ETV Bharat / international

ટ્રમ્પની મુશ્કેલીઓ વધી, હાઉસ પેનલે ફોજદારી આરોપો દાખલ કરવાની ભલામણ કરી - કોંગ્રેસની સમિતિએ ભલામણ કરી

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (US Former President Donald Trump) હજારો સમર્થકોએ યુએસ સંસદ કેપિટલ હિલ પર કથિત રીતે હુમલો (Capitol Riot Case) કર્યો હતો. જે મામલે તપાસ સમિતિની માગ કરી હતી. હાઉસ પેનલે સર્વસંમતિથી જસ્ટિસ ડિપાર્ટમેન્ટને વિદ્રોહને ઉશ્કેરવા, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ, યુએસ સરકારને છેતરવાનું કાવતરું અને ખોટા નિવેદનો કરવા બદલ ટ્રમ્પ સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. (Criminal Charges Against Trump)

ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
author img

By

Published : Dec 20, 2022, 8:30 AM IST

Updated : Dec 20, 2022, 9:01 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનીUS Former President Donald Trump) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે યુએસ કેપિટલ હુમલાની(Capitol Riot Case) તપાસ કરી રહેલી કોંગ્રેસની સમિતિએ સોમવારે ભલામણ કરી છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે. (Criminal Charges Against Trump)

ટ્રમ્પ સામે કાર્યવાહીની માગ: ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થયા બાદ હજારો સમર્થકોએ 6 જાન્યુઆરી 2021ના ​​રોજ યુએસ સંસદ કેપિટલ હિલ પર કથિત રીતે હુમલો કર્યો હતો. જે મામલે હાઉસ પેનલે સર્વસંમતિથી ન્યાય વિભાગને વિદ્રોહને ઉશ્કેરવા, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ બનવા, યુએસ સરકાર સાથે છેતરપિંડી અને ખોટા નિવેદનો કરવા બદલ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો: ફ્રાન્સમાં હંગામો, ચાહકોએ વાહનો સળગાવ્યા, પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા

જો બિડેનની સરકારને ઉથલાવી દેવાનો પ્રયાસ: પ્રતિનિધિ જેમી રસ્કીને હાઉસ પેનલના અહેવાલોના પરિણામોને જોતા કહ્યું કે સમિતિએ નોંધપાત્ર મજબૂત પુરાવા રજૂ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપણા બંધારણ હેઠળ સત્તાના શાંતિપૂર્ણ ફેરફારમાં અવરોધ પેદા કરવાનો ઈરાદો ધરાવે છે. જાન્યુઆરી 2021ના ​​રોજ, ટ્રમ્પ સમર્થકો યુએસ સંસદ કેપિટલ સ્થળે પ્રવેશ્યા હતા, ત્યારબાદ હિંસા થઈ. આ હિંસામાં ઘણા લોકો માર્યા ગયા હતા જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો બિડેન દ્વારા જીતેલી 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીને ઉથલાવી દેવાના તેમના પ્રયાસોની તપાસ કરવા માટે તપાસ સમિતિની ભલામણોને જોતા ન્યાયા વિભાગ આગળની કાર્યવાહી કરશે.

શું હતી ઘટના: 6 જાન્યુઆરી 2021ના ​​રોજ ચૂંટણીમાં હાર પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હજારો સમર્થકોએ 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ યુએસ સંસદ કેપિટલ હિલ પર કથિત રીતે હુમલો કર્યો હતો. અહીં તોડફોડ મચાવી, સેનેટરોને બહાર કાઢ્યા અને કબજો કરી લીધો. જો કે લાંબા સંઘર્ષ બાદ સુરક્ષાદળોએ તેમને બહાર કાઢ્યા અને કેપિટલ હિલને સુરક્ષિત કર્યુ હતું. તે સમયે જો બિડેનની ચૂંટણીની ઔપચારિક પુષ્ટિની પ્રક્રિયામાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ઈલોન મસ્કે ટ્વીટ કરીને પૂછ્યું, શું મારે ટ્વિટર ચીફનું પદ છોડવું જોઈએ?

Last Updated : Dec 20, 2022, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.