ETV Bharat / international

Indonesian Tomohon Market : ઇન્ડોનેશિયાના કુખ્યાત ટોમોહોન ડોગ કેટ મીટ માર્કેટમાં કતલ બંધ કરવાની જાહેરાત

પ્રાણી કાર્યકર્તાઓ દ્વારા વર્ષોથી ચાલતા અભિયાન વચ્ચે ઇન્ડોનેશિયા સુલાવેસી આઇલેન્ડમાં ટોમોહોન એક્સ્ટ્રીમ માર્કેટ કૂતરા અને બિલાડીનું માંસથી મુક્ત બનશે. અગાઉ માર્ચમાં જકાર્તાએ કૂતરાં અને બિલાડીના માંસના વેપાર પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

Indonesian Tomohon Market : ઇન્ડોનેશિયાના કુખ્યાત ટોમોહોન ડોગ કેટ મીટ માર્કેટમાં કતલ બંધ કરવાની જાહેરાત
Indonesian Tomohon Market : ઇન્ડોનેશિયાના કુખ્યાત ટોમોહોન ડોગ કેટ મીટ માર્કેટમાં કતલ બંધ કરવાની જાહેરાત
author img

By

Published : Jul 21, 2023, 4:11 PM IST

ઇન્ડોનેશિયા ટોમોહોન : સ્થાનિક કાર્યકરો અને વિશ્વની હસ્તીઓ દ્વારા વર્ષોથી ચાલેલા અભિયાનને પગલે શુક્રવારે સત્તાવાળાઓએ ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પરના કુખ્યાત પશુ બજારમાં ક્રૂર રીતે ક્રૂર કૂતરાં અને બિલાડીના માંસની કતલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રાણી ક્રૂરતા વિરોધી જૂથ હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ HSI અનુસાર ટોમોહોન એક્સ્ટ્રીમ માર્કેટ ઇન્ડોનેશિયામાં કૂતરાં અને બિલાડીના માંસથી મુક્ત પ્રથમ બજાર બનશે.

મેયરે જાહેરાત કરી : આ માર્કેટમાં કૂતરાં અને બિલાડીઓ જીવતાં હોવા છતાં બ્લડ્ઝ કરવામાં આવે છે અને ફટકા મારવામાં આવે છે તેની છબીઓએ દુનિયાભરમાં આક્રોશ ફેલાવ્યો હતો. આવી કતલ અને વેપારનો કાયમી અંત શુક્રવારે ટોમોહોન શહેરના મેયર કેરોલ સેન્ડુક દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલે કહ્યું કે તેઓ કતલખાનાના સપ્લાયરો પાસેથી બાકીના તમામ જીવંત કૂતરાં અને બિલાડીઓને બચાવશે અને તેમને અભયારણ્યમાં લઈ જશે.

ટ્રિપ એડવાઈઝરમાં સૂચિબદ્ધ : ટોમોહોન એક્સ્ટ્રીમ માર્કેટને અગાઉ પ્રવાસીઓના આકર્ષણ તરીકે ઓળખવામાં આવતું હતું. જેમાં ટ્રિપ એડવાઈઝર દ્વારા એક એવા સ્થળ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું જ્યાં બિલાડીનું માંસ અને ચામાચીડિયા, સાપ અને અન્ય સરિસૃપ જેવી જંગલી અને સંરક્ષિત પ્રજાતિઓના અંગ વેચાય છે. ડોગ મીટ ફ્રી ઇન્ડોનેશિયાના બેનર હેઠળ કાર્યરત HSI અને ઇન્ડોનેશિયન જૂથો માનવના ખોરાકી વપરાશ માટે જીવંત કૂતરાંઓના વેપારને સમાપ્ત કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે કારણ કે કતલ દરમિયાન અથવા ચેપગ્રસ્ત માંસના સંપર્ક દરમિયાન હડકવા માનવોમાં ફેલાઈ શકે છે.

ક્રૂરતાનો વિડીયો જાહેર થયો હતો : 2018માં ઉત્તર સુલાવેસી પ્રાંતના બે બજારોમાં પ્રચારકો દ્વારા શૂટ કરવામાં આવેલ વિડિયોમાં કૂતરાઓને પાંજરામાં બંધાયેલા બતાવવામાં આવ્યા હતાં. કામદારોએ તે રડતાં પ્રાણીઓને બહાર કાઢ્યાં બાદ લાકડાના દંડા વડે તેમના માથું ફોડી નાંખ્યું હતું. જે પ્રાણીઓને પછી કતલ અને વેચાણના હેતુથી તૈયાર કરવા માટે વાળ દૂર કરવા માટે બ્લોટોર્ચ વડે બ્લાસ્ટ કરવામાં આવે છે.

2018થી પ્રયાસ થઇ રહ્યાં હતાં : હ્યુમન સોસાયટી ઇન્ટરનેશન અને જૂથોએ બજારોમાં પ્રાણીઓ સાથેના આ વ્યવહારને "નિર્દયતાથી ક્રૂર" અને "નરકની લટાર" જેવી ગણાવી હતી. જેણે ઇન્ડોનેશિયનો અને વિશ્વમાં સહાનુભૂતિ પેદા કરી હતી. 2018માં આંતરરાષ્ટ્રીય કલાકારો અને સેલિબ્રિટીઓએ પ્રમુખ જોકો વિડોડોને આ બજાર બંધ કરવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો ઈન્ડોનેશિયા અન્ય એશિયાઈ રાષ્ટ્રોમાં જોડાય છે જેણે પહેલાથી જ આવા વેપાર પર પ્રતિબંધ મૂકેલો છે, તો તે વિશ્વમાં આવકારવામાં આવશે અને પ્રતિષ્ઠા પરનો ડાઘ દૂર થશે.

