અમદાવાદ દેશમાં હવે ક્રિકેટ જ નહીં, અન્ય રમતોની અંદર રમતવીરો પોતાનું યોગદાન આપી દેશને અનેક ગોલ્ડ મેડલ અપાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના નવીન મકવાણાએ ડંકો વગાડ્યો છે. બ્રિટનમાં ( Powerlifting Championship in Britain ) યોજાયેલ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ( AWPC World Powerlifting Championships ) માં 67.5 Kg સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગુજરાતનું નામ રોશન ( Naveen Makwana Won Gold Medal )કર્યું છે.
એડબ્લ્યૂપીસી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ નવીન મકવાણાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે યુકેના માન્ચેસ્ટરમાં 10 સપ્ટેમ્બર 2022 ના રોજ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અલગ અલગ કેટેગરીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતથી વધુ દેશના 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે રમતમાં ગુજરાતના ( Naveen Makwana Won Gold Medal ) 5 અને દિલ્હીના ખેલાડીઓને પણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. જેમાં 67.5 KG પાવર લિસ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને એકમાં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ ( AWPC World Powerlifting Championships ) મેળવ્યો હતો.
2015 પાવરલીફટિંગ પ્રેક્ટીસ વધુમાં નવીન મકવાણાએ જણાવ્યું હતું કે 2012થી ટ્રેનર ઇન્દ્ર ગુર્જરના માર્ગદર્શન હેઠળ જેમાં વર્કઆઉટ કરું છું અને ત્યારબાદ 2015માં પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ શરૂઆત કરી. જેમાં અત્યાર સુધી 10 જેટલી સ્પર્ધામાં ભાગ લીધો છે અને 2 બોડી બિલ્ડીંગની રમતમાં ભાગ લીધો છે. અત્યાર સુધી 3 નેશનલ લેવલે ગોલ્ડ મેડલ, 2 ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ અને 4 રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ ( Naveen Makwana Won Gold Medal ) મેળવ્યા છે.
દરરોજ 4 કલાક પ્રેક્ટીસ પાવર લિફ્ટિંગમાં હાલ દરરોજ ચાર કલાક જેટલી પ્રેક્ટિસ કરવામાં આવે છે. સાથે સાથે શરીરનું સંતુલન જળવાઈ રહે તે માટે ડાયટ પણ સમયસર કરવામાં આવે છે. આ ઉપરાંત ખોરાકમાં પણ જે ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારે હોય તેઓ ખોરાક લેવામાં આવે છે. જેથી શરીરની અંદર જરૂરિયાત મુજબ પ્રોટીન મળી રહે. આગામી સમયમાં ડિસેમ્બર માસની અંદર દિલ્હીમાં યોજનાર પાવર લિફ્ટિંગની રમતમાં ગોલ્ડ ( Naveen Makwana Won Gold Medal ) મેડલ જીતવાનો લક્ષ્યાંક છે.