ETV Bharat / international

Olaf Scholz India visit: ભારત યુક્રેન સંઘર્ષમાં કોઈપણ શાંતિ પ્રક્રિયામાં સહયોગ આપવા છે તૈયાર - ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે

જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે. જર્મન ચાન્સેલર સ્કોલ્ઝે ભારત આગમન પર રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. શનિવારે વડાપ્રધાન મોદી અને ઓલાફ સ્કોલ્ઝ વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત બાદ બંને નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું.

Olaf Scholz India visit: ભારત યુક્રેન સંઘર્ષમાં કોઈપણ શાંતિ પ્રક્રિયામાં સહયોગ આપવા છે તૈયાર

author img

By

Published : Feb 25, 2023, 6:09 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે શનિવારે સ્વચ્છ ઉર્જા, વેપાર, સંરક્ષણ અને નવી ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી. વાતચીત અને કૂટનીતિ દ્વારા રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવાની જરૂરિયાત વર્ણવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા તૈયાર છે.

આ પણ વાંચો: Olaf Scholz India visit : ઓલાફ સ્કોલ્ઝ ભારત આવી પીએમ મોદીને મળ્યાં, મુલાકાતના હેતુ કયા છે જૂઓ

  • #WATCH | We already have good relations b/w Germany and India and I hope that we will strengthen this relationship. I hope we will discuss intensely about all the topics relevant to the development of our countries and also the peace in the world: German Chancellor Olaf Scholz pic.twitter.com/IOtWGvuYYJ

    — ANI (@ANI) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિકાસશીલ દેશો પર નકારાત્મક અસર: આ બેઠકમાં રશિયા-યુક્રેન સંઘર્ષ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ફિનટેક, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેલિકોમ્યુનિકેશન અને સપ્લાય ચેઇન ડાઇવર્સિફિકેશન, સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં બંને પક્ષો વચ્ચે મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. સ્કોલ્ઝ સાથેની મુલાકાત બાદ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, 'કોવિડ મહામારી અને યુક્રેન સંઘર્ષની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાઈ છે. આની ખાસ કરીને વિકાસશીલ દેશો પર નકારાત્મક અસર પડી છે. અમે આ અંગે અમારી સામાન્ય ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અમે સહમત છીએ કે આ સમસ્યાઓનો ઉકેલ સંયુક્ત પ્રયાસોથી જ શક્ય છે અને G20ની અધ્યક્ષતા દરમિયાન પણ ભારત આ દિશામાં પ્રયાસો કરી રહ્યું છે.

રશિયન આક્રમણના પરિણામોથી વિશ્વ પ્રભાવિત: વડા પ્રધાને કહ્યું, 'યુક્રેનમાં વિકાસની શરૂઆતથી ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ કર્યો છે. ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયામાં સહયોગ આપવા તૈયાર છે. તે જ સમયે, જર્મનીના ચાન્સેલરે કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે એશિયા, આફ્રિકા, અમેરિકાના દેશો પર આક્રમક યુદ્ધની નકારાત્મક અસર ન પડે. યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ભારે નુકસાન પહોંચ્યુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ગ્રીડનો નાશ કર્યો છે. આ એક આપત્તિ છે, રશિયન આક્રમણના પરિણામોથી વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે.

સ્કોલ્ઝની આ પ્રથમ ભારત મુલાકાત: સ્કોલ્ઝે કહ્યું કે, યુદ્ધ મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે જેના પર આપણે બધા સંમત છીએ, તમે હિંસા દ્વારા દેશોની સરહદો બદલી શકતા નથી. આ ઉપરાંત જર્મનીના ચાન્સેલર શનિવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. ઐતિહાસિક 16 વર્ષના કાર્યકાળ પછી એન્જેલા મર્કેલના ડિસેમ્બર 2021માં જર્મનીના ચાન્સેલર બન્યા બાદ સ્કોલ્ઝની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચાન્સેલર સ્કોલ્ઝ સાથે આજે આવેલા બિઝનેસ ડેલિગેશન અને ભારતીય ઉદ્યોગપતિઓ વચ્ચે સફળ બેઠક થઈ હતી અને કેટલાક મહત્વપૂર્ણ કરારો પણ થયા હતા.

