની સેનાના વડા હતા. મુશર્રફે કારગીલમાં ઘૂસણખોરીની યોજના બનાવી હતી. કહેવાય છે કે ખુદ નવાઝ શરીફને પણ આ ષડયંત્રની જાણ નહોતી કરવામા આવી. આ પછી પણ ભારતે પરવેઝ મુશર્રફના સૈન્ય શાસન દરમિયાન કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાતચીત શરૂ કરી હતી. જુલાઈ 2001માં ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મુશર્રફ આગ્રામાં મળ્યા હતા. આગ્રા સમિટમાં મુશર્રફના હઠીલા વલણને કારણે કાશ્મીરનો ઉકેલ મળી શક્યો ન હતો.