મહેસાણા : ગેરકાયદેસર રીતે અમેરિકા જતા એક જ પરિવારના 4ર સભ્યોના મૃત્યું થયા છે. માણેકપુરા ગામના ચૌધરી પરિવારના 4 સભ્યો કેનેડાથી અમેરિકા જતી બોટમાં સવાર હતા ત્યારે માર્ગમાં બોટ પલટી ગઈ હતી.જેમાં સવાર 8 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતમાંથી 4 લોકો ચૌધરી પ્રવિણભાઈ વેલજીભાઈ (50), પત્ની ચૌધરી દક્ષાબેન (45), પુત્રી ચૌધરી વિધિબેન (23) અને પુત્ર ચૌધરી મિતકુમાર (20)ના મોત થયા છે.
ગુજરાતના એક પરિવારના 4 સભ્યોના થયા મોત : માણેકપુરાનો ખેડૂત પરિવાર બે મહિના પહેલા વિઝિટર વિઝા લઈને કેનેડા ગયો હતો. મળતી માહિતી મુજબ, એજન્ટના જણાવ્યા અનુસાર, તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની યોજનાના ભાગરૂપે બોટમાં બેઠો હતો. પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે ભયંકર પરિણામો આવ્યા. માણેકપુરના ચૌધરી પરિવારના આ ચાર સભ્યો સહિત ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે બોટ પલટી જતાં કુલ 8 લોકો ડૂબી ગયા હતા.
આ પણ વાંચો : Valsad News : દરિયા કાંઠેથી લાકડું મળ્યું! લાકડામાંથી આબેહૂબ બ્લેક પર્લ જહાજ કંડારતા મિત્રોએ પ્રચાર કરતા થ્યો પગભર
મૃત્યુ વિશે મીડિયા દ્વારા જાણ થઈ : મૃતકના ભાઈ જસુભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, પ્રવિણભાઈ અહી ખેતીકામ કરતા હતા અને બે માસ પહેલા કેનેડા ગયા હતા. તેણે પરિવારને જણાવ્યું હતું કે, તેની પાસે કેનેડા જવા માટે વિઝા છે. તે કેનેડામાં હતો ત્યારે પણ અમે તેની સાથે વાત કરતા. પ્રવિણભાઈ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા, તેની અમને કોઈ જાણ નહોતી. અમને તેમના મૃત્યુ વિશે મીડિયા દ્વારા જાણ થઈ. કેનેડા પ્રવાસે ગયા બાદ માણેકપુરના એક પરિવાર સાથે બનેલી ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતના સમાચાર મળતાં માણેકપુર ગામ સહિત ચૌધરી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વજનોની માંગ છે કે અંતિમ સંસ્કાર માટે મૃતકોના મૃતદેહને તેમના વતન પરત લાવવામાં આવે.
આ પણ વાંચો : Water Crisis in Danta : ઘરઆંગણે પાણીના નળ, પણ પાણી માટે ઠેરઠેર રઝળપાટ કરતાં 200 લોકો