સીમાપાર આતંકવાદને ખતમ કરવો: તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ફિનટેક, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેલિકોમ અને સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણ જેવા વિષયો પર બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ પાસેથી ઉપયોગી વિચારો અને સૂચનો પણ પ્રાપ્ત થયા હતા. મોદીએ કહ્યું કે, આતંકવાદ અને અલગતાવાદ સામેની લડાઈમાં ભારત અને જર્મની વચ્ચે સક્રિય સહયોગ છે. તેમણે કહ્યું, 'બંને દેશો એ વાત પર પણ સહમત છે કે, સીમાપાર આતંકવાદને ખતમ કરવા માટે નક્કર કાર્યવાહી જરૂરી છે.

બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જરૂરી: વડા પ્રધાને કહ્યું, 'અમે એ કરારનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, વૈશ્વિક વાસ્તવિકતાઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જરૂરી છે.' તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે G-4 હેઠળ અમારી સક્રિય ભાગીદારીથી આ સ્પષ્ટ થાય છે. નોંધનીય છે કે, G4 જૂથનો ઉલ્લેખ ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલનો છે, જેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિસ્તરણની જરૂરિયાત પર ભાર મૂકે છે.

આ પણ વાંચો: America On India Russia Relations : અમેરિકાએ કહ્યું ભારત રશિયા સાથે મિત્રતા નહી તોડે, યુક્રેન યુદ્ધ પર ટિપ્પણી

લોકોથી લોકો વચ્ચેના સંબંધો મજબૂત થયા: વડાપ્રધાને કહ્યું કે, આજે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને કારણે ભારતમાં તમામ ક્ષેત્રોમાં નવી તકો ખુલી રહી છે અને આ તકોમાં જર્મનીની રુચિથી અમે ઉત્સાહિત છીએ. તેમણે કહ્યું, 'ભારત અને જર્મની ત્રિકોણીય વિકાસ સહયોગ હેઠળ ત્રીજા દેશોના વિકાસ માટે પરસ્પર સહયોગ વધારી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારા લોકોથી લોકો વચ્ચેના સંબંધો પણ મજબૂત થયા છે. મોદીએ કહ્યું કે, ગયા વર્ષે જર્મનીની મારી મુલાકાત દરમિયાન અમે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એલાયન્સની જાહેરાત કરી હતી અને તેના દ્વારા ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ધ્યેયોના ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે.

સાંસ્કૃતિક અને આર્થિક આદાનપ્રદાનનો લાંબો ઈતિહાસ: વડા પ્રધાને કહ્યું કે, સુરક્ષા અને સંરક્ષણ સહયોગ અમારી વ્યૂહાત્મક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે અને 'આ ક્ષેત્રમાં અપ્રયોગી સંભવિતતાને પૂર્ણપણે સાકાર કરવા માટે અમે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું'. તેમણે કહ્યું કે, વિશ્વની બે સૌથી મોટી લોકતાંત્રિક અર્થવ્યવસ્થાઓ વચ્ચે વધતો સહકાર બંને દેશોના લોકો માટે ફાયદાકારક છે, સાથે જ તે આજના તણાવગ્રસ્ત વિશ્વમાં સકારાત્મક સંદેશ પણ આપે છે. તેમણે કહ્યું કે, ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને એકબીજાના હિતોની ઊંડી સમજણ પર આધારિત છે અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક આદાનપ્રદાનનો લાંબો ઈતિહાસ પણ છે.

મુલાકાતમાં ક્યા મુદા પર ચર્ચા: જર્મન ચાન્સેલર સ્કોલ્ઝે ભારત આગમન પર રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ ચાન્સેલર સ્કોલ્ઝ રવિવારે સવારે બેંગલુરુ જવા રવાના થવાના છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ચાન્સેલર સ્કોલ્ઝની મુલાકાત બહુપક્ષીય ભારત-જર્મન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તકને પૂરી પાડશે. બાગચીએ કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનું દ્વિપક્ષીય વાટાઘાટો માટે સ્વાગત કર્યું હતું. આમાં, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, હરિયાળી અને ટકાઉ વિકાસ જોડાણો અને આર્થિક જોડાણો અને સંરક્ષણ ક્ષેત્રમાં ગાઢ સંબંધો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.