કૂતરાના માંસ ખાદ્ય નથી : અભિનેત્રી કેમેરોન ડિયાઝ, ટોક શો હોસ્ટ એલેન ડીજેનેરેસ, ટેલેન્ટ સ્પોટર સિમોન કોવેલ, કોમેડિયન રિકી ગેર્વાઈસ, ઇન્ડોનેશિયન પોપ ગાયક એંગગુન અને સંગીતકાર મોબી પત્રમાં સૂચિબદ્ધ 90થી વધુ હસ્તીઓમાં જેમાં શામેલ છે તેમના પત્રમાં લખાયું હતું કે "આ પ્રાણીઓ, જેમાંના ઘણા ચોરાયેલા પાલતુ છે, તેમને પકડવા, પરિવહન અને કતલ કરવાની ક્રૂર પદ્ધતિઓ છે. તેઓને જે અપાર વેદના અને ડર સહન કરવો પડી રહ્યો છે તે હ્રદયદ્રાવક અને એકદમ આઘાતજનક છે," આ પત્રમાં ઇન્ડોનેશિયાની કેન્દ્ર સરકારને એક નિયમ બહાર પાડવા માટે અપીલ કરવામાં આવી હતી કેે કૂતરાના માંસ ખાદ્ય નથી તેથી તેના પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આવા ખોરાક અને વેપાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ઇન્ડોનેશિયામાં અન્યત્ર બંધ થયાં હતાં : ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 2.6 મિલિયનથી વધુ લોકો વસે છે. જેઓ આ મુસ્લિમ દેશમાં વસતાં ખ્રિસ્તીઓ છે. પ્રાણી વિરોધી ક્રૂરતા જૂથો અનુસાર ઉત્તર સુલાવેસીમાં સાપ્તાહિક ધોરણે હજારો કૂતરાં અને બિલાડીઓની કતલ કરવામાં આવે છે. 2019માં ઔપચારિક પ્રતિબંધ જારી કરનાર મધ્ય જાવાનો કરણગાન્યાર જિલ્લો પ્રથમ બન્યો હતો. જે બાદ 2020 અને 2021માં અન્ય પ્રદેશો પણ પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ સુલાવેસીનું કૂતરાં અને બિલાડીનું માંસબજાર ચાલુ રહ્યું હતું.

મુસ્લિમ દેશમાં પ્રતિબંધિત હોય છે : ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો મુસ્લિમ દેશ છે. જે કદાચ કૂતરાંના માંસના ભોજનનું સંભવિત હબ જણાતું નથી કારણ કે દેશના 270 મિલિયન લોકોમાંથી લગભગ 90 ટકા લોકો ઇસ્લામના અનુયાયીઓ છે. તેઓે કૂતરાંના માંસ અને તેના ઉત્પાદનોને હરામ અથવા ડુક્કરના માંસની જેમ જ પ્રતિબંધિત માને છે. મોટા ભાગના મુસ્લિમો કૂતરાં સ્પર્શતા નથી કે બહુ ઓછું ખાય છે.

7 ટકા જેટલા લોકો કૂતરા ખાય છે : ઇન્ડોનેશિયા રાષ્ટ્ર તરીકે અન્ય ઘણા ધર્મોનું ઘર પણ છે, જેમાંથી કેટલાક કૂતરાંના માંસને પરંપરાગત સ્વાદિષ્ટ માને છે અથવા માને છે કે તેમાં આરોગ્ય ગુણધર્મો છે. ડોગ મીટ ફ્રી ઇન્ડોનેશિયા અનુસાર, ઇન્ડોનેશિયાના 7 ટકા જેટલા લોકો કૂતરાં ખાય છે. મોટાભાગે ઉત્તર સુલાવેસી, ઉત્તર સુમાત્રા અને પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતોમાં કે જેમાં મોટાભાગની વસતી ખ્રિસ્તી તરીકે ઓળખાય છે.

એશિયાના ઘણા દેશોમાં પ્રતિબંધ : હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ અનુસાર એશિયાના ઘણા દેશો અને પ્રદેશો જેમ કે ફિલિપાઇન્સ, તાઇવાન, સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ અને મલેશિયા-એ પહેલેથી જ કૂતરાંના માંસના વેપાર અને કૂતરાંના વપરાશ પર પ્રતિબંધ મૂકેલો છે.

  1. આ શહેરમાં બિલાડીઓની કૂતરા જેવી નસબંધી; રજીસ્ટ્રેશન શરૂ થયું
  2. US News : ભારત સાથે અમેરિકાના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત- વ્હાઇટ હાઉસ
  3. New Zealand: ન્યૂઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ પહેલા બંદૂકધારીએ 2 લોકોની હત્યા કરી

(AP) (હેડલાઇન સિવાય, આ નકલ ETV ભારત સ્ટાફ દ્વારા સંપાદિત કરવામાં આવી નથી અને તે સિન્ડિકેટ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવી છે.)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.