અમદાવાદ: પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે વધુ એક મોટો આતંકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં પાકિસ્તાની રેન્જર્સે કરાચી પોલીસ હેડક્વાર્ટર (KPO)માં ઘૂસેલા તમામ આતંકવાદીઓ સામે ઓપરેશન ચલાવ્યું હતું અને તેઓને ઠાર માર્યા હતા. આતંકી હુમલામાં પોલીસકર્મી સહિત ત્રણ લોકોના પણ મોત થયા છે જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને (TTPA) હુમલાની જવાબદારી લીધી છે.
ભારે વિસ્ફોટકો અને હથિયારો સાથે KPO ઘુસ્યા: આતંકી હુમલો શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં શુક્રવારે સાંજે લગભગ 7.10 મિનિટની આસપાસ થયો હતો તેવી માહીતીસમે આવી હતી. આતંકવાદીઓ કરાચી પોલીસ હેડક્વાર્ટર (KPO)માં જ ઘૂસી ગયા હતા અને અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આ આતંકીઓ પાસે મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો હતા, જેનાથી તેઓ અંધાધુંધ હુમલા કરી રહ્યા હતા.
-
Karachi attack: 5 terrorists, 4 people including rangers and police personnel killed in exchange of fire
— ANI Digital (@ani_digital) February 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/jzqPQTyQrO#Karachi #KarachiAttack #Pakistan pic.twitter.com/Fo6PVZ9ET6
">Karachi attack: 5 terrorists, 4 people including rangers and police personnel killed in exchange of fire
— ANI Digital (@ani_digital) February 17, 2023
Read @ANI Story | https://t.co/jzqPQTyQrO#Karachi #KarachiAttack #Pakistan pic.twitter.com/Fo6PVZ9ET6Karachi attack: 5 terrorists, 4 people including rangers and police personnel killed in exchange of fire
— ANI Digital (@ani_digital) February 17, 2023
Read @ANI Story | https://t.co/jzqPQTyQrO#Karachi #KarachiAttack #Pakistan pic.twitter.com/Fo6PVZ9ET6
પાકિસ્તાન રેન્જર્સ તૈનાત: મળેલી માહિતી અનુસાર કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આ આતંકીઓ પાસે હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન હતી જેનાથી તેઓ સતત ફાયરિંગ કરી રહ્યા હતા. પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસ દળોએ AIG ઓફિસ નજીકના વિસ્તારને ઘેરી લીધો હતો અને ઓપરેશન ચલાવ્યું હતું. કેપીઓ પાસે સિંધ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સ મોટી સંખ્યામાં તૈનાત હતા. સિંધના મુખ્ય પ્રધાન મુરાદ અલી શાહે જણાવ્યું હતું કે પાંચ માળની પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગના ત્રણ માળ અત્યાર સુધી ખાલી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Bihar Crime: અરુણાચલ પ્રદેશમાં બિહાર SSB જવાનની હત્યા, સાથી જવાન પર આરોપ
-
#WATCH | Pakistan | Armed men opened fire at Karachi police chief's office. As the operation to eliminate them is underway, two militants have been killed and three people — including one Rangers personnel and a police officer — injured: Pakistan media
— ANI (@ANI) February 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video Source: Reuters) pic.twitter.com/ZBJcLgxW63
">#WATCH | Pakistan | Armed men opened fire at Karachi police chief's office. As the operation to eliminate them is underway, two militants have been killed and three people — including one Rangers personnel and a police officer — injured: Pakistan media
— ANI (@ANI) February 17, 2023
(Video Source: Reuters) pic.twitter.com/ZBJcLgxW63#WATCH | Pakistan | Armed men opened fire at Karachi police chief's office. As the operation to eliminate them is underway, two militants have been killed and three people — including one Rangers personnel and a police officer — injured: Pakistan media
— ANI (@ANI) February 17, 2023
(Video Source: Reuters) pic.twitter.com/ZBJcLgxW63
પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ વધ્યા: પાકિસ્તાન ધીમે ધીમે આતંકીઓનો અડ્ડો બની રહ્યું છે. પાકિસ્તાનમાં નવેમ્બરથી આતંકી હુમલાની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. નવેમ્બરની જ વાત કરીએ તો પાકિસ્તાની તાલિબાને પાકિસ્તાન સરકાર સાથે કેટલાક મહિનાઓ પહેલા યુદ્ધવિરામ સમાપ્ત કર્યું હતું. ગયા મહિને જ એક તાલિબાન આત્મઘાતી બોમ્બરે પેશાવરની એક મસ્જિદની અંદર પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. આ હુમલામાં 100થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા હતા, જેમાં પોલીસકર્મીઓની સંખ્યા સૌથી વધુ હતી.
આ પણ વાંચો Achievement News: 4 ભારતીય વિદ્યાર્થીઓની કમાલ, અમેરિકામાં NAE માટે ચૂંટાયા
સિંધના મુખ્યપ્રધાનનું નિવેદન: પાકિસ્તાન સિંધના મુખ્યપ્રધાન મુરાદ અલી શાહએ ઘટનાની માહિતી મેળવી હતી અને સંબંધિત વિભાગના DIGને આદેશ આપતા કહ્યું હતું કે, હુમલો કરનાર આતંકવાદીઓને જલ્દી પકડવામાં આવે. પોલીસ કચેરી પર હુમલો કોઈપણ કિંમતે સાંખી લેવામાં નહી આવે. અધિકારી પાસેથી રિપોર્ટ માગતા મુખ્યપ્રધાને કહ્યું છે કે, તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.