તેલ અવીવ: ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે, તેઓ ગાઝા હોસ્પિટલના સ્ટાફ સાથે મળીને શિફા હોસ્પિટલ માંથી ગાઝાવાસીઓ માટે દક્ષિણમાં સલામત માર્ગ પ્રદાન કરવા માટે કામ કરી રહ્યા છે. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ શનિવારે જણાવ્યું હતું કે, આજે ગાઝામાંથી ઘણી બધી ખોટી સૂચનાઓ આવી છે. તેથી, હું હકીકત સ્પષ્ટ કરવા માંગુ છું. ત્યાં કોઈ ઘેરાવ નથી. હું ફરી કહું છું કે, શિફા હોસ્પિટલનો કોઈ ઘેરાવ કરવામાં આવ્યો નથી.
ઈઝરાયેલનું વલણ: IDFના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ છોડવા માંગતા ગાઝાવાસીઓને સુરક્ષિત માર્ગ આપવા માટે અલ-વહેદા સ્ટ્રીટ પર હોસ્પિટલનો પૂર્વ વિસ્તાર ખુલ્લો છે. અમે હોસ્પિટલ સ્ટાફ સાથે સીધી અને નિયમિત રીતે વાત કરી રહ્યા છીએ.તેમણે શનિવારે કહ્યું કે હોસ્પિટલ સ્ટાફે વિનંતી કરી છે કે, આવતીકાલે (રવિવારે) તેઓ બાળકોને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરે. અમે જરૂરી સહાય પૂરી પાડીશું, અને કંઈક એવું છે જે દુનિયાએ ભૂલવું ન જોઈએ, અને અમે દુનિયા નહીં ભૂલવા દઈએ.
ડૉ. મુનીર અલ બુર્શનું નિવેદન: દરમિયાન, સીએનએનએ શનિવારે હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, ઉત્તર ગાઝામાં અલ-શિફા હોસ્પિટલના નવજાત યુનિટમાં ત્રણ શિશુઓ મૃત્યુ પામ્યા, કારણ કે હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં સતત ઇઝરાયેલના ગોળીબારને કારણે હોસ્પિટલનો સ્ટાફ તેમની સારવાર કરી શકતો નથી.
હોસ્પિટલ ચારે બાજુથી ઘેરાયેલી: હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયના મહાનિર્દેશક ડૉ. મુનીર અલ બુર્શ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવજાત શિશુ વોર્ડમાં ડોકટરોને 36 શિશુઓને હાથ વડે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની ફરજ પડી રહી છે. બાર્શે એમ પણ કહ્યું કે હોસ્પિટલ 'ચારે બાજુથી ઘેરાયેલી' છે. એક અંદાજ મુજબ 400 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લગભગ 20,000 વિસ્થાપિત લોકો હોસ્પિટલ પરિસરમાં આશ્રય શોધી રહ્યા હતા.