ETV Bharat / international

Israli ground attack looms: ઉત્તર ગાઝામાંથી મોટા પ્રમાણમાં પેલેસ્ટાઈનીઓનું પલાયન, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આઠમાં દિવસે પણ સ્થિતિ વધુ તણાવ ભરી

એક સપ્તાહથી ચાલી રહેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં, ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગાઝા પ્રદેશમાં આશરે 1,900 લોકો માર્યા ગયા છે. જ્યારે ગયા શનિવારે હમાસના હુમલામાં 1,300 થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા. જ્યારે ઇઝરાયેલી સરકારે જણાવ્યું હતું. આ લડાઈ દરમિયાન હમાસના આશરે 1,500 આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 1:07 PM IST

Israli ground attack looms
Israli ground attack looms

જેરૂસલેમ: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આઠમાં દિવસે પણ જંગ યથાવત છે. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ ગાઝા શહેરમાં રહેનારા આશરે 10 લાખ લોકોને આ વિસ્તાર ખાલી કરીને જતાં રહેવાનો આદેશ કર્યો છે. ત્યાર બાદ આ વિસ્તારમાં ઈઝરાયેલ તરફથી જમીની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. જ્યારે બીજી તરફ હમાસે પોતાના લોકોને ઘરમાં જ રહેવાની સુચના આપી છે. જેના કારણે લોકોમાં વઘારે ભયનો માહોલ ઘર કરી ગયો છે. જાણવા મળતી વિગત પ્રામણે ઈઝરાયેલના આદેશ બાદ લોકોએ ઉત્તરી વિસ્તારને ખાલી કરવીને દક્ષિણ તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, આખા વિસ્તારને ખાલી કરવું સરળ નથી. જ્યારે લોકોના મનમાં પણ એ પ્રશ્ન છે કે ક્યાંક દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ તો આગળ નથી વધી રહીને ? ખરેખર તો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે દુનિયા ફરી એક વાર બે ભાગમાં વહેંચાતી દેખાઈ રહી છે.

ઇઝરાયેલી સૈન્યનું આક્રમણ: ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેમના સૈનિકોએ આતંકવાદીઓ સામે લડવા માટે ગાઝામાં ઘણા સ્થળે કાર્યવાહી કરી છે અને લગભગ એક અઠવાડિયા પહેલા ઇઝરાયેલ પર હમાસના હુમલામાં અપહરણ કરાયેલા આશરે 150 લોકોની શોધ આદરી છે. જ્યારે બીજી તરફ ગાઝા શહેરમાં લોકોનું પલાયન થવાનું શરૂ થઈ ગયું છે. લોકો કાર, ટ્રક, ગાડા સહિતના વાહનોમાં પેલેસ્ટિનિયન પરિવારો તેમની જીવનજરૂરિયાતની વસ્તુઓ સાથે લઈને ગાઝા સિટીથી દક્ષિણ તરફના માર્ગો પર આગળ વધી રહ્યાં છે. હમાસના મીડિયા કાર્યાલયે જણાવ્યું હતું કે ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ દક્ષિણ તરફ પલાયન કરી રહેલા લોકોના કાફલા પર પણ હુમલો કર્યો હતો જેમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે.

ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી: ઈઝરાયેલ સૈન્યએ કહ્યું કે, તેણે ગાઝા શહેરની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભમાં છુપાયેલા હમાસના સ્થળોને નિશાન બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે. હમાસે લોકોને પોતાના ઘર ખાલી કરાવવાના ઈઝરાયેલના આદેશને ગંભીરતાથી ન લેવાનું જણાવ્યું હતું. યુદ્ધ વચ્ચે પીસાતા ગાઝામાં લોકોને ક્યાંય પણ કોઈ સુરક્ષિત જમીન ન મળતી હોવાના કારણે તેઓ ત્યાંથી પલાયન કરવા મજબૂર બન્યાં છે. કારણ કે ઈઝરાયેલી હુમલામાં ગાઝામાં મોટા પ્રમાણમાં વિનાશ થયો છે. બીજી તરફ ગાઝામાં અન્ન પુરવઠો, પાણી અને આરોગ્ય જેવી સેવાઓ પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે.

ગાઝા સિટીમાં પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટના પ્રવક્તા નેબલ ફરસાખે આક્રંદ કરતા જણાવ્યું હતું કે, તમે ખોરાક વિશે ભૂલી જાઓ, વીજળી વિશે ભૂલી જાઓ, બળતણ વિશે ભૂલી જાઓ. જો તમે જીવતા હશો તો તમે તેને ફરીથી ઉત્પન્ન કરી શકશો. હવે માત્ર એક જ ચિંતા એ છે કે તમે માત્ર જીવ બચાવો.

સ્થિતિ બની વધું તણાવભરી: એક સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધમાં, ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગાઝા પ્રદેશમાં આશરે 1,900 લોકો માર્યા ગયા છે. જ્યારે ગયા શનિવારે હમાસના હુમલામાં 1,300 થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા. જ્યારે ઇઝરાયેલી સરકારે જણાવ્યું હતું. આ લડાઈ દરમિયાન હમાસના આશરે 1,500 આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

ઈઝારયેલનો વળતો પ્રહાર: દક્ષિણ ઇઝરાયેલમાં હમાસ દ્વારા સેંકડો નાગરિકોના નરસંહારના બદલામાં ઇઝરાયેલ દ્વારા ચોવીસ કલાક બોમ્બમારો કર્યા પછી, શુક્રવારે પહેલી વખત ઇઝરાયેલ તરફથી વળતી કાર્યવાહી કરતા ગાઝામાં પ્રવેશ કર્યો. એક સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જમીની સ્તરે સૈનિકોની કાર્યવાહી બાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયાં. સૈન્યની ગતિવિધિઓથી એવું લાગી રહ્યું છે કે, તે એક પ્રકારનું આક્રમણની શરૂઆત હોય તેમ લાગતું હતું.

  1. Operation Ajay: ઈઝરાયેલથી બીજી બેચમાં 235 ભારતીયો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા
  2. Israel Hamas war: ઈઝરાયલની એકમાત્ર બોલિવૂડ સિંગર લિયોરા ઈત્જાકે યુદ્ધનું કર્યુ ભયાવહ વર્ણન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.