નવી દિલ્હી: ભારતે ઓનલાઈન અમેરિકન મીડિયા આઉટલેટ ધ ઈન્ટરસેપ્ટના એ અહેવાલને નકલી ગણાવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવી દિલ્હીએ હરદીપ સિંહ નિજ્જર સહિત કેટલાક શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ "નક્કર" પગલાં લેવા માટે એક "ગુપ્ત મેમોરેન્ડમ" બાહાર પાડ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, જે મીડિયા આઉટલેટ આ 'બનાવટી' અહેવાલ સાથે સામે આવ્યું છે, તે પાકિસ્તાની ગુપ્તચર વિભાગ દ્વારા ફેલાવવામાં આવેલ "નકલી અહેવાલો" ના પ્રચાર માટે જાણીતું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આવા અહેવાલો સંપૂર્ણપણે નકલી અને બનાવટી છે. આ ભારત વિરુદ્ધ દૂષ્પ્રચાર છે. આ કોઈ મેમોરેન્ડમ નથી. આ માત્ર પાકિસ્તાની જાસૂસી દ્વારા ફેલાવવામાં આવેલ નકલી મેમોરેન્ડમ છે.
એપ્રિલ 2023 માં ગુપ્ત મેમો જાહેર કરવાનો દાવો: વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતે એપ્રિલ 2023માં એક ગુપ્ત મેમો જારી કર્યો હતો. આ મેમોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સહિત ઘણા શીખ અલગતાવાદીઓની યાદી છે. એવો દાવો કરવામાં આવે છે કે, નિજ્જરની હત્યાના બે મહિના પહેલા જ ભારતે આ મેમો મોકલ્યો હતો.
કોણ છે હરદીપ સિંહ નિજ્જર: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જૂનમાં કેનેડાના એક અગ્રણી ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના એક ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિજ્જરનું મોત થયું હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતા અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.
વિદેશ મંત્રાલયનું વલણ: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે, આ અહેવાલ ભારત વિરુદ્ધ "સતત દુષ્પ્રચાર અભિનયાન" નો એક ભાગ છે, અને જે આઉટલેટ આ ચલાવે છે તે પાકિસ્તાની ગુપ્તચર દ્વારા ફેલાવવામાં આવેલા "બનાવટી બાબતો" ના પ્રચાર માટે ઓળખાઈ છે. આ રિપોર્ટ ઓનલાઈન અમેરિકન મીડિયા આઉટલેટ ધ ઈન્ટરસેપ્ટે જાહેર કર્યો છે. બાગચીએ કહ્યું, "અમે ભારપૂર્વક દાવો કરીએ છીએ કે, આવા અહેવાલો નકલી અને સંપૂર્ણપણે બનાવટી છે. આવી કોઈ ગુપ્ત મેમો નખી "આ ભારત વિરુદ્ધ સતત દુષ્પ્રચાર ફેલાવવાના અભિયાનનો એક ભાગ છે. વિવાદાસ્પદ આઉટલેટ પાકિસ્તાની ગુપ્તચર દ્વારા ફેલાવવામાં આવેલી નકલી વાર્તાઓના પ્રચાર કરવા માટે જાણીતું છે. તેમણે કહ્યું કે, લેખકોની પોસ્ટ આ અંગેની પુષ્ટિ કરે છે,"